ગાંધીનગરની સામાજિક પ્રવૃત્તિઓમાં સદાય અગ્રેસર સંસ્થા પારસમણિ ફાઉન્ડેશન દ્વારા સળંગ ત્રીજા વર્ષે ‘મસ્તી કી પાઠશાલા’ બે દિવસનો બાળકો માટે આખા દિવસનો કેમ્પ આયોજિત કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં વિષય નિષ્ણાત દ્વારા યોગ, ડાન્સ, ક્રાફ્ટ, ડ્રોઇંગ, ડ્રામા, પપેટ શો, ટ્રેડિશનલ રમતો, જાદુ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. ગાંધીનગર સેક્ટર – 22 ખાતે આવેલા વિદ્યાભારતી પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે શનિવાર – રવિવાર તારીખ 3-4 મે દરમિયાન આખા દિવસનો સમર કેમ્પ એરકંડીશન હોલમાં આયોજિત કરવામાં આવ્યો છે. મસ્તી કી પાઠશાલા સમર કેમ્પમાં સવારનો નાસ્તો અને બપોરનું ભોજન આપવામાં આવશે તેમજ કેમ્પના અંતે સર્ટિફિકેટ આપવામાં આવશે. આ સમર કેમ્પમાં ભાગ લેવા પારસમણિ ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત મો. 9426880400 પર સમર કેમ્પ લખીને વોટ્સેપ કરતા કેમ્પના ફોર્મની લીન્ક મોકલી આપવામાં આવશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે એમ રિદ્ધિ થોરાત દ્વારા જણાવવામાં આવ્યું છે.