Gujarat Police Recruitment 2025: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા હજારો યુવાનો માટે અત્યંત સારા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પોલીસ વિભાગમાં વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરી હતી. આ ભરતી પ્રક્રિયા માટેની ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 3 ડિસેમ્બર 2025થી થઈ હતી, જેની અંતિમ તારીખ 23 ડિસેમ્બર 2025 હવે નજીક છે. ત્યારે ઉમેદવારો વહેલી તકે અરજી કરે.
સત્તાવાર વેબસાઈટ પર કરો અરજી
• અરજી કરવા ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.inની મુલાકાત લેવી.
• 3/12/2025 બપોરે 2 વાગ્યે અરજીની શરૂઆત થઈ.
• અરજી કરવાની છેલ્લી તારીખ: 23/12/2025ના રોજ રાતે 11:59 વાગ્યા સુધી.
કુલ જગ્યાઓ અને કેડર મુજબ વિગતો
પીએસઆઈ કેડર (PSI Cadre) – કુલ 858 જગ્યાઓ
• બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-659
• હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર-129
• જેલર ગ્રુપ 2- 70
લોકરક્ષક કેડર (Lokrakshak Cadre) – કુલ 12,733 જગ્યાઓ
• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31















ઉલ્લેખનીય છે કે, અગાઉ લેવાની ભરતીની પ્રક્રિયા પૂર્ણ થયા હોવા છતાં કોસ્ટેબલ સંવર્ગના એલઆરની મેરીટની જાહેરાત કે તેમની ટ્રેનિંગની જાહેરાત કરવામાં આવી નથી. હજુ અગાઉની ભરતીની પીએસઆઈનું મેરીટ પણ બાકી છે. જેના કારણે હવે ઉમેદવારોએ તૈયારી કરવામાં પણ મૂંઝવણ સામે આવી શકે એમ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એકદમ ધીમી ગતિએ કરવામાં આવતી પોલીસ ભરતીની પ્રક્રિયાને કારણે યુવાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળે છે.










