gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના …

G METRO NEWS by G METRO NEWS
December 11, 2025
in GUJARAT
0 0
0
જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Panchmahal Fake Marriage Registration Scam: પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા તાલુકામાં બોગસ લગ્ન નોંધણીનું ચકચારી કૌભાંડ સામે આવ્યું છે. કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી કમ મંત્રી અર્જુન મેઘવાલની પોલીસે ધરપકડ કરી છે. તપાસ દરમિયાન તલાટીએ આ કૌભાંડથી કમાયેલા રૂ. 50 લાખની કબૂલાત કરી છે અને સરકારી દસ્તાવેજો પોતાના મિત્રના ઘરે સંતાડ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો, જેના આધારે પોલીસે દરોડા પાડીને તમામ રેકોર્ડ કબજે કર્યું છે.

ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી દફતર મળ્યું

મીડિયા અહેવાલો અને વીડિયોની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા વિકાસ અધિકારીએ તલાટી અર્જુન મેઘવાલને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો અને તપાસના આદેશ આપ્યા હતા. પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તલાટીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં તલાટીએ કબૂલ્યું કે તેણે ગ્રામ પંચાયતના લગ્ન નોંધણીના રજિસ્ટર અને અન્ય સરકારી દસ્તાવેજો કાલોલ તાલુકાના ડેરોલ ગામે રહેતા મિત્રના ઘરે સંતાડ્યા છે.

જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા 2 - image

લગ્ન નોંધણી સહિતના તમામ દસ્તાવેજો જપ્ત: 

તલાટીની કબૂલાતના આધારે પોલીસે ડેરોલ ગામે દરોડા પાડીને કણજી પાણી અને કરા ગ્રામ પંચાયતના લગ્ન નોંધણીના તમામ દસ્તાવેજો, રજિસ્ટર, કોરા લગ્ન નોંધણી સર્ટિફિકેટ અને વર્ષ 2025 દરમિયાન થયેલા તમામ લગ્ન નોંધણીનું રેકોર્ડ જપ્ત કર્યું છે. પોલીસે હાલમાં જપ્ત કરેલા તમામ સાહિત્યના આધારે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને કેટલા બોગસ સર્ટિફિકેટ ઇશ્યુ થયા છે, તે દિશામાં ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે.

જાંબુઘોડા બોગસ લગ્ન નોંધણી કૌભાંડ: તલાટીની ધરપકડ બાદ મિત્રના ઘરેથી સરકારી રજિસ્ટર-કોરા સર્ટિફિકેટના ઢગલા મળ્યા 3 - image

કૌભાંડ અને વીડિયોમાં તલાટીની કબૂલાત

આ સમગ્ર પ્રકરણની શરૂઆત કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી અર્જુન મેઘવાલના એક વાયરલ વીડિયોથી થઈ હતી. વીડિયોમાં તલાટી પોતે કબૂલાત કરતો જોવા મળ્યો હતો કે તેણે એક જ વર્ષના સમયગાળામાં અંદાજે 2000 જેટલા લગ્નની નોંધણી કરી છે. તેણે જણાવ્યું હતું કે તે એક લગ્ન નોંધણી દીઠ રૂ. 2500 લેતો હતો. આ રીતે તેણે કુલ રૂ. 50 લાખની ગેરકાયદેસર કમાણી કરી અને તેમાંથી રાજસ્થાનમાં જમીન પણ ખરીદી છે. પટેલ સમાજના એસપીજી ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે સમગ્ર ગુજરાતમાંથી લોકો અહીં આવીને ખોટી રીતે લગ્ન નોંધણી કરાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામ…

ધ્રોલ તાલુકાના નાના વાગુદડ ગામે એક પરણિત યુવતીના આત્મહત્યાના પ્રકરણમાં પોલીસે પતિ, સાસુ અને સસરા સામ...

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk…

રાજકોટમાં યુવકે મહિલા ભાગીદારને વાળ પકડીને ઢોર માર માર્યો, CCTV ફૂટેજ સામે આવ્યા | CCTV Reveals Rajk...

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ …

રાજ્ય સરકારના બોગસ બેન્ક ખાતાધારકોને શોધવા માટેના 'ઓપરેશન મ્યુલ હન્ટ' ની તપાસ દરમિયાન જામનગરમાં વધુ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

માર્ચથી અત્યાર સુધી પાંચ લાખ પીએનજી કનેકશન ચાલુ કરાયા | India ramps up PNG adoption with over 5 lakh…

3 months ago
મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…

મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ નેતા સામે અધધધ… 1 અબજ 24 કરોડનો દંડ, જાણો શું હતો આરોપ | MP Court Fines Co…

10 months ago
20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

20 વર્ષથી લંડન ભાગી ગયેલો આરોપી ‘ફરાર’ જાહેર, કરજણ કોર્ટનો મિલકત જપ્તીનો કડક આદેશ | karjan court ord…

2 months ago
બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર | Five day remand of accused approved in …

બનાવટી વીમા પોલીસીના કેસમાં આરોપીના પ દિવસના રિમાન્ડ મંજુર | Five day remand of accused approved in …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News