gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મુંબઈમાં 72 વર્ષના વૃદ્ધ સાથે 35 કરોડનું ફ્રોડ! આ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા | mumbai rs 35…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
મુંબઈમાં 72 વર્ષના વૃદ્ધ સાથે 35 કરોડનું ફ્રોડ! આ રીતે કોઈના પર આંધળો વિશ્વાસ ના કરતા | mumbai rs 35…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai 35 Crore Share’s Scam: મુંબઈમાં ફ્રોડનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. માટુંગા વેસ્ટના રહેવાસી 72 વર્ષીય ભરત હરકચંદ શહાએ આરોપ લગાવ્યો છે કે, ગોરેગાંવ (પૂર્વ) સ્થિત ગ્લોબ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ નામની બ્રોકરેજ ફર્મે મારા વિશ્વાસનો ફાયદો ઉઠાવીને લગભગ 35 કરોડનું નુકસાન કરાવ્યું છે. FIR પ્રમાણે કંપનીના કર્મચારીઓએ શહાને ‘સુરક્ષિત ટ્રેડિંગ’ની લાલચ આપીને તેનો વિશ્વાસ જીતી લીધો. પછી ચાર વર્ષ સુધી તેમના અને તેમની પત્નીના ડીમેટ ખાતાઓમાં તેમની જાણ વગર કરોડો રૂપિયાના વ્યવહારો થતા રહ્યા. કંપનીના પ્રતિનિધિઓ પાસે OTP થી લઈને ઈમેઇલ સુધીની ઍક્સેસ હતી અને શહાને તેમની ભનક પણ ન લાગવા દીધી. 

ભરત શહા લગભગ છેલ્લા ત્રણ દાયકાથી માટુંગા વેસ્ટમાં રહે છે. તેઓ પાંચ દાયકાથી પરેલમાં એક ગેસ્ટ હાઉસ ચલાવે છે, જેમાં કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનો ઓછા ભાડામાં રોકાય છે. 1984માં તેમના પિતાના નિધન પછી મોટી માત્રામાં શેર તેમના અને તેમની પત્નીના નામે ટ્રાન્સફર થયા હતા. જો કે, તેમને અને તેમની પત્નીને શેરબજારની સમજ નહોતી, તેથી ક્યારેય એક્ટિવ ટ્રેડિંગ ન કરી. 

2020માં ખાતું ખોલ્યુ, અહીંથી શરૂ થયો ખેલ

વર્ષ 2020માં એક મિત્રની સલાહ પર તેમણે ગ્લોબ કેપિટલ માર્કેટ્સ લિમિટેડમાં પોતાના અને તેમની પત્નીના ડિમેટ અને ટ્રેડિંગ ખાતું ખોલાવ્યું. વારસામાં મળેલા શેર આ જ કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. શરૂઆતમાં બધું સામાન્ય હતું. પછી કંપનીના પ્રતિનિધિઓએ સતત સંપર્કમાં આવવાનું શરૂ થયું અને શહાને વિશ્વાસ અપાવ્યો કે, ટ્રેડિંગ માટે અલગ રોકાણ કરવાની જરૂર નથી. શેર હોલ્ડ કરીને સુરક્ષિત રીતે ટ્રેડ કરી શકાય છે. તેમાં નિયમિત નફો મળશે અને કંપની તરફથી “પર્સનલ ગઈડ” મળશે. સાથે શેર હોલ્ડ કરીને સુરક્ષિત રીતે ટ્રેડિંગ કરી શકાય છે. આ બહાને બે લોકો અક્ષય બારિયા અને કરણ સિરોયાને શહાના પોર્ટફોલિયોને મેનેજ કરવાના નામ પર તહેનાત કરવામાં આવ્યા. 

એકાઉન્ટનું સંપૂર્ણ કંટ્રોલ કંપની પાસે જતું રહ્યું

FIR પ્રમાણે આ બે પ્રતિનિધિઓ તેમને દરરોજ ફોન કરીને જણાવતા હતા કે કયો ઓર્ડર લગાવવાનો છે. થોડા સમય બાદ કંપનીના કર્મચારીઓ તેમના ઘરે આવીને લેપટોપથી ઈમેઈલ મોકલવા લાગ્યા. ધીમે-ધીમે પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે દરેક OTP તેઓ જ નાખતા હતા, દરેક SMS અને ઈમેઈલ તેઓ જ ખોલતા અને તેનો જવાબ આપતા. શહાને માત્ર એ જ માહિતી આપવામાં આવતી જે તેમને આપવાની હતી. તેમના એકાઉન્ટનું સંપૂર્ણ કંટ્રોલ કંપની પાસે જતું રહ્યું.

4 વર્ષ સુધી ખાતાથી થતી રહી ટ્રેડિંગ 

માર્ચ 2020થી જૂન 2024 સુધી શહાને કંપની તરફથી જે વિગતો મળતી હતી, તમાં બધુ બરાબર દેખાડવામાં આવતું હતું. સ્ટેટમેન્ટમાં નફો દેખાડવામાં આવતો હતો, તેથી તેમને ક્યારેય શંકા ન ગઈ કે પડદા પાછળ બીજો જ ખેલ ચાલી રહ્યો છે. પરંતુ જુલાઈ 2024માં શહાને ગ્લોબ કેપિટલના રિસ્ક મેનેજમેન્ટ વિભાગથી ફોન આવ્યો અને જણાવ્યું કે તમારા અને તમારી પત્નીના ખાતામાં 35 કરોડનું ડેબિટ બેલેન્સ છે. તમારે તે તાત્કાલિક ભરવું પડશે નહીં તો તમારા શેર વેચાઈ જશે. કંપનીમાં પહોંચ્યા પછી તેમને ખબર પડી કે તેમના ખાતાઓમાં ભારે ટ્રેડિંગ કરવામાં આવ્યું છે અને કરોડોના શેર વેચી દેવાયા છે અને અનેક વખત એક પાર્ટી સાથે Circular Trades થઈ છે. એકાઉન્ટને ધીમે-ધીમે નુકસાન તરફ ધકેલી દેવામાં આવ્યું.

શેર વેચીને 35 કરોડ ચૂકવ્યા

પરિવારની સલાહ લીધા પછી શહાએ ખુદ માર્કેટમાં પોતાના શેર વેચી દીધા અને 35 કરોડ ચૂકવી દીધા. તેમણે બાકીના શેર બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી દીધા. આ દરમિયાન જ્યારે તેમણે ગ્લોબની વેબસાઈટ પરથી મૂળ સ્ટેટમેન્ટ ડાઉનલોડ કર્યું અને જૂના ઈમેઇલમાં મળેલા સ્ટેટમેન્ટ સાથે તેની સરખામણી કરી ત્યારે ચોંકાવનારી વાત સામે આવી. બંને સ્ટેટમેન્ટમાં મોટું અંતર, ઘણી NSE નોટિસ કંપનીને મળી હતી. કંપનીએ તે નોટિસનો જવાબ શહાના નામે આપ્યો હતો, પરંતુ શહાને આ નોટિસની કોઈ જાણ નહોતી. અસલી ટ્રેડિંગ હિસ્ટ્રી ઈમેઈલમાં દર્શાવેલ ડેટાથી બિલકુલ અલગ હતી.

આ પણ વાંચો: અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી, VIDEO વાઈરલ

શહાનો દાવો છે કે કંપનીએ ચાર વર્ષ સુધી અમને ખોટી તસવીર દેખાડી, જ્યારે બીજી તરફ વાસ્તવિક નુકસાન સતત વધતું ગયું. હવે તેમણે FIR નોંધાવી છે, અને આર્થિક ગુના શાખા (EOW) એ કેસની તપાસ શરૂ કરી દીધી છે. ભરત શહાએ સમગ્ર કેસને સંગઠિત નાણાકીય છેતરપિંડી ગણાવીને કાર્યવાહીની માગ કરી છે. વનરાઈ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે જેમાં IPCની 409, 420, 465, 467, 468, 471 અને 34 કલમ સામેલ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …
INDIA

CBSE બોર્ડની ઘોર બેદરકારી ઉઘાડી પડી: પેપર ફરી ચેક થતાં જ વિદ્યાર્થિનીના 500માંથી 500 માર્ક્સ આવ્યા! …

June 23, 2026
ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…
INDIA

ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડ્યા બાદ શિંદેએ ફડણવીસનું જ ટેન્શન વધાર્યું! મંચ પરથી જ 2029 અંગે મોટી જાહેરા…

June 23, 2026
લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…
INDIA

લખનૌ અગ્નિકાંડ: તંત્રના પાપે જ 15 જીવ હોમાયા, 10 વર્ષ પહેલા જ તોડી પાડવાની હતી બિલ્ડિંગ | Lucknow Fi…

June 23, 2026
Next Post
સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna…

સિદ્ધારમૈયા અને શિવકુમારની લડાઈમાં કોંગ્રેસનું જ નુકસાન! CMની ખુરશીની ખેંચતાણ મઠ સુધી પહોંચી | Karna...

અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી, VIDEO વાઈરલ | prayagraj bride ta…

અનોખા લગ્ન : વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે 'જાન' લઈને નીકળી, VIDEO વાઈરલ | prayagraj bride ta...

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ…

વિદેશથી ચાલે છે કોંગ્રેસના અનેક સોશિયલ મીડિયા હેન્ડલ, પાકિસ્તાન-બાંગ્લાદેશથી ફેલાવાય છે એજન્ડા: ભાજપ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

વડોદરા એસ.ટી. વિભાગમાં 222 એપ્રેન્ટિસ ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ | Distribution of appointment…

8 months ago
ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

ટ્રેડર્સ માટે ખુશખબર : ઓગસ્ટથી વધી જશે સ્ટોક માર્કેટનો ટ્રેડિંગ ટાઈમ, NSEની મોટી જાહેરાત | NSE Chang…

3 weeks ago
સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

સેન્સેક્સ 187 પોઈન્ટ વધીને 79596 | Sensex rises 187 points to 79596

1 year ago
બહેનને હેરાન કરતા યુવકને ભાઈએ છરીના ઘા ઝીંકી સરાજાહેર પતાવી દીધો | Brother stabs young man who was h…

બહેનને હેરાન કરતા યુવકને ભાઈએ છરીના ઘા ઝીંકી સરાજાહેર પતાવી દીધો | Brother stabs young man who was h…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News