![]()
Jamnagar E Bus : જામનગર શહેરમાં હાલ સિટી બસ સેવા ઉપલબ્ધ છે.પરંતુ તેની કોઈ ખાસ ઉપલબ્ધિ મળી નથી. હવે સરકાર 50 પીએમ ઈ-બસની ફાળવણી કરનાર છે. પ્રથમ તબક્કામાં 10 બસ જામનગર મહાનગર પાલિકા ની માર્ચ માસમાં મળનાર છે. આ માટે મહાનગર પાલિકા દ્વારા વાટાઘાટો ચાલી રહી છે.
પર્યાવરણને ધ્યાનમાં રાખીને શહેરમાં ઈ-બસ દોડાવવાનો સરકારે નિર્ણય કર્યો હતો. અને 50 પીએમ ઈ-બસ જામનગર મહાનગર પાલિકાની સુપરત કરવા અને તેમાંથી 10 બસ અગામી ત્રણેક માસમાં જામનગર પહોંચતી કરવામાં આવનાર છે. આ પછી જામનગરના રસ્તા ઉપર પણ ઈ-બસ દોડતી થશે.
જામનગર નજીકના હાપા વિસ્તારમાં ઈ-બસના ચાર્જિંગ માટે ડેપો બનાવાઈ રહ્યો છે. જ્યાં એક સાથે 12 બસ ચાર્જિંગ થઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેનું કામ પણ પૂર્ણતાના આરે છે.










