![]()
Kiren Rijiju And Rahul Gandhi : રાજકારણમાં જ્યાં નેતાઓ એકબીજા પર તીખા પ્રહારો કરવામાં પાછી પાની નથી કરતા, ત્યાં આજે (6 ડિસેમ્બર) સંસદમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, ત્યારે તેઓની મુલાકાત દરમિયાન હાસ્ય અને મસ્તી જોવા મળી હતી.
રાહુલે રિજિજુ સાથે હાથ મિલાવ્યો
જ્યારે બંને નેતાઓ એકબીજાની સામે આવ્યા, ત્યારે બંનેએ દૂરથી જ એકબીજાને સ્મિત કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી આગળ વધ્યા અને કિરેન રિજિજુ સાથે હાથ મિલાવ્યો હતો. આ જોતા એવું લાગ્યું કે, જાણે કોઈ જૂના મિત્રો વર્ષો પછી મળી રહ્યા હોય. વાતચીત શરૂ થતાં જ માહોલ હળવો થઈ ગયો.
હું થોડો ડરી ગયો : રિજિજુએ રાહુલને આપ્યો હસતાં હસતાં જવાબ
કિરેન રિજિજુએ હસતાં હસતાં કહ્યું, ‘હું થોડો ડરી ગયો…’ આ સાંભળીને રાહુલ ગાંધીએ પણ મજાકીયા અંદાજમાં જવાબ આપ્યો કે, ‘મારા ઘરે આવો, સાથે એક્સરસાઇઝ કરીશું અને જૂડો લડીશું.’
આ પણ વાંચો : બાબરી મસ્જિદ બાદ હવે વધુ બે મસ્જિદ… જાણો શું કહ્યું CM યોગી આદિત્યનાથે
જૂડોથી જ ડર લાગે છે : રિજિજુ
જવાબમાં, રિજિજુએ પણ હસતાં હસતાં કહ્યું કે તેમને તો જૂડોથી જ ડર લાગે છે. રાજકારણથી પર જઈને આ બંને નેતાઓની કેમેરામાં કેદ થયેલી આ મુલાકાત લોકોને એક સકારાત્મક સંદેશ આપી રહી છે. આ સમયે રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના નેતા રાજીવ શુક્લા અને ઉદિત રાજ પણ હાજર હતા.
આ પણ વાંચો : બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું










