gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: દીકરીને તેડવા બે બસ બુક કરાવી, ટ્રાવેલ્સ એજન્ટ 34,000 વધુ વસૂલીને છેલ્લી ઘડીએ હાથ અધ્ધર કરી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: સરખેજ વિસ્તારમાં કાપડના એક વેપારી સાથે ટ્રાવેલ્સ કંપનીના માલિક દ્વારા મોટી છેતરપિંડી કરવામાં આવી છે.  ‘હની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ના સંચાલક વિમલ રજનીકાંત પંચાલે બે લક્ઝરી બસ બુક કરાવવા માટે 34 હજારની રકમ લીધી હતી. છેલ્લે ટાણે હાથ ઊંચા કરી લેતા કાપડ વેપારીનો પ્રસંગ બગડે તેવી નોબત આવી હતી.

છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

ફરિયાદી જીયાઉદ્દીન સૈયદે તેમની દીકરીના લગ્ન બાદ મહેમાનોને સંતરામપુર તેડવા લઈ જવા માટે ‘હની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ’ના સંચાલક વિમલ રજનીકાંત પંચાલ પાસે બે લક્ઝરી બસ કુલ રૂપિયા 26,000માં બુક કરાવી હતી અને એડવાન્સ પેટે રૂપિયા 15,000 પણ ચૂકવ્યા હતા. જોકે, બસ મોકલવાના સમયે જ ટ્રાવેલ્સ એજન્સીએ હાથ અધ્ધર કરી દીધા હતા, જેના કારણે વેપારીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઘટના બાદ વેપારીએ વિમલ પંચાલ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ છેતરપિંડીની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે.

એકાએક ભાડું વધારી દીધું

લગ્નના બીજા દિવસે, 7/11/2025ના રોજ બપોરે બે વાગ્યે, જ્યારે 100 મહેમાનોને તેડવા માટે બસ આવવાની હતી, ત્યારે વિમલ પંચાલે વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ આપ્યો નહોતો. છેલ્લી ઘડીએ, પંચાલે વેપારીને નિરંજન જૈન નામના અન્ય એક વ્યક્તિનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ત્યારબાદ, સાંજના ચાર વાગ્યે મહાવીર ટ્રાવેલ્સ તરફથી માત્ર એક જ બસ મોકલવામાં આવી હતી. આ તકે, નિરંજન જૈને ફોન પર ધમકી આપી કે બે બસનું ભાડું રૂપિયા 41,660 થાય છે, અને જો સંપૂર્ણ રકમ નહીં ચૂકવવામાં આવે તો આવેલી એકમાત્ર બસમાંથી મહેમાનોને ઉતારી દેવામાં આવશે. પરિણામે, પ્રસંગ બગડે નહીં તે માટે મજબૂરીમાં ફરિયાદી વેપારીએ ડ્રાઈવરને રોકડા રૂપિયા 25,000 અને Google Pay દ્વારા રૂપિયા 9,000 એમ કુલ રૂપિયા 34,000ની વધારાની રકમ ચૂકવવી પડી હતી. આ રકમ નક્કી કરેલા ભાડા કરતાં ઘણી વધારે હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ‘બોર્નવીટા’ના બોક્સની આડમાં દારૂની હેરાફેરી: રૂ. 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત

ભાડું વધાર્યા બાદ પણ બસ મોકલવામાં ધાંધિયાગીરી

વધારાના રૂપિયા 34,000 વસૂલ્યા છતાં, નિરંજન જૈને બીજી બસ મોકલવાની બાંહેધરી આપી હતી, જે એક કલાક વીત્યા છતાં મોકલવામાં આવી નહોતી. આ પરિસ્થિતિમાં બાકીના મહેમાનોને સંતરામપુર તેડવા લઈ જવા માટે વેપારીએ પોતાના ખર્ચે અલગથી નાના ખાનગી વાહનો ભાડે કરવા પડ્યા હતા. બાદમાં ફરિયાદીએ વિમલ પંચાલ અને નિરંજન જૈન પાસેથી પોતાની વધારાની રકમ પરત માંગી ત્યારે વિમલ પંચાલે ગાળો બોલી અને ખોટા વાયદા આપીને રકમ પરત કરી નહોતી. આમ, લગ્નના શુભ પ્રસંગમાં ટ્રાવેલ્સ એજન્ટોએ છેતરપિંડી કરીને વેપારીને આર્થિક અને માનસિક રીતે હેરાન કર્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…
GUJARAT

પુરુષો કરતા મહિલાઓનું ડ્રાઈવિંગ ચઢિયાતું! કારના ટ્રેક ટેસ્ટમાં પાસ થવાનું પ્રમાણ વધારે | Women Outpe…

March 30, 2026
હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…
GUJARAT

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

March 30, 2026
Next Post
જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતી સ્પેશયલ કોર્ટ…

જામનગરના વીજચોરીના કેસમાં આર.ઓ. પ્લાન્ટ ચલાવનારને બે વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કરતી સ્પેશયલ કોર્ટ...

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C…

અનિલ અંબાણીના પુત્ર સામે CBI એક્શન: રૂ.228 કરોડની છેતરપિંડીના કેસમાં FIR દાખલ | CBI registers ₹228 C...

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ …

ભાણવડના દલિત પરિવાર ઉપર જીવલેણ હુમલો કરવાના કેસમાં 10 આરોપીઓને 5 વર્ષની સજા ફરમાવતી એટ્રોસીટી કોર્ટ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ | r…

2 months ago
આરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસ પાસે નથી: ગુજરાત HCની ટિપ્પણી…

આરોપી વિદેશ પ્રવાસે જઈ શકે કે નહીં તે નક્કી કરવાની સત્તા પાસપોર્ટ ઓફિસ પાસે નથી: ગુજરાત HCની ટિપ્પણી…

6 months ago
ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર | Supreme Court refuses to stop India Pakistan cricket m…

ભારત-પાક. ક્રિકેટ મેચ રોકવા સુપ્રીમનો ઇનકાર | Supreme Court refuses to stop India Pakistan cricket m…

7 months ago
AMCના મોટા નિર્ણયો: સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે, જગન્નાથ મંદિ…

AMCના મોટા નિર્ણયો: સિંધુભવન, પ્રહલાદનગર અને દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિંગ ખુલ્લા મૂકાશે, જગન્નાથ મંદિ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News