Jharkhand News : આજે દેશભરમાં ભારત રત્ન ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ સન્માન અને ગૌરવ સાથે ઉજવવામાં આવી રહી છે. દેશના લોકો બાબાસાહેબના યોગદાનને યાદ કરીને તેમની બંધારણ નિર્માણની ભૂમિકાને નમન કરી રહ્યા છે, જોકે ઝારખંડ સરકારના મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન કરી બંધારણની મજાક ઉડાવતા રાજકારણ ગરમાયું છે.
શરિયત બંધારણથી ઉપર : હફીજુલ હસન
ઝારખંડ સરકારના મંત્રી હફીજુલ હસને (Hafizul Hasan) બંધારણ અંગે કરેલું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે, તેમના માટે શરિયત બંધારણથી ઉપર છે. આ નિવેદન બાદ વિપક્ષો, ખાસ કરીને ભાજપે રોષ વ્યક્ત કર્યો છે.
હફીજુલે શું કહ્યું ?
ભાજપ નેતા બાબુલાલ મરાંડી (Babulal Marandi)એ સોશિયલ મીડિયા એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં મંત્રી હસન એવું બોલી રહ્યા છે કે, ‘મારા માટે શરિયત મોટું છે, અમે છાતી પર કુરાનને રાખીએ છીએ અને હાથમાં બંધારણને… મુસ્લિમ પહેલા શરિયતને માનતો હોય છે, તેથી અમે પહેલા શરિયતને અપનાવીશું, ત્યારબાદ બંધારણને…’
આ પણ જુઓ : VIDEO-કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ભાજપ નેતાને ફટકાર્યા, શર્ટ ફાડ્યો, જાણો કેમ થયો વિવાદ
હસન માત્ર પોતાના સમુદાય પ્રત્યે વફાદાર : ભાજપ
બાબુલાલ મરાંડીએ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મંત્રી હાફિઝુલ હસન માટે બંધારણ નહીં પણ શરિયત મહત્ત્વપૂર્ણ છે. તેઓ ફક્ત તેમના સમુદાય પ્રત્યે વફાદાર છે. ચૂંટણી દરમિયાન તેઓએ દલિતો, ગરીબો, આદિવાસીઓ પાસેથી મત માંગ્યા અને હવે તેઓ ઈસ્લામિક એજન્ડો ચલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.’