

પાલીતાણાના ડુંગરપુર રોડ પર આવેલ હરિરામ ગોદડીયા બાપાના આશ્રમ તરફથી ભરતદાસ બાપુ ની પુણ્યતિથિ નિમિત્તે અલગ અલગ ત્રણ શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી જેમાં પાલીતાણા એમ એમ કન્યા વિદ્યાલય, પાલીતાણા ગુજરાતી પ્રાથમિક શાળા, અને પાલીતાણાની વિરાયત સ્કૂલ સહિત કુલ મળીને 2,500 થી વધુ વિદ્યાર્થી બહેનો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી


ભરતદાસ બાપુ ગોદડીયાની પુણ્યતિથિ નિમિત્તે 2500 થી વધુ કુંવારિકા બહેનોને ભોજન પ્રસાદ કરાવવામાં આવ્યું. જેમાં ત્રણ સ્કૂલમાં હરિરામ બાપુ ગોદડીયાના પરિવાર દ્વારા સ્કૂલોના પ્રાંગણ માં રસોડા વિભાગ ની વ્યવસ્થા કરી સ્કૂલના આચાર્યો તેમજ શિક્ષકોની સામે જ શુદ્ધ ભોજન બનાવી દીકરીઓને ભોજન પ્રસાદ જમાડવામાં આવ્યું હતું જેને લઈને તમામ સ્કૂલો દ્વારા ગઢડીયા બાપુ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભોજન પ્રસાદ ની વ્યવસ્થા ને લઈને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓમાં એક અલગ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો


ઉલ્લેખનીય છે કે આજકાલ લોકો પુણ્યતિથિ ઉજવવા પાછળ અલગ અલગ ડેકોરેશન, કલાકારો તેમજ ડાયરાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે ત્યારે ગોદડીયા બાપુ પરિવાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં ભરત દાસ બાપુ ગોળ દરિયાની પુણ્યતિથિ નિમિત્તે કુવારી દીકરીઓને ભોજન કરાવીને એક નવી પહેલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જેને લઈને આવનારા સમયમાં આયુ સેવાકીય પ્રવૃતિમાં વધુમાં વધુ લોકો જોડાશે તેવી ગોદડીયા બાપુ પરિવાર દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે
અહેવાલ વિશાલ જાદવ પાલીતાણા










