Congress Leader Vijay Wadettiwar news: મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી વિજય વડેટ્ટીવારે મહાન સિંગર લતા મંગેશકરના પરિવારને લૂંટારૂઓની ગેંગ કહેતા હોબાળો સર્જાયો છે. લતા મંગેશકરના પરિવારે સમાજ ક્યારેય ભલાઈનું કામ નથી કર્યું એમ કહીને વડેટ્ટીવારે મંગેશકર પરિવાર વિશે ઘણી વાંધાનજક ટિપ્પણીઓ કરી હતી. જો કે, કોંગ્રેસ નેતાના નિવેદનો અંગે હજુ સુધી લતા મંગેશકરના પરિવાર તરફથી કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી.
કેમ આવું બોલ્યાં કોંગ્રેસના નેતા?
ખરેખર તો પૂણેના દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં કથિતરૂપે દાખલ કરાયા બાદ એક ગર્ભવતી મહિલાનું મોત થઈ જતાં વિવાદ સર્જાયો હતો. જેના બાદ કોંગ્રેસ નેતાએ મંગેશકર પરિવારની આકરી ટીકા કરી હતી. ભાજપના એમએલસી અમિત ગોરખેના અંગત સચિવની પત્ની તનીષા ભિસેને કથિતરૂપે 10 લાખ રૂપિયા જમા ન કરાવતા ચેરિટેબલ, મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડી દેવામાં આવી હતી. તેના બાદ તેણે બે જોડિયાં દીકરીઓને જન્મ આપ્યો અને પછી તે મૃત્યુ પામી ગઈ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં શશિ થરુરે કહ્યું – યુનિવર્સિટીઓના શિક્ષણમાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિ સંકટમાં
કોંગ્રેસ નેતાનું આક્રમક વલણ…
વડેટ્ટીવારે કહ્યું કે મંગેશકર પરિવાર માનવતા પર કલંક છે. તે લૂંટારૂઓની ગેંગ છે. શું તમે ક્યારેય સાંભળ્યું છે કે તેમણે સમાજ માટે કોઈ યોગદાન આપ્યું હોય? ફક્ત એટલા માટે કે તેઓ સારું ગાય છે તેમની પ્રશંસા થાય છે. જે વ્યક્તિએ હોસ્પિટલ માટે જમીન દાન કરી તેની સાથે જ સારું વર્તન ન થયું. ચેરિટી હોસ્પિટલ શરૂ કરવા અને ગરીબ લોકોને લૂંટવાનું કામ બંધ થવું જોઇએ.
ખિલારે પાટિલ પરિવારે દાન કરી હતી જમીન
ઉલ્લેખનીય છે કે પૂણેના એરન્ડવણે વિસ્તારમાં 6 એકરમાં ફેલાયેલી 800 બેડ ધરાવતી હોસ્પિટલમાં મજની ખિલારે પાટિલ પરિવારે દાન કરી હતી. 2001માં સ્થાપિત આ હોસ્પિટલનું નામ મરાઠી ગાયક અને અભિનેતા દીનાનાથ મંગેશકરના નામે રખાયું હતું જે મહાન ગાયિકા અને ભારત રત્નથી સન્માનિતા લતા મંગેશકરના પિતા છે.