gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 84422 થી 87022 વચ્ચે અથડાશે | Sensex will hit between 84422 and 87022 in the…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઐતિહાસિક તેજીને ગત સપ્તાહમાં વિરામ અપાયા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનીટરી પોલિસી કમિટી (એમપીસી)એ રેપો રેટમાં અપેક્ષિત ૦.૨૫ ટકાનો ઘટાડો અને ફુગાવાના અંદાજમાં ઘટાડો કરીને ભારતીય શેર બજારોમાં પ્રાણ પૂર્યા છે. શેર બજારોમાં બેંકિંગ-ફાઈનાન્સ શેરોની આગેવાનીએ સપ્તાહના અંતે બજારે મજબૂત રિકવરી આપી છે. અલબત ધારણા મુજબ સ્મોલ, મિડ કેપ શેરોમાં વેલ્યુએશન વાસ્તવિક સ્તરે લાવવા ઘણા શેરોમાં ભાવો તૂટવાનું ચાલુ રહ્યું છે. વિશ્વના અન્ય બજારોની તુલનાએ ભારતીય બજારોમાં ઈન્ડેક્સ બેઝડ રિકવરી સાથે મજબૂતી આવી છે, પરંતુ સાઈડ માર્કેટમાં સતત થઈ રહેલા ધોવાણથી રોકાણકારોમાં નિરાશા છે. ફોરેન પોર્ટફોલિયોે ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ ભારતીય શેર બજારોમાં હજુ સતત વેચવાલ રહ્યા છે. એફપીઆઈઝની આ વેચવાલીના પરિણામે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો નવર્સ નાઈટી- ૯૦ની સપાટી તોડી ચૂક્યો છે. અમેરિકાના ભારતીય ચીજોની આયાત પર ૫૦ ટકા ટેરિફ અને હજુ રશીયા સાથેના સંબંધોને લઈ દમદાટી આપવાના ટ્રમ્પના અક્કડ વલણને કારણે વિશ્વ બજારમાં ભારતીય નિકાસોને સ્પર્ધાત્મક બનાવવા રૂપિયાનું મૂલ્ય ઘટાડવાના વ્યુહને લઈ આરબીઆઈ રૂપિયાના ઘસારાને હાલ તુરત નજર અંદાજ કરી રહી છે. ફુગાવો-મોંઘવારીનો આંક નીચો આવ્યો છે અને હજુ આરબીઆઈએ વધુ ઘટવાનો અંદાજ મૂક્યો છે. રશીયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત  અને રશીયા સાથે ભારતના ૨૦૩૦ સુધીમાં ૧૦૦ અબજ ડોલર દ્વીપક્ષી વેપાર-કરાર સહિત અન્ય ટ્રેડ એગ્રીમેન્ટની પોઝિટીવ અસર બજારમાં આગામી સપ્તાહમાં જરૂર જોવાશે. અલબત હજુ વૈશ્વિક મોરચે અમેરિકા-ટ્રમ્પના ભારત-રશીયાના મજબૂત બનતાં સંબંધોને લઈ આગામી પગલાં પર બજારની નજર રહેશે. આ ડેવલપમેન્ટ અને વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૭૮૮થી ૨૬૫૮૮વચ્ચે અને સેન્સેક્સ ૮૪૪૨૨ થી ૮૭૦૨૨ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : CRISIL LTD.

બીએસઈ (૫૦૦૦૯૨), એનએસઈ (CRISIL) લિસ્ટેડ, રૂ.૧ પેઈડ-અપ, ક્રિસિલ  લિમિટેડ(CRISIL LIMITED), એ વૈશ્વિકગ સ્તરે વૈવિધ્યસભર વિશ્લેષણાત્મક-એનાલિટીકલ કંપની છે, જે રેટિંગ્સ, રિસર્ચ, રિસ્ક અને પોલીસી એડવાઈઝરી સર્વિસિઝ પૂરી પાડે છે. ક્રિસિલ ભારતની અગ્રણી રેટિંગ એજન્સી છે અને મોટી બેંકો અને અગ્રણી કોર્પોરેશનોને હાઈ-એન્ડ રિસર્ચ પ્રદાન કરતી અગ્રણી કંપની છે.

પ્રમુખ મુદ્દાઓ :

રેટિંગ્સ બિઝનેસ (આવકના ૨૮ ટકા ) : ભારતની અગ્રણી રેટિંગ એજન્સી જેણે ૩૫,૦૦૦થી વધુ મોટા અને મધ્યમ સ્તરની એન્ટિટીઓને રેટ કરી છે. આ કંપનીનો સૌથી નફાકારક વ્યવસાય છે અને કુલ નફાના ૫૧ ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે આવકમાં માત્ર ૨૮ ટકા હિસ્સો આપે છે. સેબીના ધોરણોમાં ફેરફારને અનુસરીને કંપનીએ તેના ક્રેડિટ રેટિંગ વ્યવસાયને સંપૂર્ણ માલિકીની પેટા કંપની, ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડમાં અલગ કર્યો છે.

રિસર્ચ બિઝનેસ ( આવકના ૬૫ ટકા) : આ વ્યવસાય ચાર ક્ષેત્રોમાં ફેલાયેલો છે : 

(૧) ઈન્ડિયા રિસર્ચ : જે એક અગ્રણી સ્વતંત્ર સંશોધન ગૃહ-ઈન્ડિપેન્ડેન્ટ રિસર્ચ હાઉસ છે અને ૧૨૦૦ ભારતીય અને વૈશ્વિક ગ્રાહકો સાથે કામ કરે છે, જેમાં એસેટ્સ બેઝની રીતે ભારતના બેંકિંગ ઉદ્યોગના ૯૦ ટકાનો સમાવેશ છે. ટોચની ૨૫ સ્થાનિક કંપનીઓમાંથી ૧૫, તમામ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડો અને જીવન વીમા કંપનીઓ તમ જ વિશ્વની અગ્રણી કન્સલ્ટિંગ કંપનીઓમાંથી ચારનો સમાવેશ છે.

(૨) ગ્લોબલ રિસર્ચ એન્ડ એનાલિટિક્સ : કંપની ૧૪૦થી વધુ વૈશ્વિક અને પ્રાદેશિક નાણા સંસ્થાઓને ઉચ્ચ-સ્તરિય રિસ્ક, એનાલિટિક્સ અને રિસર્ચ સર્વિસિઝ પૂરી પાડે છે. તે વૈશ્વિક સ્તરે અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ અને કમર્શિયલ બેંકો, પ્રાઈવેટ ઈક્વિટી સાહસિકો, હેજ ફંડો અને એસેટ મેનેજમેન્ટ અને ઈન્સ્યોરન્સ કંપનીઓને સર્વિસ પૂરી પાડે છે અને વૈશ્વિક સ્તરે આર્જેન્ટિના, ચીન, પોલેન્ડ, લંડન, મેલબોર્ન, સિડની અને ન્યુયોર્કમાં કેન્દ્રો ધરાવે છે, જે ટાઈમ ઝોન અને ભાષાઓમાં ગ્રાહકોને સહાય કરે છે.

(૩) ક્રિસિલ કોલિએશન-ગઠબંધન : કંપની વૈશ્વિક ફાઈનાન્શિયલ સર્વિસિઝ ઉદ્યોગમાં ૨૫થી વધુ કોર્પોરેટસ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકોને બિઝનેસ ઈન્ટેલિજન્સ સર્વિસિઝ પૂરી પાડે છે.

(૪) ગ્રીનવિચ એસોસિયેટ્સ : જે ક્લાયન્ટ્સને તેમના વ્યવસાયિક પરિણામો સુધારવામાં મદદ કરવા માટે હાઈ-વેલ્યુડ ડેટા અને કાર્યક્ષણ ભલામણો પ્રદાન કરવામાં નિષ્ણાત છે. ગ્રીનવિચ ૨૦૨૦માં હસ્તગત કરવામાં આવી હતી અને હવે તે ક્રિસિલની ૧૦૦ ટકા પેટા-સબસીડિયરી કંપની છે.

એડવાઈઝરી બિઝનેસ (કુલ આવકના ૭ ટકા) : આ વ્યવસાય બે ક્ષેત્રોમાં ફેલાયેલો છે.

(૧) ઈન્ફ્રાસ્ટ્રકચર એડવાઈઝરી : જે માળખાગત વિકાસ ચક્રમાં સર્વિસિઝનની વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જે નીતિ અને નિયમનકારી સલાહ, ઈન્ફ્રાસ્ટ્રકચર ફાઈનાન્શિંગ, પ્રોગ્રામ મેનેજમેન્ટ અને અન્ય ક્ષેત્રોમાં સંશોધન દ્વારા ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલમેન્ટને સરળ બનાવવામાં મદદ કરે છે. કંપનીની ટીમો શહેરી વિકાસ, ઊર્જા અને નેચરલ રિર્સોસીઝ, પરિવહન અને લોજિસ્ટિક્સ તેમ જ ભારત અને અન્ય ઉભરતા દેશોમાં મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં ઈન્ફ્રાસ્ટ્રકચર અને પબ્લિક ફાઈનાન્સ પર ક્રોસ-સેકટરલ કુશળતા ધરાવે છે.

(૨) બિઝનેસ ઈન્ટેલિજન્સ અને રિસ્ક સોલ્યુશન્સ : કંપની બેંકો અને ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશ્સને નિયમનકારી અને બિઝનેસ એનાલિટિક્સ સોલ્યુશન્સ પ્રદાન કરતી અગ્રણી પ્રદાતા છે. જેની ઓફર ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટયુશન્સને કોર્પોરેટ અને ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ, કમર્શિયલ અને રિટેલ બેંકિંગ, કાર્ડસ, એસેટ મેનેજમેન્ટ અને ઈન્સ્યોરન્સ ક્ષેત્રોમાં જાણકાર નિર્ણયો લેવામાં મદદ કરે છે.

ભૌગોલિક હાજરી : કંપની ૧૨થી વદુ દેશોમાં ૪૭૦૦થી વધુ કર્મચારીઓ સાથે અસ્તિત્વ ધરાવે છે. જે યુ.એસ.એ., યુ.કે., સ્વિટ્ઝર્લેન્ડ, યુ.એ.ઈ., પોલેન્ડ, જાપાન, ચીન વગેરેમાં અસ્તિત્વ ધરાવે છે. 

ભૌગોલિક આવક વિભાજન : હાલમાં, કંપની તેની આવકના ૪૧ ટકા ઉત્તર અમેરિકામાંથી કમાય છે, ત્યાર બાદ ભારત (૨૮ ટકા), યુરોપ (૨૩ ટકા) અને બાકીના વિશ્વમાંથી (૮ ટકા) આવે છે. કંપનીના ૮૬ ટકા કાર્યબળ ભારતમાંથી કાર્યરત છે, ત્યારબાદ અમેરિકામાં (૭ ટકા), યુરોપ (૪ ટકા), એપીએસી (૨ ટકા), યુ.એ.ઈ.(૧ ટકા) આવે છે.

એસ એન્ડ પી ગ્લોબલ ઈન્ક. સાથે જોડાણ :

કંપની એસ એન્ડ પી ગ્લોબલ ઈન્કની પેટા કંપની છે. એસ એન્ડ પી સાથે તેનું જોડાણ ક્રિસિલની વ્યુહરચના અને ગવર્નન્સ સિસ્ટમને આકાર આપવામાં સ્થાનિક અને વૈશ્વિક દ્રષ્ટિકોણને મિશ્રિત કરવામાં મદદ કરે છે. ક્રિસિલ પાસે આંતરરાષ્ટ્રીય બજારમાં રેફરલ્સ અને ભાગીદારી દ્વારા એસ એન્ડ પી ગ્લોબલ બ્રાન્ડનો લાભ લેવાની તકો છે. મેનેજમેન્ટ ટીમો વચ્ચે નિયમિત ઈન્ટરફેસ જ્ઞાાન વહેંચણી અને વિચારોના ક્રોસ ફર્ટિલાઈઝેશન તરફ દોરી જાય છે.

ક્રિસિલ લિમિટેડમાં હાલમાં, એસ એન્ડ પી ગ્લોબલ ૬૭ ટકા હોલ્ડિંગ ધરાવે છે.

એક્વિઝિશન : નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં, કંપનીએ બ્રિજ ટુ ઈન્ડિયા એનજીૅ પ્રાઈવેટ લિમિટેડ, એક રિન્યુએબલ એનજીૅ કન્સલ્ટન્ટ અને નોલેક સર્વિસિઝ પૂરી પાડતી કંપની હસ્તગત કરી હતી.

વેબિનાર : નાણા વર્ષ ૨૦૨૪ના પ્રથમ છ મહિનામાં, ક્રિસિલ રેટિંગ્સે વાર્ષિક ઈન્ફ્રાસ્ટ્રકચર સમિટની તેની પહેલી આવૃતિ શરૂ કરી, જેનું શીર્ષક રિવિંગ રોડ્સ એન્ડ રિન્યુએબલ્સ હતુ અને ડેટા સેન્ટર્સ, સંગઠિત રિટેલ, ફાર્માસ્યુટિકલ્સ, પાવર, સ્ટીલ અને ક્રેડિટ ગુણવતામાં વલણો જેવા ક્ષેત્રોને આવરી લેતા વેબિનાર્સનું આયોજન કર્યું હતું.

કેએમપીમાં ફેરફાર : શ્રી ઈવાઉટ સ્ટીનબર્ગ ૨૪, માર્ચથી ક્રિસિલ બોર્ડમાંથી ડિરેકટર અને ચેરમેન તરીકે પદ છોડશે.

એઆઈઆરએ સાથે જોડાણ : નવેમ્બર ૨૦૨૩માં ક્રિસિલ રેટિંગ્સ લિમિટેડ, ક્રિસિલ લિમિટેડના ડબલ્યુઓએસ, એ એસોસિએશન ઓફ ઈન્ડિયન રેટિંગ એજન્સીઝમાં જોડાવાની મંજૂરી આપી છે અને રૂ.૫૦,૦૦૦માં એઆઈએઆરની ઈક્વિટી મૂડીમાં ૧૪થી ૧૫ ટકા ભાગીદારીને મંજૂરી આપી છે.

કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :

(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ : કુલ આવક રૂ.૩૨૬૦ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૯૨૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૯૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૬૮૪ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૩.૫૫ હાંસલ કરી, બુક વેલ્યુ રૂ.૨૪૪.૨૭ નોંધાવી છે.

(૨) પ્રથમ નવ માસિક જાન્યુઆરી ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક  ૯.૪૨ ટકા વૃદ્વિએ રૂ.૨૫૬૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૭૧૪ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૦.૪૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૫૨૫  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭૧.૭૨ હાંસલ કરી છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૫થી ડિસેમ્બર ૨૦૨૫ : કુલ આવક  રૂ.૩૫૭૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૦૧૭ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૧.૩૭ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૭૬૩ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૦૪.૩૩ અને બુક વેલ્યુ રૂ.૩૪૮.૬૦ અપેક્ષિત   છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૬ થી ડિસેમ્બર ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક રૂ.૩૯૨૫ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૧૧૮ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૨૧.૩૭ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૮૩૯ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૧૪.૭૨  અને બુક વેલ્યુ રૂ.૪૬૩ અપેક્ષિત છે.

(૫) શેર હોલ્ડિંગ પેટર્ન : ૬૬.૬૪ ટકા એસ એન્ડ પી ગ્લોબલ પ્રમોટર્સ હોલ્ડિંગ, ૧૨.૧૮ ટકા મ્યુચ્યુઅલ ફંડો, બેંકો પાસે, ૭.૮૨ ટકા એફઆઈઆઈઝ પાસે, ૬.૩૬ ટકા એચએનઆઈઝ પાસે, રિટેલ રોકાણકારો પાસે ૬.૯૯ ટકા છે.

(૬) ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૦માં ૩૩૦૦ ટકા, વર્ષ ૨૦૨૧માં ૩૯૦૦ ટકા, વર્ષ ૨૦૨૨માં ૪૮૦૦  ટકા, વર્ષ ૨૦૨૩માં ૫૪૦૦ ટકા, વર્ષ ૨૦૨૪માં ૫૬૦૦ ટકા

(૭) બુક વેલ્યુ : વર્ષ ૨૦૨૧માં રૂ.૧૪૧, વર્ષ ૨૦૨૨માં રૂ.૧૪૭, વર્ષ ૨૦૨૩માં રૂ.૨૦૪, વર્ષ ૨૦૨૪માં  રૂ.૨૪૪, અપેક્ષિત વર્ષ ૨૦૨૫માં રૂ.૩૪૯, અપેક્ષિત  વર્ષ ૨૦૨૬માં  રૂ.૪૬૩

આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) એસ એન્ડ પી ગ્લોબલના ૬૬.૬૪ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની ક્રિસિલ લિમિટેડ, (૫૦૦૦ ટકાથી વધુ ડિવિડન્ડ ચૂકવતી) પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૧૧૪.૭૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૪૬૩ સામે શેર રૂ.૪૪૫૨ ભાવે, ૩૯ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes
Business

શેરબજાર તૂટતાં રૂપિયો ગબડી 94.92 સુધી પટકાયો | Rupee plunges to 94 92 as stock market crashes

June 24, 2026
ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…
Business

ભારતમાં ચોખ્ખું FDI ચાર ગણું વધીને 6.58 બિલિયન ડોલર | Net FDI in India increases fourfold to 6 58 bi…

June 24, 2026
સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…
Business

સોનામાં રૂ.2000 તૂટયા: ચાંદીંમાં રૂ.10 હજારનો કડાકો: ક્રૂડ બજાર બેકફૂટ પર | Gold breaks Rs 2000: Sil…

June 24, 2026
Next Post
પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી | Fight with woman in Panigate Kahar Moholla

પાણીગેટ કહાર મહોલ્લામાં મહિલા સાથે ઝપાઝપી | Fight with woman in Panigate Kahar Moholla

જંબુસર તાલુકાના અસરસા ગામ પાસે દરિયા કાંઠે બોટ પલટી મારતા ONGCના ડ્રિલિંગ માટે જતા એકનું મોત | One d…

જંબુસર તાલુકાના અસરસા ગામ પાસે દરિયા કાંઠે બોટ પલટી મારતા ONGCના ડ્રિલિંગ માટે જતા એકનું મોત | One d...

રૃા.૮૦૪ કરોડથી વધુના સાયબર ફ્રોડમાં દેવગઢબારિયાના રાહુલની સંડોવણી | Rahul of Devgadhbaria involved i…

રૃા.૮૦૪ કરોડથી વધુના સાયબર ફ્રોડમાં દેવગઢબારિયાના રાહુલની સંડોવણી | Rahul of Devgadhbaria involved i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

જેલમાં બંધ જ્યોતિ મલ્હોત્રાને લઈને વધુ એક મોટો ખુલાસો, હવે સામે આવ્યું નવું કનેક્શન

1 year ago
પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…

પેટ્રોલ-ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં ‘ઇમરજન્સી વધારો’ કરી શકે છે કેન્દ્ર સરકાર | Medici…

1 month ago
ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

ગાંધીનગરમાં મેગા ડિમોલિશન: પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ | Gandhinagar M…

9 months ago
જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બોલેરોની ઠોકરે કરુણ મૃત્યુ | Tragi…

જામનગર નજીક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બોલેરોની ઠોકરે કરુણ મૃત્યુ | Tragi…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News