gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ-રિસ્ક ટેક્સપેયર્સને CBDTની ચેતવણી | CBDT warns high risk taxpayers

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
વિદેશમાં છુપી સંપત્તિ ધરાવતા હાઈ-રિસ્ક ટેક્સપેયર્સને CBDTની ચેતવણી | CBDT warns high risk taxpayers
2
VIEWS
Share on FacebookShare on Twitter

કરદાતાઓ રિટર્નમાં સુધારો નહિ કરે તો તેમની સામે કાયદાકીય જોગવાઈ મુજબ તપાસ કરીને આકરાં દંડની કાર્યવાહી કરવામાં આવશે

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, ગુરૃવાર

ભારતીય નાગરિક હોય અને વિદેશની મિલકતોમાં રોકાણ કરીને તેના થકી થતી આવક જાહેર ન કરીને કરચોરી કરનારા કરદાતાઓને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ ચેતવણી આપી છે. આવતીકાલ ૨૮મી નવેમ્બરથી નોટિસ મોકલવાનું ચાલુ કરશે. તેમ જ તેમણે વિદેશની મિલકતોમાં રોકાણ કર્યું હોય અને આવકવેરાના રિટર્નમાં ન બતાવ્યું હોય તો ૩૧મી ડિસેમ્બર સુધીમાં વિદેશી મિલકતોની વિગતો સાથેનું તેમનું સુધારેલું રિટર્ન ફાઈલ કરી દેવાની ચેતવણી પણ આપી જ દેવામાં આવી છે. અન્યથા તેમની પાસેથી દંડ સહિતનો વેરો વસૂલવામાં આવશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ૨૭મી નવેમ્બરે બહાર પાડેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે તેમણે હાઈ રિસ્ક કરદાતાઓની એક વિશિષ્ટ યાદી તૈયાર કરી છે. આ યાદીમાં સમાવવામાં આવેલા ભારતીય કરદાતાઓએ વિદેશમાં મિલકતોમાં કે અસ્ક્યામતોમાં જંગી રોકાણ કરેલું છે. પરંતુ આ રોકાણની વિગતો અને તેના થકી થતી આવકની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં દર્શાવવામાં આવી નથી.

આમ તો સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે ૧૭મી નવેમ્બર ૨૦૨૪ના નોન ઇન્ટ્રુઝિવ યુસેજ ઓફ ડેટા ટુ ગાઈડ એનેબલ્ડ-નડ્જના નામ હેઠળ કરેલી પહેલમાં ઓટોમેટિક એક્સચેન્જ ઇન્ફોર્મેશનમા્ં તેમને ૨૦૨૪-૨૫ના વર્ષમાં મળેલી વિગતો મુજબ ૨૪,૬૭૮ કરદાતાઓને ચેતવણી આપ્યા પછી તેમણે તેમના રિટર્ન સુધારીને ૨૯,૨૦૮ કરોડની મિલકતોની જાહેરાત કરી હતી. તદુપરાંત વિદેશી સ્ત્રોત થકી થયેલી રૃ. ૧૦૮૯.૮૮ કરડની આવક પણ જાહેર કરી હતી.

આ વરસે મળેલી માહિતીને આધારે ૨૮મી નવેમ્બરથી આ કેટેગરીમાં આવતા કરદાતાઓને નોટિસો મોકલીને ચેતવણી આપવાનું ચાલુ કરી દેવામાં આવશે. આ કેટેગરીમાં આવતા કરદાતાઓને તેમનું સુધારેલું રિટર્ન ૩૧મી ડિસેમ્બર ૨૦૨૫ સુધીમાં ફાઈલ કરી દેવાની સૂચના આપવામાં આવશે. કરદાતા ૩૧મી ડિસેમ્બર સુધીમાં સુધારેલું રિટર્ન ફાઈલ નહિ કરે તો તેવા સંજોગોમાં તેમને આકરો દંડ  કરવામાં આવશે.

ફોરેન એકાઉન્ટ ટેક્સ કોમ્પ્લાયન્સ એક્ટ હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસને અન્ય દેશના આવકવેરા વિભાગ તરફથી કોમન રિપોર્ટિંગ સ્ટાન્ડર્ડની વ્યવસ્થા હેઠળ માહિતી મળ્યા જ કરે છે. તેની મદદથી વિદેશમાં રોકાણ કરીને ભારતમાં ભરવામાં આવેલા આવકવેરાના રિટર્નમાં ન દર્શાવેલી મિલકતોની માહિતી મળી જાય છે. તેથી  આ કેટગરીમાં આવતા કરદાતાઓને સમયસર તેમના રિટર્ન સુધારી લેવાની ચેતવણી આપવામાં આવે છે.

આ કરદાતાઓ અમેરિકા અને દુબઈ જેવા દેશોમાં મિલકતો ખરીદવામાં મોટું રોકાણ કરે છે. આ રોકાણની વિગતો તેમના આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. તેમ જ તેના થકી થતી આવક પણ આવકવેરાના રિટર્નમાં દર્શાવતા જ નથી. આ રીતે તેઓ મોટી રકમની કરચોરી કરી રહ્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો વિદેશની મિલકતોમાં કરેલું રોકાણ છુપાવે છે અને તેના થકી થતી આવક પણ છુપાવીને કરચોરી કરી રહ્યા છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ૨૦૨૫ના આવકવેરા રિટર્ન ફાઇલીંગ સિઝનમાં હાઈ-રિસ્ક કેટેગરીમાં આવનારા ટેક્સપેયર્સને એલર્ટ મેસેજ મોકલવામાં આવશે, જેથી તેઓ રિટર્ન ફરી તપાસી શકશે. તેમ જ રિટર્નમાં સુધારો પણ કરી શકશે. તેમને રિટર્નમાં સુધારો કરવાની ૩૧મી ડિસેમ્બર સુધીની મહેતલ આપવામાં આવેલી છે. આ રીતે કરદાતાઓ ભારે દંડ અથવા પ્રોસિક્યુશનથી બચી શકશે.

કેટલાક ટેક્સપેયર્સે વિદેશી બેંક એકાઉન્ટ, શેર, પ્રોપર્ટી અથવા અન્ય નાણાકીય સંપત્તિ વિદેશમાં ધરાવે છે, પરંતુ તેની જાહેરાત કરી જ નથી. બીજું, કરચોરી કરવા માટે માહિતી છુપાવવાને પરિણામે તે કરદાતાઓને આકરો દંડ થવાની શક્યતા ઉપરાત તેમની સામે કોર્ટ કેસની કાર્યવાહી થવાનો ખતરો રહેલો છે. બ્લેક મની અધિનિયમ અને આવકવેરા અધિનિયમ હેઠળ વિદેશી સંપત્તિ છુપાવવાની સજા ખૂબ જ ગંભીર છે.

ટેક્સપેયર્સને શું કરવું જોઈએ?

તેથી જ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ સલાહ આપી છે કે આ કેટગરીમાં આવતા કરદાતાઓએ પોતાના આવકવેરાના રિટર્નની સંપૂર્ણ સમીક્ષા કરી લેવી જોઈએ. તેમ જ વિદેશી એસેટ્સ તથા ઈન્કમ સાચી રીતે દર્શાવી દેવી જોઈએ. કરદાતાને જરૃર જણાય તો તેમણે સુધારેલું રિટર્ન ફાઇલ કરી દેવું જોઈએ. આ બાબત અંગે આવકવેરા ખાતાના અધિકારીઓમાં ગેરસમજ ન થાય તે માટે તેને લગતા દસ્તાવેજો પણ રજૂ કરી દેવા જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસએ કહ્યું છે કે આ પગલું ટેક્સપેયર્સને કાયદેસરની રીતે અનુરૃપ રહેવામાં મદદ કરવા અને અનાવશ્યક દંડ ટાળવા માટે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa…

ગાંધીનગરમાં ગેરકાયદેસર ચાલતા સ્પા-મસાજ પાર્લર સામે ફરી તવાઈ | Another crackdown on illegal spa massa...

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ ‘ગ્રીન યોર સ્કૂલ’ એવોર્ડ | Jivraj’s Muvada Government Scho…

જીવરાજના મુવાડા સરકારી શાળાને દેશની પ્રથમ 'ગ્રીન યોર સ્કૂલ' એવોર્ડ | Jivraj's Muvada Government Scho...

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea…

લક્ષ્મીપુરા પાસે વાહનની ટક્કરે બાઈક સવારનું મોત નીપજ્યું | Biker dies after being hit by vehicle nea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

6 months ago
જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

11 months ago
પડધરી પાસે પુરપાટ દોડતી મોટરકારે વાહનો-લોકોને હડફેટે લીધા; નાસભાગ | A speeding motor car near Paddha…

પડધરી પાસે પુરપાટ દોડતી મોટરકારે વાહનો-લોકોને હડફેટે લીધા; નાસભાગ | A speeding motor car near Paddha…

6 months ago
ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …

ટેરિફમાં ઘટાડાને ધ્યાનમાં રાખી ગોલ્ડમેન દ્વારા ભારતનો જીડીપી અંદાજ વધારાયો | Goldman raises India’s …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News