gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 82345 | Sensex jumps 487 points to 82345

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 487 પોઈન્ટ ઉછળીને 82345 | Sensex jumps 487 points to 82345
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભારત-ઈયુ ફ્રી ટ્રેડ ડિલથી વિદેશી ફંડોનું મોટાપાયે શોર્ટ કવરિંગ

મુંબઈ : ભારત અને યુરોપીયન યુનિયન-ઈયુ વચ્ચે ગઈકાલે મેગા ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં દેશના ઉદ્યોગોમાં નિકાસ મોરચે અનિશ્ચિતતાના વાદળો વિખેરાવાની આશાએ અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી ફરી પટરી પર આવી જવાની અપેક્ષા તેમ જ હવે અમેરિકા પર પોતાનું અક્કડ વલણ છોડશે અને ભારત સાથે ટ્રેડ ડિલ કરવા તૈયાર થશે એવી અપેક્ષાએ આજે ફંડોએ સતત બીજા દિવસે શોર્ટ કવરિંગ સાથે તેજી કરી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા મોટાપાયે શોર્ટ કવરિંગ થવા સાથે આજે સંખ્યાબંધ શેરોમાં ખરીદી થઈ હતી. કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં વેચાણો કપાયા સાથે મોટી ખરીદી થતાં અને ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડો લેવાલ બનતાં તેજી આક્રમક બની હતી. આ સાથે ઓટોમોબાઈલ, બેંકિંગ, મેટલ-માઈનીંગ, આઈટી, રિયાલ્ટી શેરોમાં પણ ફંડોના કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. અલબત કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં સતત વેચવાલીનું દબાણ રહ્યું હતું. સેન્સેક્સ ૪૮૭.૨૦ પોઈન્ટ ઉછળીને ૮૨૩૪૪.૬૮ અને નિફટી ૫૦ સ્પોટ ૧૬૭.૩૫ પોઈન્ટ વધીને ૨૫૩૪૨.૭૫ બંધ રહ્યા હતા. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો આજે કેશમાં શેરોમાં ફરી નેટ ખરીદદાર બન્યા હતા. શેરોમાં આક્રમક તેજીએ આજે રોકાણકારોની સંપતિ-બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કપિટલાઈઝેશન વધુ રૂ.૫.૮૬ લાખ કરોડ વધ્યા સાથે બે દિવસમાં રૂ.૭.૯૭ લાખ કરોડનો વધારો થયો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં આક્રમક તેજી : ડાટાપેટર્ન રૂ.૩૧૧, સીજી પાવર રૂ.૫૧, મઝગાંવ રૂ.૧૬૯ વધ્યા

ભારત-યુરોપીયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડિલથી રિન્યુએબલ એનજીૅ ક્ષેત્રે મોટી  બિઝનેસ તકોની અપેક્ષાએ કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફરી તેજીના મંડાણ થઈ આજે ફંડોએ મેગા કવરિંગ સાથે તેજી કરી હતી.  ઝેનટેક રૂ.૮૭ વધીને રૂ.૧૩૬૨.૯૦, ભારત ડાયનામિક્સ રૂ.૯૭.૨૫ વધીને રૂ.૧૫૬૯.૯૫, કોચીન શિપ રૂ.૯૯.૮૫ વધીને રૂ.૧૬૨૨.૬૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૨૭૩.૯૫ વધીને રૂ.૪૬૨૫.૮૦, ભેલ રૂ.૧૧.૭૫  વધીને રૂ.૨૫૯.૬૫, જયોતી સીએનસી રૂ.૪૩.૨૦ વધીને રૂ.૮૪૦.૮૫, એસ્ટ્રલ રૂ.૫૧.૫૦ વધીને રૂ.૧૪૫૨.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૩૧૬.૦૧ પોઈન્ટ ઉછળીને ૬૫૫૯૬.૨૭ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ ઈન્ડેક્સની ૧૦૬૫ પોઈન્ટની છલાંગ : ઓઈલ ઈન્ડિયા રૂ.૪૨, ઓએનજીસી રૂ.૨૧ ઉછળ્યા

ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે મોટી તેજી કરી હતી. ઓઈલ ઈન્ડિયા રૂ.૪૧.૯૦ વધીને રૂ.૪૯૦.૫૦, ઓએનજીસી રૂ.૨૦.૬૦ વધીને રૂ.૨૬૮.૬૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૮.૧૦ વધીને રૂ.૧૬૮.૧૦, પેટ્રોનેટ એલએનજી રૂ.૧૩.૦૫ વધીને રૂ.૨૯૦.૭૦, એચપીસીએલ રૂ.૧૩.૯૫ વધીને રૂ.૪૩૩.૪૫, ઈન્ડિયન ઓઈલ કોર્પ રૂ.૩.૮૫ વધીને રૂ.૧૬૨.૮૦, બીપીસીએલ રૂ.૫.૦૫ વધીને રૂ.૩૬૨.૪૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬ વધીને રૂ.૧૩૯૭.૦૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૦૬૪.૯૫ પોઈન્ટ ઉછળીને ૨૮૦૭૭.૮૭ બંધ રહ્યો હતો.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૮૬ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૫૩ લાખ કરોડ

ફંડોની આજે ઈન્ડેક્સ બેઝડ સતત તેજી સાથે સંખ્યાબંધ એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૮૬ લાખ કરોડ વધીને રૂ.૪૫૯.૫૩ લાખ કરોડ રહ્યું હતું.

બેંકિંગ શેરોમાં ફંડો તેજીમાં આવ્યા : યુનિયન બેંક, યશ બેંક, કેનેરા બેંક, બીઓબી, પીએનબી, સ્ટેટ બેંક વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડો વેચાણો કાપીને તેજીમાં આવ્યા હતા. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૬.૪૫ વધીને રૂ.૧૮૨,  યશ બેંક ૪૪ પૈસા વધીને રૂ.૨૧.૪૭, કેનેરા બેંક રૂ.૩.૦૫ વધીને રૂ.૧૫૭.૮૦, બેંક ઓફ બરોડા રૂ.૪ વધીને રૂ.૩૦૬.૧૫, પીએનબી રૂ.૧.૬૦ વધીને રૂ.૧૨૪.૫૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૯.૯૦ વધીને રૂ.૧૦૬૨.૮૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૭૯.૬૨ પોઈન્ટ ઉછળીને ૬૭૧૮૩.૭૯ બંધ રહ્યો હતો. 

ઓટોમોબાઈલ શેરોમાં પસંદગીની તેજી : બજાજ ઓટો રૂ.૮૭, મહિન્દ્રા રૂ.૨૯, મારૂતી રૂ.૧૧૯ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓ માટે યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલથી ભારતમાં લકઝરી કાર સેગ્મેન્ટમાં હરિફાઈ તીવ્ર બનવાની શકયતા અને ચાઈનીઝ કાર કંપનીઓની યુરોપ થકી ભારતમાં એન્ટ્રીની શકયતાને લઈ ફંડોની ઓટો શેરોમાં ગઈકાલે મોટી વેચવાલી બાદ આજે શોર્ટ કવરિંગ થતું જોવાયું હતું. બજાજ ઓટો રૂ.૮૬.૯૫ વધીને રૂ.૯૧૮૨.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૮.૫૫ વધીને રૂ.૩૬૫૩.૩૫, મારૂતી સુઝુકી રૂ.૧૧૯.૪૦ વધીને રૂ.૧૬,૬૯૬.૫૫, આઈશર મોટર્સ રૂ.૩૬.૦૫ વધીને રૂ.૭૩૩૫.૦૫, ટીવીએસ મોટર રૂ.૧૬.૮૦ વધીને રૂ.૩૭૦૨.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૨.૪૩ પોઈન્ટ વધીને ૫૯૩૦૩.૧૫ બંધ રહ્યો હતો. 

મેટલ ઈન્ડેક્સ ૮૧૪ પોઈન્ટ ઉછળ્યો : જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૩, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨ વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે સતત મોટી ખરીદી રહી હતી. મેટલ ક્ષેત્રે યુરોપીયન યુનિયન સાથે ટ્રેડ ડિલ થતાં ભારત અને યુરોપના દેશો વચ્ચે બિઝનેસ તકો વધવાની અપેક્ષાએ પણ સતત ફંડો લેવાલ રહ્યા હતા. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૫.૨૫ વધીને રૂ.૨૫૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૧૪.૧૮ પોઈન્ટ વધીને ૩૯૮૭૦.૧૪ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં શોભા ડેવલપર્સ રૂ.૪૬ વધીને રૂ.૧૪૧૬ : ડીએલએફ, લોઢા ડેવલપર્સ, ગોદરેજ વધ્યા

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં પણ ફંડોની આજે ફરી પસંદગીની ખરીદી થઈ હતી. શોભા ડેવલપર્સ રૂ.૪૬.૪૫ વધીને રૂ.૧૪૧૫.૭૦, ડીએલએફ રૂ.૧૬ વધીને રૂ.૬૨૫.૪૦, લોઢા ડેવલપર્સ રૂ.૨૦.૪૫ વધીને રૂ.૯૨૭.૮૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૩૩.૮૫ વધીને રૂ.૧૫૫૦.૯૫, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૩૦.૩૦ વધીને રૂ.૧૪૨૧.૫૦ રહ્યા હતા.

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં વેચવાલી અટકી ઘટાડે એક્યુમ્યુલેશન શરૂ : ૨૮૬૬ શેરો પોઝિટીવ બંધ

ભારત -યુરોપીય યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ ડિલની પોઝિટીવ અસરે સતત બીજા દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ શેરોમાં પોઝિટીવ અસર સાથે ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે  ફંડો, ખેલંદાઓએ એક્યુમ્યુલેશન શરૂ કર્યાની ચર્ચા વચ્ચે માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૭૮ અને વધનારની સંખ્યા ૧૮૦૩થી વધીને ૨૮૬૬ રહી હતી.

DIIની રૂ.૩૩૬૦ કરોડની ચોખ્ખી ખરીદી : FPIs/FIIની રૂ.૪૮૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશમાં રૂ.૪૮૦.૨૬  કરોડની ચોખ્ખી ખરીદી રહી  હતી. કુલ રૂ.૨૧,૦૪૪.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૦,૫૬૪.૨૪ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૩૩૬૦.૫૯  કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૯,૫૭૮.૩૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૨૧૭.૮૦ કરોડની વેચવાલી થઈ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …
Business

મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

May 17, 2026
નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…
Business

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

May 17, 2026
Next Post
ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર | Gujarat Erupts Against…

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર | Gujarat Erupts Against...

7.50 કરોડનું મનરેગા કૌભાંડ : હાઈકોર્ટે કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય સહિત 10ના જામીન ફગાવ્યા…

7.50 કરોડનું મનરેગા કૌભાંડ : હાઈકોર્ટે કોંગી નેતા હીરા જોટવા, પુત્ર દિગ્વિજય સહિત 10ના જામીન ફગાવ્યા...

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered…

પાલિતાણા શત્રુંજય ગિરિરાજ પર દેરાસરમાં ફોટોગ્રાફીને લઈ જૈન સમાજમાં રોષની આગ | Jain community angered...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે વૃધ્ધ પકડાયો | Old man caught with whale fish vomit …

1 કરોડથી વધુની કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી સાથે વૃધ્ધ પકડાયો | Old man caught with whale fish vomit …

4 months ago
આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

આણંદ જિલ્લામાં 10 દિવસથી જન્મ- મરણના દાખલાની કામગીરી ઠપ | Birth and death certificate work stalled i…

8 months ago
બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

7 months ago
‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી

‘માત્ર આધાર કાર્ડ જ નાગરિકતાનો પૂરાવો નથી’, SIR પર સુનાવણી દરમિયાન SCની ટિપ્પણી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News