gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી

G METRO NEWS by G METRO NEWS
January 30, 2026
in GUJARAT
0 0
0
આ વર્ષનો ભવનાથ મહાશિવરાત્રી મેળો અત્યાર સુધીનો સૌથી ભવ્ય અને યાદગાર મેળો બનશે: નાયબ મુખ્યમંત્રી
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ, સંજીવ રાજપૂત: એબીએનએસ: જૂનાગઢમાં ગીરનારની તળેટીમાં યોજાતા વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના સુચારૂ આયોજન માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સાધુ-સંતો અને વહીવટી તંત્ર સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સાધુ સંતો અને શ્રદ્ધાળુઓની સુવિધાઓ માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. આગામી તા. ૧૧ થી ૧૫ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર આ મહાશિવરાત્રી મેળાને વધુ યાદગાર અને ભવ્ય બનાવવા માટે આ વર્ષે પ્રથમવાર સાધુ સંતોના નગર પ્રવેશ સાથે અલૌકિક નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૧ ફેબ્રુઆરીએ સાંજે તમામ સાધુ સંતોના આગમન સમયે તેમનું ભવ્ય સ્વાગત કરવા ભવ્યાતિભવ્ય નગરયાત્રા નીકળશે.

મહાશિવરાત્રી મેળા અંગે વિગતે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર મેળો બની રહેશે. જૂનાગઢમાં યોજાતા ‘મીની કુંભ’ મહાશિવરાત્રી મેળામાં પધારતા સાધુ સંતો અને શ્રદ્ધાળુઓને આવકારવા વહીવટી તંત્ર સજ્જ છે.

શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને દર વર્ષે રવેડી રૂટ ૧.૫ કિ.મી. નો હોય છે જેમાં ૫૦૦ મીટરનો વધારો કરીને આ વર્ષે ૨ કિ.મી કરવામાં આવ્યો છે, જેથી પવિત્ર નાગા સાધુઓની રવેડીના દર્શનનો મહત્તમ શ્રદ્ધાળુઓને લાભ મળી શકે.

નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સરકાર દ્વારા આ વર્ષે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવશે. દર વર્ષે અંદાજે ૧૬૦૦ પોલીસ જવાનોને ફરજો સોંપવામાં આવે છે જેની સંખ્યા વધારીને આ વર્ષે ૨૯૦૦થી વધુ કરવામાં આવી છે.

મેળામાં કોઈપણ અનીચ્છનીય બનાવ ન બને તે હેતુથી સમગ્ર વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગ, અવર જવરના રસ્તાઓ, રહેવાની સુવિધા માટે ડોર મેટરી જેવી અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

રાજ્ય સરકારના ટૂરિઝમ વિભાગ દ્વારા સમગ્ર રૂટનું ભગવાન ભોલેનાથની થીમ પર સુશોભન કરવામાં આવશે. જૂનાગઢ શહેરને પણ રોશનીથી શણગાર કરવામાં આવશે. સમગ્ર રૂટમાં અનેક સેલ્ફી પોઈન્ટ, ઈન્ફોર્મેશન સેન્ટર પણ મુકવામાં આવશે. આ ઉપરાંત શાહી સ્નાન સમયે મહાશિવરાત્રી મેળાનું લાઈવ સ્ટ્રીમીંગ પણ કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

સંઘવીએ કહ્યું હતું કે, આ વર્ષે જૂનાગઢ પોલીસ દ્વારા પ્રથમવાર ૧,૦૦૦ થી વધુ સ્થાનિક યુવાનોને વોલેન્ટિયર તરીકે જોડી મેળાની વ્યવસ્થામાં સામેલ કરવામાં આવશે. ૩૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ દ્વારા ભાવિકો માટે ઉતારા અને ભોજન (પ્રસાદ)ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મેળાના રૂટ પર શુધ્ધ પીવાના પાણીની તથા સ્વચ્છ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ બેઠકમાં મહાશિવરાત્રી મેળા સંદર્ભે તૈયાર કરવામાં આવેલા ગીતનું પણ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

ભવનાથના આંગણે યોજાતા ભક્તિ અને શ્રદ્ધાના આ પર્વમાં રાજ્ય સહિત દેશભરના સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓને સહભાગી થવા નાયબ મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું છે. સાથે જ સ્થાનિક નાગરિકોને મેળામાં આવતા શિવભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવા અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવા વિનંતી કરી છે.

આ બેઠકમાં યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી ડૉ.જયરામ ગામીત, સાધુ સંતઓ, જૂનાગઢ જિલ્લાના પદાધિકારીઓ, યાત્રાધામ તેમજ પ્રવાસન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…
GUJARAT

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…

May 17, 2026
સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …
GUJARAT

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

May 17, 2026
બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
Next Post
અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મિની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ | Fake B…

અમરેલીમાં નકલી બીડી-તમાકુનું મિની કારખાનું ઝડપાયું, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ | Fake B...

દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ…

દિલ્હી ખાતે ગુજરાતને પ્રાપ્ત થયો સ્વતંત્રતા કા મંત્રઃ વંદે માતરમ’ થીમ આધારિત ટેબ્લોને “પોપ્યુલર ચોઈસ...

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા ‘પંચાયત ભવન’ અને ‘તલાટી આવાસ’…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 2666 ગામોમાં રૂ. 663 કરોડના ખર્ચે બનશે નવા 'પંચાયત ભવન' અને 'તલાટી આવાસ'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

નવમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ પોતાના સહપાઠીને છરી બતાવી ધમકી આપી | A ninth grade student threatened…

9 months ago
GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

GPSC પરીક્ષાના કૉલ લેટરની તારીખો જાહેર, આજથી એક અને છ પરીક્ષાની હૉલ ટિકિટ ફેબ્રુઆરીમાં ડાઉનલોડ થશે |…

4 months ago
પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

પ્રેસ સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઇક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run in…

8 months ago
મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે | Vasna police file case against the AMC …

મનપાના અધિકારીઓની બેદરકારી દાખવવા બદલ પોલીસ ફરિયાદ નોંધાશે | Vasna police file case against the AMC …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News