gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી | Gujarat SIR 2026…

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતની SIR 2026ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 73 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી | Gujarat SIR 2026…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat SIR: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી હતી. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવી હતી. હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આજે(19 ડિસેમ્બર) રાજ્ય ચૂંટણી પંચ ડ્રાફ્ટ મતદાર યાદી સત્તાવાર વેબસાઇટ http://ceo.gujarat.gov.in પર જાહેર કરાઈ છે. 4.34 કરોડ મતદારો નોંધાયા છે અને 73.73 લાખ મતદારોના નામ કપાયા છે. ત્યારે આ ડ્રાફ્ટ મતદાર યાદીમાં જે કોઈ મતદારનું નામ ન હોય તો તેઓ વાંધો રજૂ કરી શકશે. મતદાર 18મી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે. મતદાર પોતાનું નામ ચકાસી શકે છે. તમારું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં છે કે નહીં ચકાસવા અહીં ક્લિક કરો.

જેમનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં તે શું કરે?

• 18મી જાન્યુઆરી, 2026 સુધીમાં જે મતદારો મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સબંધી જે કંઇ વાંધા-દાવા રજૂ કરવા માંગતા હોય તેઓ તે રજૂ કરી શકશે. તેઓ આધાર પૂરાવા સાથે ફોર્મ-6 ભરીને નામ જોડવા માટે અરજી કરી શકે છે. એકથી વધુ જગ્યાઓ પર મતદાર તરીકે નોંધણી કરવી ગુનો છે.

• 10મી ફેબ્રુઆરી, 2026 સુધીમાં ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાઓની સત્યતા ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે.   

73,73,327 મતદારોના નામ દૂર કરાયા

રાજ્યમાં BLO દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા અને બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા. ડ્રાફ્ટ મતદારયાદી પ્રસિદ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 થઈ ગઈ છે. એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે.

કયા કયા મતદારોના નામ દૂર કરાયા

• અવસાન પામેલા મતદારો- 18,07,278
• ગેરહાજર મતદારો- 9,69,662
• કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553
• બે જગ્યાએ નોંધાયેલા મતદારો- 3,81,470 હતા.
• અન્ય- 1,89,364 હતા.

મતદાર પોતાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં નીચે દર્શાવેલ માધ્યમ વડે ચકાસી શકશે

•    વેબસાઇટ http://ceo.gujarat.gov.in
•    વોટર પોર્ટલ : voters.eci.gov.in
•    ECINET App
•    BLO પાસેથી
•    જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી/ERO/AERO કચેરી ખાતેથી 

મતદાર યાદીમાં નામ નોંધાવવા માટેની સૂચના

• તા.1-1-2026ની લાયકાતની તારીખે 18 વર્ષ પૂરા કરનાર યુવાનો ફોર્મ નં.6 ભરીને તેઓનું નામ આખરી મતદાર યાદી કે જે તા.17-2-2026ના રોજ પ્રસિદ્ધ થવાની છે તેમાં દાખલ કરાવી શકે છે.

• જો આપનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં ન હોય તો મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે ફોર્મ નં.6 ભરીને તેની સાથે ડેક્લેરેશન રજૂ કરીને તથા જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકો છો.

• જો ડ્રાફ્ટ મતદાર યાદીમાં દર્શાવેલ વિગતોમાં કોઇ ભૂલ હોય તો ડેક્લેરેશન સાથે ફોર્મ નં.8 ભરીને જરૂરી આધાર પુરાવાના દસ્તાવેજ સામેલ રાખીને ઓન લાઇન/ઓફ લાઇન અરજી કરી શકાય છે.

• ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઇ પણ પ્રકારનો વાંધો રજૂ કરવા માટે ફોર્મ નં.7 ભરીને અરજી કરી શકાશે.

27 ઓક્ટોબરે શરૂ થયું હતું SIR અભિયાન

નોંધનીય છે કે, 27મી ઓક્ટોબરે SIR અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ મતદાર યાદી સુધારણા કામગીરી વિવાદમાં સપડાઇ હતી કેમકે, વધુ પડતાં કામના બોજને પગલે પાંચેક બુથ લેવલ ઓફિસરના મૃત્યુ થયા હતાં જેના કારણે હોબાળો મચ્યો હતો. એટલુ જ નહીં, રાજ્ય ચૂંટણી પંચ પર માછલા ધોવાયા હતાં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…
GUJARAT

તાતણીયા-કરજાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં 2ના મોત, 1ને ઈજા | 2 killed 1 injured in accident near Tata…

May 12, 2026
પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …
GUJARAT

પ્રેમ લગ્ન કર્યા હોવાની દાજે 3 શખ્સે યુવાનને છરીના ઘા ઝીંકી દીધા | 3 men stabbed a young man on the …

May 12, 2026
વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…
GUJARAT

વેકેશનમાં શિક્ષણ કાર્ય શરૃ રાખનાર 3 શાળાને ડીઇઓની નોટિસ | DEO notice to 3 schools for starting teach…

May 12, 2026
Next Post
હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ | Halol ST Depo Deadly Att…

હાલોલ એસટી ડેપોમાં ધોરણ 11ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો, વીડિયો થયો વાયરલ | Halol ST Depo Deadly Att...

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ…

રાજ્યભરના બાર એસો.ની યોજાઈ ચૂંટણી, 1.25 લાખ વકીલોનું મતદાન, પ્રથમવાર મહિલા અનામતે જગાવ્યો નવો ઉત્સાહ...

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર ન…

રાજ્યના વહીવટી તંત્રમાં મોટો ફેરફાર: GAS કેડરના 8 અધિકારીઓની વિવિધ જિલ્લાઓમાં RACની ખાલી જગ્યાઓ પર ન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

1 month ago
મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

મુંબઇના બે ગઠિયાઓએ કાપડના વેપારીને ૩.૯૦ કરોડની છેતરપિંડી કરી | Economics offence wings file 4 crore …

8 months ago
જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ | 3 people died…

જામનગર જિલ્લા જુદા-જુદા 3 હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ વ્યક્તિના વાહનની ઠોકરે અપમૃત્યુ | 3 people died…

6 months ago
સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર | surat dind…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News