![]()
વડોદરા નજીક આવેલા ચાણસદ ગામના વેપારી પાસે વ્યાજના પૈસાની કડક ઉઘરાણી કરતા વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ચાંણસદ ગામમાં રહેતા ફિરોજ અબ્દુલ શેખે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી કૃષ્ણ રેસિડેન્સીમાં રહેતા મૂળ તામિલનાડુના વતની પિીઆઈમાંની વેલલાયન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ચાંણસદ પાસે દાલ પુલાવની દુકાન ચાલાવુ છું. 20 દિવસ પહેલા ધંધો બરાબર ચાલતો નહીં હોવાથી ઘર ખર્ચ માટે પૈસાની જરૂર હતી જેથી મારી દુકાને આવેલ પીઆઈમાનીએ હું પૈસા ધીરધારનો ધંધો કરું છું વ્યાજે ડાયરી બનાવી પૈસા આપું છું તેમ કહ્યું હતું મને પૈસાની જરૂર હોવાથી વ્યાજે પૈસા આપવાનું કહેતા તેણે હા પાડી હતી. મેં 15,000ની માંગણી કરતા તેને 10% વ્યાજનું જણાવેલ અને બે ત્રણ દિવસે ₹300 વ્યાજના ચૂકવવા જણાવ્યું હતું. મેં કુલ 3900 ચૂકવ્યા હતા તેમ છતાં તેણે વધુ 14100ની માંગણી કરી હતી જેથી મેં 15,000 ની સામે 3000 વ્યાજ આપવાનું હોય તેવી દલીલ કરતાં તેણે મારી પાસે પઠાણી ઉઘરાણીઓ ચાલુ કરી હતી ઉપરોક્ત ફરિયાદના આધારે પાદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.










