ED Summons Robert Vadra in Money Laundering Case: હરિયાણાના શિકોહાબાદ જમીન કૌભાંડ કેસમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ રોબર્ટ વાડ્રાને બીજીવાર સમન્સ પાઠવ્યું છે. આ પહેલાં તેમને 8 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું પરંતુ, તે ED સામે હાજર નહતા થયા. વાડ્રાને આજે ફરી ED સામે હાજર થવાનું કહેવામાં આવ્યું છે. EDએ મની લોન્ડરિંગની આશંકામાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, તેમની કંપની સ્કાઈલાઇટ પ્રાઇવેટ લિમિટેડને ગુરૂગ્રામમાં 3.53 એકડ જમીન 7.50 કરોડની કિંમત પર કોલોની ડેવલપ કરવાના નામે પર આપવામાં આવી હતી, જે તેમણે બારોબાર વેચી દીધી હતી.
આ પણ વાંચોઃ ભારતની પ્રત્યાર્પણ વિનંતિના પગલે મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ
શું હતો સમગ્ર કેસ?
આ મામલો 2008નો છે. તે સમયે હરિયાણામાં ભૂપેન્દ્ર હુડ્ડા મુખ્યમંત્રી હતાં. હરિયાણા સરકારે આ જમીનમાંથી 2.70 એકડ જમીનને કોમર્શિયલ કોલોનીના રૂપે ડેવલપ કરવાની મંજૂરી આપતા વાડ્રાની કંપનીને લાઇસન્સ આપ્યું હતું. પરંતુ, કોલોની વિકસિત કરવાની બદલે તેમની કંપનીએ આ જમીનને 2012માં 58 કરોડ રૂપિયામાં DLF યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી.
આ પણ વાંચોઃ ટ્રેડવૉરના કારણે 2021ના ભાવમાં વેચાઈ રહ્યું છે ક્રૂડ ઓઇલ, પેટ્રોલ-ડીઝલ પર પ્રજાને રાહત ક્યારે?
રોબર્ટ વાડ્રા પર શું છે આરોપ?
રોબર્ટ વાડ્રા પર આરોપ છે કે, હરિયાણા સરકાર પાસેથી ઓછી કિંમતે મળેલી જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચીને રોબર્ટ વાડ્રાની કંપની સ્કાઈલાઇટ હોસ્પિટેલિટી પ્રાઇવેટ લિમિટેડે કરોડોની કમાણી કરી હતી. તેમની કંપનીએ 18 સપ્ટેમ્બર, 2012ના દિવસે સેલ ડીલ દ્વારા આ જમીનને ડીએલએફ યુનિવર્સલ લિમિટેડને વેચી દીધી હતી. પરંતુ, હરિયાણા સરકારે ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગે લાઇસન્સને ટ્રાવ્સફર કરવાની ફાઇનલ મંજૂરી નહતી આપી.