![]()
Prayagraj Viral Bride Baraat: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક એવા લગ્નનો વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. સામાન્ય રીતે લગ્નમાં વરરાજા ‘જાન’ લઈને જાય છે પરંતુ આ લગ્નમાં વિપરીત બન્યું. જેને જોઈને લોકો દંગ રહી ગયા. આ લગ્નમાં વરરાજા નહીં પણ દુલ્હન બેન્ડવાજા સાથે ‘જાન’ લઈને નીકળી. હવે આખા શહેરમાં આ ચર્ચાનો વિષય બની ગયો છે.
કયા કારણોસર દુલ્હન જાન લઈને ગઈ?
વીડિયોમાં દુલ્હન તનુ શાહી અંદાજમાં જાન લઈને નીકળે છે. તેની આગળ બેન્ડવાજા, DJની ધૂન અને જાનૈયા નચી રહ્યા છે, બધું એવું હતું જેવું વરરાજાની જાનમાં થાય છે. પરંતુ ફરક માત્ર એટલો હતો કે, આ જાન વરરાજા નહીં પણ દુલ્હન લઈને નીકળી હતી. આ જ કારણ છે કે, આ દ્રશ્ય ખૂબ જ અનોખું અને યાદગાર બની ગયું.
शानदार
प्रयागराज में दुल्हन लेकर पहुंची बारात #Prayagraj#UttarPradesh pic.twitter.com/QgrTz1GUHs
— Nitesh Dubey 🇮🇳 (@Niteshfearless) November 26, 2025
રિપોર્ટ પ્રમાણે પ્રયાગરાજ શહેરના કિડગંજ મોહલ્લાના નિવાસી દુલ્હનના પિતારાજેશ જયસ્વાલની પાંચ દીકરીઓ છે. તેમને કોઈ દીકરો નથી અને તેમણે હંમેશા દીકરીઓની દીકરાની જેમ ઉછેરી છે. તેમની બે મોટી દીકરીઓ રાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ અને ટેનિસ ખેલાડી છે. તેમનું સ્વપ્ન હતું કે જેવી રીતે એક વરરાજાની શાહી જાન નીકળે છે, તેવું જ સન્માન અને તે જ શાન મારી દીકરીને પણ મળે. પિતાના આ જ સ્વપ્નને પૂર્ણ કરવા માટે તેમણે પ્રિન્ટેડ આમંત્રણ (ઈન્વિટેશન કાર્ડ) બનાવ્યું અને મહેમાનોને આમંત્રણ આપ્યું.
સોશિયલ મીડિયા પર મચી ધૂમ
લગ્નના દિવસે પ્રયાગરાજના રસ્તાઓ રોશની, સંગીત અને ઉલ્લાસથી ભરાઈ ગઈ. ડીજેના બીટ્સ ગૂંજી રહ્યા હતા, લોકો નાચી રહ્યા હતા અને કેમેરા આ અનોખા ક્ષણને કેદ કરવામાં વ્યસ્ત હતા. દુલ્હન તનુ પોતાની કારમાંથી ઉતરતી વખતે સ્મિત કરે છે તે ક્ષણની ખુશી વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. તનુએ પોતાના કપડા અને એટિટ્યૂડ સાથે દરેક ક્ષણનો આનંદ માણી રહી હતી. દુલ્હનના પિતા પણ ખૂબ ખુશ હતા. તેમણે પોતાની દીકરી માટે એક સ્વપ્ન પૂર્ણ કર્યું અને જૂની પરંપરાઓને નવો રંગ આપ્યો. આ વીડિયોએ દેખાડી દીધું કે જ્યારે પરિવાર અને પ્રેમ એક સાથે હોય તો લગ્નની દરેક ક્ષણને યાદગાર બનાવી શકાય છે.
આ પણ વાંચો: આધાર કાર્ડના આધારે ઘૂસણખોરોને પણ નાગરિકતા આપી દઈએ?, SIRનો વિરોધ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટનો સવાલ
દુલ્હનની ‘જાન’ પર લોકોની પ્રતિક્રિયા
સ્થાનિક લોકોનું કહેવું છે કે, અમે પહેલી વાર કોઈ છોકરીની જાન જોઈ, જેને ખૂબ ધૂમધામ અને પરંપરાગત રોયલ્ટી સાથે કાઢવામાં આવી હતી. થોડા જ કલાકોમાં આ વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ ગયો, જેને લાખો લોકોએ શેર કર્યો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને મહિલા સશક્તિકરણનું એક શાનદાર ઉદાહરણ ગણાવ્યું. બીજી તરફ કેટલાક લોકોએ તેને ભાવનાત્મક ક્ષણ ગણાવી, કારણ કે પિતાનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થયું. આ લગ્ન માત્ર એક ધાર્મિક વિધિ નહોતા, પરંતુ એક મેસેજ પણ હતો કે દીકરીઓ પણ ઓછી નથી.










