gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…

G METRO NEWS by G METRO NEWS
December 23, 2025
in Business
0 0
0
સોનાના ભાવ વધતા સામાજિક રિવાજો પણ બદલાયા, બીજી તરફ ફિઝિકલ ગોલ્ડના બદલે ETFનું આકર્ષણ વધ્યું | Busine…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gold Silver Prices: ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ આજે વધીને 1,36,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે, જે ગઈકાલે 1,34,170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. વધુમાં, 22 કેરેટ સોનાનો ભાવ વધીને 1,24,810 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે, અને 18 કેરેટ સોનાનો ભાવ વધીને 1,02,120 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. ભારતમાં આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ વધીને 2,19,100 રૂપિયા થયો છે.

સામાન્ય લોકોનું બજેટ ખોરવાયું

છેલ્લા કેટલાક સમયથી સોના-ચાંદીના ભાવમાં આગ ઝરતી તેજી છે. આ બંને કિંમતી ધાતુમાં રોકાણ કરનારા લોકોને તગડું રિટર્ન મળી રહ્યું છે. બીજી તરફ સામાજિક પ્રસંગોમાં સોના-ચાંદીના વ્યવહારોના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ સંજોગોમાં કેટલાક સમાજે લગ્ન પ્રસંગોમાં સોના-ચાંદીના દાગીનાના વ્યવહારો બંધ કરવા કે ઘટાડવાના પણ નિર્ણયો લીધા છે. મહત્ત્વનું છે કે, સોનાના ભાવ વધતા ટ્રેન્ડ પણ બદલાયો છે. લોકોમાં ગોલ્ડ ETFમાં રોકાણ કરવાનું આકર્ષણ પણ વધી રહ્યું છે. ત્યારે સોનાના સતત વધતા ભાવ અંગે રોકાણકાર, વેપારી, ગૃહિણી અને સામાજિક આગેવાન, શું કહે છે, તે જાણીએ. 

સોના-ચાંદીના દાગીનાની ખરીદીમાં 50% ઘટાડોઃ વેપારી

સોના-ચાંદીના દાગીનાના વેપારી દિલીપભાઈએ જણાવ્યું કે, સોનાનો ભાવ વધ્યો છે તેનાથી ગ્રાહકો પર અસર પડવાથી વેપારીઓને પણ તકલીફ પડે છે. ગ્રાહકો ખરીદીમાં બહુ જ ધ્યાન રાખે છે. ખરીદ શક્તિ ઘણી ઓછી થઈ ગઈ છે. અંદાજિત 40થી 50 ટકાનો તો અત્યારે ઘટાડો ખરીદીમાં દેખાય જ છે પણ ગ્રાહકને ખરીદવું હોય પણ નથી ખરીદી શકતા. તેથી તેઓ લાઈટ વેઇટ દાગીના પર વધારે ફોકસ કરે છે. અત્યારે તો 40થી 50 ટકાનો ધંધામાં ઑલરેડી ઘટાડો જ છે. આગામી સમયમાં જો આવું રહ્યું તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સોનાના ભાવ વધારાથી લોકો ચાંદી તરફ આકર્ષાય છે ચાંદીમાં પણ સારી ડિઝાઇનો મળી રહે છે, પરંતુ તેનો ભાવ પણ ખાસ્સો વધ્યો છે. એટલે કસ્ટમરને તકલીફ તો છે જ. 

સુવિધા મુજબ 1-1 ગ્રામ ગોલ્ડ અથવા ગોલ્ડ ઈટીએફ લેવાઃ એક્સપર્ટ

ઈન્વેસ્ટમેન્ટ એક્સપર્ટ સુનિલભાઈએ જણાવ્યું કે, અત્યારે સોનાના ભાવ જે રીતે વધી રહ્યા છે હવે એમાં સામાન્ય માણસ માટે  ખરીદી કરવી બહુ મુશ્કેલ છે. જો કે, આ માટે ઘણાં ઓપ્શન છે. સોનાની જગ્યાએ ચાંદીમાં થોડું થોડું ઇન્વેસ્ટ કરો. ચાંદી પણ સોના કરતા ડબલ સ્પીડે વધી રહ્યું છે, તો જરૂર પડ્યે ચાંદીને સોનામાં કન્વર્ટ કરી શકાય છે. એટલે કે, ચાંદી વેચીને સોનું ખરીદી શકાય છે. મધ્યમ પરિવારે ગોલ્ડ ખરીદવું હોય તો એવું જરૂરી નથી કે અત્યારે મોટી રકમમાં જ લેવું. નાની એમાઉન્ટમાં 1-1 ગ્રામ ગોલ્ડ લેવું, જે રીતે પૈસાની સગવડ હોય, જે રીતે બચત થતી હોય, એ રીતે તમે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. અથવા ઈટીએફમાં 2000 ભાવ છે, તો 2000ના ગોલ્ડ ઈટીએફ લઈ શકાય. એ ફિઝિકલ સાચવવું ન પડે કારણ કે, તે તમારા એકાઉન્ટમાં સચવાઈ રહે છે.

સોનું લેવા માટે પણ લોન લેવી પડશેઃ ગૃહિણી

સોનાના ભાવમાં થયેલા વધારા વિશે ગૃહિણી ધરાબહેને જણાવ્યું કે, સોનાના ભાવ તો વધ્યા જ છે. પહેલાનો ભાવ પ્રમાણે પણ મોંઘું જ હતું. જેમ જેમ મોંઘવારી વધે એમ મોંઘું લાગતું હતું, પણ તોય એ વખતે બાઈંગ કેપેસિટી હતી. એઝ અ હાઉસવાઇફ એમ થાય કે થોડું ઘણું 5 કે 10 ગ્રામ થોડું લઈને મૂકી દઈએ. પણ હવે જે રીતની સ્થિતિ સર્જાઈ છે, એ પ્રમાણે તો એમ થાય કે ગોલ્ડ લોનના બદલે ગોલ્ડ લેવા લોન લેવી પડશે. આવું થઈ ગયું છે. એટલે સોનું લેવા માટે પણ હવે પ્લાનિંગ કરવું પડશે એવું થઈ ગયું છે. જેમ જેમ પૈસા ભેગા થાય એમ એમ 5 ગ્રામ કે એક અથવા બે ગ્રામ ભેગું કરીને લેવું જ પડે તો જ ઈઝી પડે. કારણ કે સોનું એ જ વસ્તુ છે, જે કાલ કોઈ ઈમર્જન્સી આવે તો એ વેચીને તે સિચ્યુએશન ફેસ કરી શકીએ.  

ભરવાડ સમાજમાં લગન કરવા માટે મર્યાદિત સોનું આપવાનું વિચારવું પડશેઃ આગેવાન

ભરવાડ સમાજના આગેવાન છગનભાઈએ સોનાના સતત વધતા ભાવ વિશે જણાવ્યું કે, ભરવાડ સમાજમાં સોનાની લેતીદેતીનું દુષણ ઊભું થઈ ગયું છે. એટલે ભરવાડ સમાજે એક નવી દિશા અપનાવવી પડશે અને સોનાની લેવડ દેવડ પર કાપ મૂકી સમાજમાં દાખલો બેસાડવો પડશે. કારણ કે 20% લોકો એવા છે જે સક્ષમ છે, બાકીના 80% સક્ષમ નથી. એમાં પણ 20% લોકો સિવાય 80% લોકો પોતાના દીકરા-દીકરીના સગપણ નથી કરી શકતા અને તે પણ સોનાના વધતા ભાવના કારણે. એમાં પણ સામેવાળા પક્ષો સોનું માંગે છે તો એમની પાસે કોઈ વ્યવસ્થા નથી હોતી એટલે દીકરા-દીકરીઓના સગપણ થતા નથી. સમાજે આ દિશામાં એક કાર્યવાહી કરવી પડે કે, છોકરા-છોકરીના લગન કરવા માટે મર્યાદિત સોનું આપવું. ચાર તોલા પાંચ તોલા એવું એક મર્યાદાના ભાગરૂપે સોનું આપવું જોઈએ. જેથી દીકરા દીકરીઓને પોતાના યોગ્ય જીવન સાથી મળી રહે. 

આ પણ વાંચો: Gold Silver Price : સોના-ચાંદીની કિંમતોએ જૂના તમામ રેકોર્ડ તોડ્યા, સતત બીજા દિવસે ઑલ ટાઈમ હાઈ

છેલ્લા 10 વર્ષના સોનાના ભાવ (24 કેરેટ)

વર્ષ પ્રતિ દસ ગ્રામ ભાવ
2025 1,31,000 – 1,37,000
2024 77,000 – 78,000
2023 63,000 – 65,000
2022 52,000 – 55,000
2021 48,000 – 48,700
2020 48,600 – 50,000
2019 35,000 – 39,000
2018 31,000 – 31,400
2017 29,000 – 29,700
2016 28,000 – 28,600
2015 26,000 – 26,300

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77000 થી 79500 વચ્ચે અથડાશે | Sensex will hit between 77000 and 79500 in the…

April 26, 2026
સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …
Business

સોના-ચાંદી ઉંચકાયા : પ્રીમિયમ વધ્યા પ્લેટીનમ 2000 ડોલર કુદાવી ગયું | Gold and silver rise: Premiums …

April 26, 2026
ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…
Business

ટેકાના ભાવે ઘઉં ખરીદીનો ટાર્ગેટ 15 ટકા વધારીને 3.45 કરોડ ટન કરાયો | Wheat procurement target at supp…

April 26, 2026
Next Post
સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

સર્વોત્તમ ડેરી દ્વારા રજત જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનો થયેલો પ્રારંભ

વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h…

વડોદરામાં ઠંડીનો પારો 1.6 ડિગ્રી ઘટીને 12.6 ડિગ્રી છતાં ઠંડીમાં સામાન્ય વધારો | Vadodara : mercury h...

વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા ‘આપ’ દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ…

વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય અપાવવા 'આપ' દ્વારા દેખાવો : પીઆઈએલ દાખલ કરાશ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ | ED crossed all limits and violated the Constitut…

ઇડીએ તમામ હદો પાર કરી બંધારણનો ભંગ કર્યો: સુપ્રીમ | ED crossed all limits and violated the Constitut…

11 months ago
સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

સગીર વયની માતાએ ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું | A minor mother ended her life by hanging herself

4 weeks ago
છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત | Chhattisgarh …

છત્તીસગઢ લીકર કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ CMના પુત્રની કરોડોની સંપત્તિ જપ્ત | Chhattisgarh …

5 months ago
NFOના ધસારાના જોરે મ્યુ. ફંડમાં સાત લાખ નવા રોકાણકારો જોડાયા | Seven lakh new investors join mutual …

NFOના ધસારાના જોરે મ્યુ. ફંડમાં સાત લાખ નવા રોકાણકારો જોડાયા | Seven lakh new investors join mutual …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News