
National Herald Case : નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW) એ ગુનાહિત ષડયંત્રના આરોપ હેઠળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત અન્ય લોકો સામે નવી FIR નોંધી છે. આ FIR માં છ અન્ય વ્યક્તિઓ અને ત્રણ કંપનીઓને પણ આરોપી બનાવવામાં આવી છે.
ક્યારે નોંધાઈ FIR?
આ FIR એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 3 ઓક્ટોબરના રોજ કરવામાં આવેલી ફરિયાદના આધારે નોંધવામાં આવી છે.










