એસીમાં શોર્ટ સકટ થઈ જતા આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નિકળ્યા
હોસ્પિટલમાં વ્યાપક નુકશાન,ફાયર બ્રિગેડ સ્ટાફે ભારે જહેમતે આગને કાબુમા લીધી
ધંધુકા: ધંધુકાની સરકારી હોસ્પિટલમાં શોર્ટ સકટ થઈ જતા આગ આગ ભભુકી ઉઠી હતી.આગ ભભુકી ઉઠતા હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગોટા ઉડયા હતા.અને હોસ્પિટલ સ્ટાફના અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગ્યાં નો સંદેશો ધંધુકા ફાયર બ્રિગેડ ને મળ્યા ફાયર બ્રિગેડ સ્ટાફે સ્થળ પર પહોંચ્યા હતા.અને આગ પર પાણીનો છંટકાવ કરી આગને કાબૂમાં લીધી હતી.સદ્સીબે હોસ્પિટલમાં કોઈ ઇન્ડોર પેશન્ટ નહતું. હોસ્પિટલના અંદરના અમુક ભગો બોલીને ખાક થઈ ગયા હતા.અને મોટી દુર્ધટના થતી અટકી હતી.
આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ધંધુકાની સરકારી હોસ્પિટલમાં ગરુવારે સવારના સમયે ઇલેક્ટિક શોર્ટ સકટ થઈ જતા અચાનક આગ ભભુકી ઉઠી હતી. ધંધુકા રોફરલ હોસ્પીટલને પેટા જીલ્લા હોસ્પીટલની માન્યતા મળ્યા બાદ મકાન પાડી નવી હોસ્પીટલ બનાવવાની કામગીરી ચાલુ છે. તેવામાં ધંધુકાની હોસ્પીટલ પાછળ આવેલ એક મકાનમાં ચલાવવામાં આવી રહી હતી.આ મકાનના એરકન્ડીસનમાં શોર્ટ સર્કીટ થઈ જતાં અચાનક હોસ્પિટલમાં આગ ભભુકી ઉઠી હતી.આગ લાગવાના કારણે હોસ્પિટલમાં ધુમાડાના ગોટેગોટા ઉડયા હતા.અને હોસ્પિટલ સ્ટાફના અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.આગ લાગ્યાનો સંદેશો ફાયર બ્રિગેડને મળતા ફાયર બ્રિગેડ સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સ્થળ પહોંચ્યા હતા.અને આગ પર પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી હતી.જોકે હોસ્પિટલમાં કોઈ ઇનડોર દર્દી દાખલ ન હોવાથી મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળી હતી. આ લાગી ત્યારે સમય સૂચકતા દેખાવી હોસ્પિટલ સ્ટાફ બહાર આવી ગયો હતો.આગમાં હોસ્પિટલનું એસી અને ફનચર સહિતની તબીબી સાધનો ખાક થઈ જવા પામ્યા હતા.હોસ્પિટલના વાયરીંગ ખરાબ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.