gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57

G METRO NEWS by G METRO NEWS
January 9, 2026
in Business
0 0
0
ગોલ્ડ-સિલ્વર રેશિયો 57ની આસપાસ 12 વર્ષના તળિયે | Gold silver ratio at 12 year low around 57
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ચાંદીએ હવે સોનાને પછાડયું

– માર્ચ 2013માં ગુણોત્તર 56.4 હતો, જ્યારે માર્ચ 2020માં સોનું ચાંદી કરતાં 113 ગણું મોંઘું હતું

અમદાવાદ : વૈશ્વિક બજારમાં ચારેકોર હાલ માત્ર ચાંદીની જ બોલબાલા છે. સૌથી મોટા સેફહેવન ગણાતા સોનાની જગ્યાએ હાલ ચાંદીની જ ચર્ચા થઈ રહી છે. ચાંદીએ ૨૦૨૫ના વર્ષમાં ૧૫૦ ટકાથી વધુના બમ્પર રિટર્ન સાથે સોનાને પાછળ છોડી દીધી હતી. તેવામાં હવે સોના-ચાંદીનો રેશિયો પણ ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે.

સોના-ચાંદીના ભાવનો ગુણોત્તર એટલેકે ગોલ્ડ ટૂ સિલ્વર રેશિયો તાજેતરની ભારે ઉથલપાથલને કારણે અત્યારે ૨૦૧૩ પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. બુધવારે ગુણોત્તર લગભગ ૫૭ની આસપાસ નોંધાયો હતો, જ્યારે એપ્રિલ ૨૦૨૫ના અંતે આ રેશિયો પાંચ વર્ષના ઉચ્ચતમ સ્તર ૧૦૦.૮ પર હતો. આનો અર્થ એ થયો કે ચાંદી હવે સોના કરતાં નોંધપાત્ર રીતે વધુ મોંઘી છે. માર્ચ ૨૦૧૩માં આ ગુણોત્તર ૫૬.૪ હતો, જ્યારે માર્ચ ૨૦૨૦માં સોનું ચાંદી કરતાં ૧૧૩ ગણું મોંઘું હતું.

બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીનો ભાવ ૭૮.૬ ડોલર પ્રતિ ઔંસ હતો, જ્યારે સોનું ૪૪૬૩.૬ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું. ફેબુ્રઆરી ૨૦૨૫ના અંતથી ચાંદીના ભાવમાં ૧૫૨ ટકાનો બમ્પર વધારો જોવા મળ્યો છે. આ જ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં પણ ૫૬.૨ ટકાનો વધારો થયો છે. છેલ્લા ૧૨ મહિનામાં ચાંદીનું પ્રદર્શન એપ્રિલ, ૨૦૧૧ પછી સોના સામે સૌથી મજબૂત માનવામાં આવે છે.

છેલ્લા ૫૦ વર્ષોમાં, સોના-ચાંદીનો સરેરાશ ગુણોત્તર ૬૩.૪ રહ્યો છે, પરંતુ આ ગુણોત્તર હંમેશા સ્થિર રહ્યો નથી. ડિસેમ્બર ૧૯૭૯માં રેશિયો ૧૫.૯ના તળિયે પહોંચ્યો હતો, જ્યારે એપ્રિલ ૨૦૨૦માં ૧૧૨.૭ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ડિસેમ્બર ૧૯૭૯માં ચાંદીનો ભાવ સોનાના ભાવનો માત્ર સોળમો ભાગ હતો. તે સમયે ચાંદી ૩૨.૨ ડોલર પ્રતિ ઔંસ અને સોના ૫૧૨ ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યાં હતા. એપ્રિલ ૨૦૧૧માં ચાંદીમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી અને કિંમત ૪૭.૯૧ ડોલર પર પહોંચી હતી.

ભવિષ્યમાં ચાંદી સોના કરતાં વધુ મોંઘી થઈ શકે છે. આ મુખ્યત્વે ઇલેક્ટ્રોનિક્સ અને સોલાર પેનલ જેવા ઉદ્યોગોમાં ચાંદીની ઝડપથી વધતી માંગને કારણે છે અને સપ્લાયમાં નરમાઈ પણ એક મહત્વનું કારણ બની શકે છે. સિલ્વર ઇન્સ્ટિટયૂટ અનુસાર ૨૦૨૦થી ચાંદીની ઔદ્યોગિક માંગ વાષક સરેરાશ ૫.૮ ટકાના દરે વધી છે, જ્યારે કુલ સપ્લાય વાર્ષિક માત્ર ૧.૧ ટકા જ વધ્યો છે.

૨૦૨૫માં ચાંદીનું માઈનિંગ પ્રોડક્શન ૮૩૫ મિલિયન ઔંસ થવાનો અંદાજ છે, જે ૨૦૧૬ કરતા ૭.૨ ટકા ઓછું છે. આ જ સમયગાળા દરમિયાન, ઔદ્યોગિક ઉપયોગ માટે ચાંદીની માંગમાં ૩૮ ટકાનો વધારો થયો છે, જ્યારે સોલર પેનલમાં વપરાતી ચાંદીની માંગમાં ૧૪૦ ટકાનો જંગી વધારો થયો છે. 

ઔદ્યોગિક માંગ હવે વૈશ્વિક ચાંદીની માંગમાં આશરે ૫૯ ટકા હિસ્સો ધરાવે છે, જે ૨૦૧૬ના અરસામાં ૪૯.૪ ટકા હતી.

ચાંદી એક કિંમતી જ નહિ, આવશ્યક ધાતુ પણ બની

ચાંદીના ઈન્ડસ્ટ્રીથી લઈને સોલર પેનલ, ઇલેક્ટ્રોનિક્સ અને હવે ડેટા સેન્ટર સહિત ચારેકોર ઉપયોગ વધવાને કારણે ચાંદી હવે માત્ર એક કિંમતી જ ધાતુ નથી રહી, પરંતુ તે એક અતિ-આવશ્યક અને મહત્વપૂર્ણ ધાતુ બની રહી છે. રોકાણકારો અને ઇલેક્ટ્રોનિક્સ અને સોલર કંપનીઓમાં ચાંદી માટે સ્પર્ધા વધી છે, જેના કારણે છેલ્લા એક વર્ષમાં ભાવમાં તીવ્ર વધારો થયો છે. તાજેતરમાં, વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ચાંદી ઉત્પાદક ચીન, તેના ઇલેક્ટ્રોનિક્સ અને સોલર ઈન્ડસ્ટ્રીને પૂરતો સપ્લાય મળે તે સુનિશ્ચિત કરવા માટે ચાંદીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સોનું માત્ર રોકાણ માધ્યમ, સેન્ટ્રલ બેંકોનું ફેવરિટ

ચાંદીથી વિપરીત સોનાના ભાવમાં વધારાનું મુખ્ય કારણ રોકાણ માંગ છે. કેન્દ્રીય બેંકો, ખાસ કરીને બિન-પશ્ચિમી દેશોની સેન્ટ્રલ બેંકો, ડોલર અને યુરો જેવી ચલણો પરની તેમની નિર્ભરતા ઘટાડવા માટે સોનું ખરીદી રહી છે. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્રીય બેંકોએ કુલ ૪૫૧૫ ટન સોનું ખરીદ્યું છે, જે આ સમયગાળા દરમિયાન કુલ માંગના આશરે ૨૦ ટકા છે.

જોકે ૨૦૨૫માં કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની નેટ ખરીદીમાં વાર્ષિક ધોરણે ૨૨.૫ ટકાનો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)એ સોનાની માંગ માટેનો જ સૌથી મોટો ટેકો પૂરો પાડયો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર ગોલ્ડ ઈટીએફએ ૨૦૨૫માં વાર્ષિક ૮૨૫ ટન સોનું ખરીદ્યું, જે ૨૦૨૪માં ૬.૪ ટન નેટ વેચાણ હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP…

ઈડીના દરોડામાં આઈ-પેક ઓફિસમાંથી મમતા ફાઈલો લઈ જતા રહેતા હોબાળો | Uproar as Mamata take files from IP...

તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું | Woman dies after contracting rabies in Trapa…

તળાજાના ત્રાપજ ગામે મહિલાનું હડકવા ઉપડયા બાદ મોત થયું | Woman dies after contracting rabies in Trapa...

ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amid…

ઈંદોરની જેમ જળકાંડની દહેશત વચ્ચે, અમદાવાદમાં ૩૦૦ કરોડના ખર્ચે પાણી-ડ્રેનેજની જુની લાઈન બદલાશે | Amid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at railway station an…

રેલ્વે સ્ટેશન તથા બસ ડેપો ખાતે મુસાફરોનો ભારે ઘસારો | Heavy rush of passengers at railway station an…

10 months ago
ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા | Accused gets one year in prison in Dhrangadh…

ધ્રાંગધ્રામાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા | Accused gets one year in prison in Dhrangadh…

5 months ago
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું

શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે 4 મહિનામાં ખરીદી 36.61 કરોડની જમીન, 57 લાખનું વિદેશી દાન મળ્યું

1 year ago
ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? | Priva…

ટ્યુશન કરતા સરકારી શિક્ષકો પર મોટી કાર્યવાહી, કોચિંગ ક્લાસ ચલાવતા સરકારી અધિકારીઓ પર ક્યારે? | Priva…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News