
– સંબંધો સામાન્ય બનાવવા ભારત અને ચીનના પ્રયાસ
– બિઝનેસ વિઝા ચાર સપ્તાહમાં મળી શકશે, અન્ય બધા જ વિઝા માટેની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં
નવી દિલ્હી : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફના કારણે અમેરિકા સાથે સંબંધોમાં ઉતાર-ચઢાવ વચ્ચે ભારતે પૂર્વીય લદ્દાખમાં સરહદના વિવાદ છતાં ચીન સાથે સંબંધો સુધારવા પહેલ કરી છે. ભારતે ચીનમાંથી ટૂંકા સમય માટે ભારત આવતા પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયા ઝડપી કરવાનો નિર્ણય કર્યો છે. ભારતે વિઝા આપવા માટેની તપસામાં લાગતો સમય ઘટાડીને મહિનાની અંદર ચીનની કંપનીઓને બિઝનેસ વિઝા આપવાની યોજના બનાવી છે. જોકે, ચીનના બધા વિઝા અરજદારોની વર્તમાન તપાસ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરાયો નથી તેમ સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું.










