gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 6…

G METRO NEWS by G METRO NEWS
December 20, 2025
in GUJARAT
0 0
0
ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 6…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Grant in Aid Schools: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી અંગે મોટો નિર્ણય લીધો છે. જે મુજબ હવે ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવાશે. ગ્રામ્યમાં 55 ટકા તો શહેરી વિસ્તારમાં 80 ટકા વિધાર્થીઓની હાજરી શાળામાં ફરજિયાત કરી દેવામાં આવી છે. જો નવા ઠરાવ મુજબ હાજરી નહીં હોય તો સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટમાં કાપ મૂકવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી અને શહેરમાં 60 ટકાથી ઓછી હાજરી હશે તો શાળાની 100 ટકા ગ્રાન્ટ કપાશે.

કેમ ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો?

શિક્ષણ વિભાગે ઠરાવ જાહેર કરતાં જણાવ્યું છે કે શાળાનું શૈક્ષણિક કાર્ય નિયમિત અને અસરકારક રીતે થાય તથા શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી હાજરી બાબતે શાળાના સંચાલકો અને શિક્ષકો સતત પ્રત્યનશીલ રહે તે કારણે ગ્રાન્ટ કાપનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગ્રાન્ટ અને લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઇન એઇડ શાળા નવા ઠરાવ મુજબ જો ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી હાજરી હશે તો 100 ટકા ગ્રાન્ટ કપાશે તેમજ શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કાપી નાખવામાં આવશે. 

શહેરી વિસ્તારની શાળામાં હાજરી મુજબ કેટલી ગ્રાન્ટ?

શહેરી વિસ્તારની શાળાઓમાં જયારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 80 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 75થી 97 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 75 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 70થી 74  ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 70 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 65થી 69 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 65 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જ્યાં 60થી 64 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 60 ટકા સામે દર્શાવેલ 80 ટકા ગ્રાન્ટકાપ રહેશે. અને 60 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ આપવાનો રહેશે.

ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 60%નું ધોરણ નક્કી 2 - imageગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 60%નું ધોરણ નક્કી 3 - imageગ્રાન્ટ ઇન એઇડ શાળાઓ માટે કડક નિયમ: હાજરી ઓછી હશે તો 100% ગ્રાન્ટ કપાશે, ગ્રામ્યમાં 40% તો શહેરમાં 60%નું ધોરણ નક્કી 4 - image

ગ્રામ્ય વિસ્તારની શાળામાં હાજરી મુજબ કેટલી ગ્રાન્ટ?

ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં જ્યારે સરાસરી હાજરી તમામ વર્ગોમાં વિદ્યાર્થી પ્રવેશ સામે 55 ટકા હોય તો કોઈ ગ્રાન્ટકાપ આપવાનો રહેતો નથી પરંતુ જે કિસ્સામાં 50થી 54 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 50 ટકા સામે દર્શાવેલ 25 ટકા ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 45થી 49 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 45 ટકા સામે દર્શાવેલ 50 ટકા ગ્રાન્ટકાપ, જે કિસ્સામાં 40થી 44 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 40 ટકા સામે દર્શાવેલ 75 ટકા ગ્રાન્ટકાપ અને જ્યાં 40 ટકાથી નીચે ટકાવારી હોય ત્યારે 100 ટકા ગ્રાન્ટકાપ કરવાનો રહેશે.

આ પણ વાંચો: વર્ગ-3ની ભરતી પરીક્ષાની પદ્ધતિ બદલાઈ, ટેકનિકલ અને નોન-ટેકનિકલ પરીક્ષાના નવા ગુણભાર જાહેર

આ ઉપરાંત મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ 2.0 અંતર્ગત પસંદ થયેલી રાજ્યની ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકીય સુવિધાઓ સંગીન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન શિક્ષણ વિભાગ હેઠળની આવી ગ્રાન્ટ ઇન એઇડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓને સહાય 80:20ના પ્રમાણમાં ચૂકવવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…
GUJARAT

‘વાઈબ્રન્ટ’ ગુજરાતમાં બે વર્ષમાં 801 સગર્ભા સહિત 12700 લોકો HIV નો શિકાર, સરકારની પોલ ખુલી! | Gujara…

May 10, 2026
ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…
GUJARAT

ગુજરાતની જેલો હાઉસફૂલ : 14108 ની ક્ષમતા સામે 17000થી વધુ કેદી, જેમાં 5231 દોષિત | Gujarat Prisons Ru…

May 10, 2026
અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …
GUJARAT

અમદાવાદમાં ધોળકા-બગોદરા હાઈવે પર દારૂ ભરેલી આઈસર પલટી: પોલીસ તપાસમાં ‘ચોર ખાના’નો પર્દાફાશ | Dholka …

May 10, 2026
Next Post
વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા…

વાંસની ડિઝાઈન અને ફૂલ જેવા થાંભલા! 4 હજાર કરોડના ખર્ચે ભારતનું પ્રથમ પ્રાકૃતિક થીમવાળું એરપોર્ટ તૈયા...

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી …

હવાનું પ્રદૂષણ અટકાવવા વડોદરા મ્યુનિ.કમિશનર અરુણ બાબુના પ્રયાસો : 127 કન્સ્ટ્રક્શન સાઇટ પર તપાસ કરી ...

‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર | Modi G…

‘સરકારે મનરેગા પર બુલડોઝર ફેરવ્યું, અમે લડીશું’, જી રામ જી બિલ મુદ્દે સોનિયા ગાંધીના પ્રહાર | Modi G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બ…

જોડીયાના જીરાગઢ ગામે તથા બોડકાગામે થયેલી બે લુંટની ઘટનાનો એલસીબીની ટુકડીએ ભેદ ઉકેલ્યો : મહીલા સહિત બ…

7 months ago
ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

7 months ago
ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ | Lawyers cannot be summo…

ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ | Lawyers cannot be summo…

6 months ago
ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

ઓઇલ-ગેસ પુરવઠામાં વિક્ષેપથી કંપનીઓની આવક પર અસર થશે | Disruptions in oil and gas supplies will impac…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News