![]()
જામનગરની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા કે જેઓએ ગત ૨૦૨૫ ના વર્ષ દરમિયાન ટ્રાફિકને લગત વાહન ચાલકો પાસેથી સમાધાન પેટે 15,26,500 જેટલો દંડ વસૂલ કરી ટ્રાફિક નિયમન કરવા અંગે નિષ્ઠાપૂર્વકની કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.
જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા ટ્રાફિક શાખા ના કર્મચારી મનોહરસિંહ ઝાલા ને પોતાની કચેરીમાં બોલાવી પ્રશંસા પત્ર એનાયત કર્યો હતો, અને વિશેષથી સન્માન કર્યું હતું.










