
Stray Dogs Mass Killing in Telangana: એક તરફ દેશની સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાનોના મુદ્દે ગંભીર સુનાવણી ચાલી રહી છે, ત્યારે બીજી તરફ તેલંગાણામાંથી માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજ્યના કામરેડ્ડી અને હમનકોંડા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન આપેલા વચનો પૂરા કરવા માટે સ્થાનિક સરપંચોએ કથિત રીતે એક અઠવાડિયામાં 500 જેટલા શ્વાનોનો સફાયો કરી નાખ્યો છે. આ અમાનવીય કૃત્ય બદલ એનિમલ એક્ટિવિસ્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઝેરી ઇન્જેક્શન આપી શ્વાનોનો સંહાર
માહિતી મુજબ, 12 જાન્યુઆરી, 2026ના રોજ ‘સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા’ સાથે જોડાયેલા ગૌતમ નામના એક્ટિવિસ્ટે માચારેડ્ડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.










