Jamnagar Gambling Raid : જામનગર નજીક બેડી ગરીબનગર વિસ્તારમાં કેટલાક શખ્સો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા પાંચ જુગારીઓની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 2.21 લાખની માલમતા કબજે કરી છે.
જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બેડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા એહમદ વલીમામદ ગજ્જણ, બસીર હુસેનભાઇ ગજ્જણ, નિઝામ રસીદભાઈ ચંગડા, નવાજ કાસમભાઈ તેમજ નાઝીર રજાકભાઈ માણેક વગેરેની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 96,000 ની રોકડ રકમ, પાંચ નંગ મોબાઈલ ફોન, અને બે બાઈક સહિત કુલ 2,21,000ની માલમતા કબજે કરી લીધી છે.