gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

G METRO NEWS by G METRO NEWS
February 2, 2026
in Business
0 0
0
F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : નાણા પ્રધાન નિર્મલા સીતારામન જાણે કે શેર બજારના વર્ગથી નારાજ હોય એમ દરેક સમયે શેર બજારના ટ્રેડરો, ઈન્વેસ્ટરોને નારાજ કરતા રહી આ વખતે પણ દુ:ખદ આશ્ચર્ય સર્જયું છે. યુવા વર્ગને બરબાદીના માર્ગ પર લઈ જતાં અટકાવવાના એકમાત્ર સંભવિત શુભઈરાદાથી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં કરાયેલા તીવ્ર વધારો એફ એન્ડ ઓ ટ્રેડરો માટે ઓવરડોઝ સાબીત થવાના પ્રત્યાઘાતે આજે શેર બજારની તબિયત લથડી ગઈ હતી.

નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને એફ એન્ડ ઓ સોદા પરના એસટીટીમાં એકઝાટડે ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો ઝીંક્યો છે. ફયુચર્સ સોદા પરનો એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કર્યો છે. જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન એક્સરસાઈઝ પરના એસટીટી દરને વધારીને ૦.૧૫ ટકા કરવાની જોગવાઈ કરી છે. અત્યારે પ્રીમિયમ પર એસટીટી ૦.૧૦ ટકા અને ઓપ્શન એક્સરસાઈઝ પર ૦.૧૨૫ ટકા એસટીટી લાગુ છે.

કેન્દ્ર સરકારને એક તરફ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) થકી રૂ.૭૮,૦૦૦ કરોડ એકત્ર થવાનો અંદાજ હતો, જો કે બજારની ડામાડોળ સ્થિતિના કારણે વાસ્તવિક એક્ત્રિકરણનો અંદાજ ઘટીને હવે રૂ.૫૭,૦૦૦ કરોડ જેટલો મૂકાઈ રહ્યો છે. સમીક્ષકોના મતે એસટીટીમાં વધારાથી કેન્દ્ર સરકારને આવક વધવાને બદલે ઘટવાની શકયતા હવે જોવાઈ રહી છે.

એસટીટીમાં વધારાના પરિણામે એક તરફ સ્ટોક એક્સચેન્જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) તેમ જ કોમોડિટી એક્સચેન્જ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર થતાં ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઘટાડો થવાનો અને એના પરિણામે એક્સચેન્જોની આવક ઘટવાનો અંદાજ છે. જ્યારે બીજી બાજુ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં જંગી ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતા બ્રોકિંગ હાઉસો એન્જલ વન, ગ્રો, ઝેરોધા, મોતીલાલ ઓસ્વાલ, કોટક સિક્યુરિટીઝ સહિતની આવકને ફટકો પડવાના નેગેટીવ પરિબળે આજે આકરાં પ્રત્યાઘાત બજારમાં પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, સેબીના જાન્યુઆરી ૨૦૨૬ના બુલેટીન મુજબ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ડિસેમ્બર ૨૦૨૫માં માસિક ધોરણે ઈક્વિટી ફયુચર્સ અને ઓપ્શન્સ પ્રીમિયમના સરેરાશ દૈનિક ટર્નઓવર (એડીટી)માં એનએસઈ પર ૧૧ ટકાનો ઘટાડો અને બીએસઈ પર ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.

 જો કે, વાર્ષિક તુલના ડિસેમ્બર ૨૦૨૪ની સરખામણીએ ઓપ્શન્સ  પ્રીમિયમ માટે એડીટીમાં ૧૧ ટકાનો વધારો અને ઈક્વિટી ફયુચર્સ માટે એડીટીમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે. સરેરાશ દૈનિક ટર્નઓવર પણ ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ઘટીને રૂ.૨૮૦ લાખ કરોડનું નોંધાયું હતું, જે જૂન ૨૦૨૩ના ૪૪૨ લાખ કરોડની તુલના સૌથી નીચું નોંધાયું હતું. માસિક ધોરણે ડિસેમ્બર ૨૦૨૫ મહિનામાં નવેમ્બરની તુલનાએ ટ્રેડિંગ વોલ્યુમમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના નિષ્ણાંતોના મતે એક તરફ ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ રહ્યો છે, એવામાં નાણા મંત્રીએ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં તીવ્ર વધારો કર્યો છે, જે બજારના સેન્ટીમેન્ટને વધુ ખરાબ કરશે અને શેર બજારોમાં ઈક્વિટીમાં ટ્રેડિંગ વોલ્યુમમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની અને એના પરિણામે સરકારની એસટીટીની આવકમાં પણ ઘટાડો થવાની પૂરી શકયતા રહેશે.

છેલ્લા આઠ નાણા વર્ષમાં એસટીટીની આવક 

નાણા વર્ષ

એક્ત્રિકરણ

–

(રૃ.કરોડમાં)

૨૦૧૮-૧૯

રૃ.૧૧,૫૨૮

૨૦૧૯-૨૦

રૃ.૧૨,૩૭૪

૨૦૨૦-૨૧

રૃ.૧૬,૯૨૭

૨૦૨૧-૨૨

રૃ.૨૩,૧૯૧

૨૦૨૨-૨૩

રૃ.૨૪,૯૬૦

૨૦૨૩-૨૪

રૃ.૩૩,૭૭૮

૨૦૨૪-૨૫

રૃ.૫૫,૦૦૦

*૨૦૨૫-૨૬

રૃ.૭૮,૦૦૦

* અંદાજીત (સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ)

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord...

ચાર ભાવનાઓ, એક દિલને સ્પર્શતી ફિલ્મ — ચૌરંગી

ચાર ભાવનાઓ, એક દિલને સ્પર્શતી ફિલ્મ — ચૌરંગી

મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી | Central Govt E…

મોંઘવારી ભથ્થું (DA) વધીને 60% થશે; 8માં પગાર પંચ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓની લોટરી | Central Govt E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

અશાંતધારા હેઠળ ફરિયાદ કરાઈ હતી, પાલડીની નુતન સોસાયટીની નવ મિલકત મુળ માલિકને પરત કરવા કલેકટરનો હુકમ |…

8 months ago
મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્…

મોંઘા પેટ્રોલ-ડીઝલને કારણે ગુજરાતીઓનો સ્માર્ટ નિર્ણય, ડિલિવરી બોય અને યુવાનોમાં ઈ-વ્હિકલનો ક્રેઝ વધ્…

4 months ago
પેટલાદના સિહોલની દૂધ મંડળીમાં રૂ. 5 લાખની હંગામી ઉચાપત મામલે સેક્રેટરી, ચેરમેન સહિત 14 સામે ફરિયાદ |…

પેટલાદના સિહોલની દૂધ મંડળીમાં રૂ. 5 લાખની હંગામી ઉચાપત મામલે સેક્રેટરી, ચેરમેન સહિત 14 સામે ફરિયાદ |…

6 months ago
દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

દિલ્હી હાઇકોર્ટના જજના બંગલૉમાં આગ લાગી, ઓલવવા જતાં કેશનો ઢગલો પકડાયો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News