અનેક સ્થળોએ ભવ્ય શોભાયાત્રાનું આયોજન : હનુમાન મંદિરો, દેરીઓને ધજા-પતાકા રોશનીના શણગારરૂ મારૂતિ યજ્ઞા, હનુમાન ચાલીસા, સુંદરકાંડના પાઠ, બટુક ભોજન સહિતના કાર્યક્રમો
રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્રમાંશનિવારે તા. 12ના હનુમાન જયંતિનં ધર્મપર્વની ભવ્ય ઉજવણી થશે. સવારથી હનુમાન મંદિરો, ડેરીઓમાં દર્શનાર્થે ભાવિકો ઉમટશે. આ ઉપરાંત ઠેર-ઠેર મારૂતિ યજ્ઞા, હનુમાન ચાલિસાના તથા સુંદરકાંડના પાઠ, બટુક ભોજનનું આયોજન કરાયું છે. આ ઉપરાંત અનેક સ્થળે શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે.
મોરબીના દરબારગઢ ખાતેના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ધજા આરોહણ, બપોરે 12 કલાકે મહાઆરતી અને સાંજે 7 કલાકે સંધ્યા આરતી ઓરકેસ્ટ્રાના સથવારે યોજાશે તેમજ સાંજે મહાપ્રસાદ અને રાત્રીના શ્રી રોકડિયા હનુમાનજી મંદિર ચોકમાં સુંદરકાંડ પાઠનું આયોજન કરેલ છે. જે મહોત્સવનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા જણાવ્યું છે.
જસદણના આટકોટ રોડ, ચિત્તલીયા કુવા રોડ, આદમજી રોડ, સ્ટેશન રોડ, ગઢડીયા રોડ, કમળાપુર રોડ, લાતીપ્લોટ, વાજસુરપરા, મોતી ચોક, શાક માર્કેટ જેવા અનેક વિસ્તારો અને વિવિધ સોસાયટીઓમાં હનુમાન જયંતિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવશે. હનુમાન ચાલીસા રામધૂન સમૂહ આરતી સાથે બટુક ભોજન યોજાશે.
સાવરકુંડલા સ્થિત શ્રી તાત્કાલિક હનુમાનજી આશ્રમ, કે.કે. હાઇસ્કૂલ પાછળ ખાતે વિવિધ કાર્યક્રમોનુંપણ આયોજન કરવામાં આવ્યું છે. વિનામુલ્યે એક્યુપ્રેશર નિદાન અને કુદરતી ઉપચાર કેમ્પ બપોરે 4 થી સાંજે 6 દરમિયાન યોજાશે. ત્યારબાદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સાવરકુંડલાના સહયોગથી રાત્રે 6 થી 9 દરમિયાન રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 7કલાકે ભગવાન હનુમાનજી મહારાજની આરતી યોજાશે. તથાત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરાયું છે. બગસરાના નટવરનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કેસરિયા ગુ્રપ દ્વારા તેમજ સમસ્ત ગામ દ્વારા કરવામાં આવશે. સવારે 21 કુંડી હવન અને બપોરે 4 કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે કેસરિયા દાદાના હનુમાન મંદિરે પુર્ણ થશે. સાંજના સમયે સમસ્ત ગામનો જમણવાર કરવામાં આવશે. જમણવાર પૂરો થતા જ રાત્રિના સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે.