![]()
વડોદરાઃ વડોદરા જિલ્લા ભાજપમાં સંગઠનમાં હોદ્દા મેળવવા માટે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે જિલ્લા કોંગ્રેસે સંગઠનનું જમ્બો માળખું જાહેર કરી દીધું છે.
વડોદરા જિલ્લા ભાજપમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દાઓ માટે લોબિંગ થતાં પ્રદેશ મોવડીઓ દ્વારા સેન્સ લેવામાં આવ્યો હતો.પરંતુ હજી સુધી સંગઠનની જાહેરાત થઇ શકી નથી.
તો બીજીતરફ આજે જિલ્લા કોંગ્રેસના પ્રમુખે સંગઠનની રચના જાહેર કરી દીધી છે. જેમાં ૨૦ મંત્રી,૧૫ મહામંત્રી,૧૦ ઉપ પ્રમુખ,૨૫ કારોબારી સભ્યો,બે પ્રવક્તા અને સંગઠન મહામંત્રી તેમજ ખજાનચીનો સમાવેશ થાય છે.આ ઉપરાંત જિલ્લાની મહિલા કોંગ્રેસના હોદ્દેદારો માટે પણ પ્રદેશ મોવડીઓની મંજૂરી માગવામાં આવી છે.










