gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…

G METRO NEWS by G METRO NEWS
February 10, 2026
in INDIA
0 0
0
54000 કરોડના ડિજિટલ ફ્રોડ સરકારની બેદરકારી : સુપ્રીમ | Government’s negligence in Rs 54 000 crore di…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અટકાવવામાં બેન્કોની નિષ્ફળતા સામે સવાલ

– ડિજિટલ ફ્રોડમાં લોકોની જીવનભરની કમાણી સાફ થઇ રહી છે ત્યારે નિષ્ક્રિયતા બદલ સુપ્રીમે આરબીઆઈ, બેન્કો, ટેલિકોમ વિભાગને આડે હાથ લીધા

– બેન્ક ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થતા પહેલા ગ્રાહકો અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનોને એલર્ટ કેમ નથી મોકલાતી?

– ગૃહ મંત્રાલય ડિજિટલ અરેસ્ટ, ઓનલાઇન ફ્રોડ અટકાવવા એસઓપીના અમલ અંગે વિચારે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે ડિજિટલ અરેસ્ટને રોકવામાં નિષ્ફળતા મુદ્દે આકરા સવાલો કર્યા હતા. સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ગ્રાહકો દ્વારા જીવનભરની કમાણી બેન્કોમાં જમા કરાવવામાં આવે છે જેને તેઓ ગુમાવી રહ્યા છે. એવા સમયે શંકાસ્પદ લેનદેનને સમયસર પકડીને અટકાવવામાં કેમ નથી આવી રહી? બાદમાં એટર્ની જનરલે સુપ્રીમને જણાવ્યું હતું કે મામલાઓના ડેટા એકઠા કરાઇ રહ્યા છે અને એસઓપી તૈયાર કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મળેવી જાણકારી મુજબ ૫૪૦૦૦ કરોડથી વધુની રકમ ફ્રોડથી મેળવીને વિદેશ મોકલી દેવામાં આવી છે.  

ડિજિટલ અરેસ્ટના કેસોને ગંભીરતાથી ના લેવા બદલ સુપ્રીમ કોર્ટે વિવિધ બેન્કોનો ઉધડો લીધો હતો, સાથે જ સવાલ કર્યો હતો કે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોને સમયસર કેમ નથી ઓળખી શકાતા, ગ્રાહકો પોતાના જીવનભરની કમાણી ગુમાવી રહ્યા છે, શું બેન્કોની કામ કરવાની ગુણવત્તા આવી જ છે? સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની બેંચે સવાલ કર્યો હતો કે સરકારી અને ખાનગી બન્ને બેન્કો ગ્રાહકોની ફરિયાદ પર સમયસર કાર્યવાહી કેમ નથી કરી રહી? જ્યારે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય છે ત્યારે ગ્રાહકો અને સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોમાં એલર્ટ કેમ નથી મોકલવામાં આવતા? બાદમાં એટર્ની જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે ડિજિટલ અરેસ્ટ મામલાઓને પહોંચી વળવા માટે એસઓપી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર હાલ અંતિમ રુપે પહોંચી ગઇ છે ટૂંક સમયમાં તેનો અમલ કરી દેવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટે ગૃહ બાબતોના મંત્રાલયને કહ્યું હતું કે તે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર અંગે વિચારે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા બેન્કો દ્વારા ફરિયાદો પર કરવામાં આવી રહેલી કાર્યવાહીને લઇને એક ડ્રાફ્ટ એસઓપી તૈયાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને કહ્યું છે કે ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ તૈયાર કરેલા એસઓપીને સત્તાવાર રીતે અપનાવવામાં આવે અને તેનો અમલ કરવામાં આવે. સાથે જ પીડિત ગ્રાહકોના ખાતામાંથી ફ્રોડ દ્વારા લઇ લેવામાં આવેલી રકમને પરત મેળવવા માટે વિવિધ એજન્સીઓ વચ્ચે તાલમેલ બેસાડવામાં આવે તેવા આદેશ પણ કર્યા હતા. 

સુપ્રીમ કોર્ટમાં એમિકસ ક્યૂરીએ કહ્યું હતું કે બેન્કો એવુ કહીને વળતર આપવાનું ટાળે છે કે પીડિતોએ સ્વેચ્છાએ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે. આરબીઆઇનો એઆઇ ટૂલ મ્યૂલ હન્ટર ૮૬ બેન્કોમાં લાગુ થઇ ચુક્યો છે. જોકે હજુસુધી ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનોને ઝડપતી પકડી લેવા માટે કોઇ ખાસ એઆઇ ટૂલ અમલમાં નથી આવ્યું. જ્યારે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ૫૪૦૦૦ કરોડ રૂપિયા ફ્રોડથી મેળવીને વિદેશ મોકલી દેવામાં આવ્યા, દૈનિક રીતે ઓપરેટ થતા બેન્ક ખાતાઓ પર શંકા ના જાય તે સ્વાભાવીક છે પરંતુ પેન્શન મેળવનારા, નિવૃત થયેલા લોકોના બેન્ક ખાતાને નિશાન બનાવાય છે અને તેમની જીવનભરની કમાણી ખાતામાંથી લઇ લેવાય છે તે સમયે બેન્કો શું કરતી હોય છે. કેમ આ ટ્રાન્ઝેક્શનોને સમયસર નથી ઓળખી લેવાતા કે અટકાવી નથી શકાતા?   

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…
INDIA

બિહારના સીતામઢીમાં 11 વર્ષની બાળકી સાથે રોડ પર દુષ્કર્મ, આક્રોશમાં ટોળાએ કરી હિંસા | bihar sitamarhi…

May 13, 2026
CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? | vijay tvk government w…
INDIA

CM વિજયના જ્યોતિષીનો જ ખરાબ સમય! મળેલો હોદ્દો છીનવાયો, સરકાર કેમ બેકફૂટ પર? | vijay tvk government w…

May 13, 2026
Next Post
અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ …

અમદાવાદ: સાણંદ-સરખેજ હાઈવે પર ફિલ્મી ઢબે લૂંટ, આંગડિયા પેઢીના સંચાલકની 25 લાખ ભરેલી બેગ ઝૂંટવી ત્રણ ...

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A…

સેવાના નામે જલસા: લક્ઝુરિયસ ફ્લેટ બાદ હવે ગુજરાતનાં ધારાસભ્યોના ભથ્થાં વધશે | Gujarat MLAs May Get A...

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti…

કટુડામાં વીજ બીલ ઉઘરાવા ગયેલી પીજીવીસીએલની ટીમ પર હુમલો | PGVCL team attacked in Katuda for collecti...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ

’25 કરોડની વસ્તીવાળા ઉત્તરપ્રદેશમાં રણજીની 4 ટીમ’, CM યોગીની BCCI પાસે મોટી માગ

8 months ago
ઝાયડસ હૉસ્પિટલમાં વડોદરા શહેરની પહેલી ‘યુરોલિફ્ટ’ પ્રોસીજર સફળતાપૂર્વક કરવામાં આવી

ઝાયડસ હૉસ્પિટલમાં વડોદરા શહેરની પહેલી ‘યુરોલિફ્ટ’ પ્રોસીજર સફળતાપૂર્વક કરવામાં આવી

10 months ago
અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

અમદાવાદમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સોસાયટીમાં ઘૂસાડી દીધી બસ, દીવાલ-થાંભલા તોડી કારને ટક્કર મારી | Drunk…

1 year ago
યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

યુપીમાં બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે સરકારને ઝાટકી, 10-10 લાખ વળતર આપવા આદેશ | supreme court slam…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News