Manikarnika Ghat of Uttarkashi: ઉત્તરકાશીના મણિકર્ણિકા ઘાટ પર એક દુખદ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 14 એપ્રિલની રોજ એક મહિલા ફોટો અથવા રીલ બનાવતી વખતે ગંગા નદીમાં તણાઈ ગઈ હતી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કેમેરા સામે જોતા જોતા ધીરે ધીરે નદીમાં આગળ વધી રહી હતી, ત્યારે અચાનક તેનો પગ લપસતાં ગંગા નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
નદીના પ્રવાહમાં મહિલા પોતાની જાતને સંભાળી ન શકી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નદીનો પ્રવાહ એટલો તેજ હતો કે, મહિલા પોતાની જાતને સંભાળી ન શકી. ઘટનાની માહિતી મળતા જ SDRF અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ સુધી મહિલા વિશે કોઈ માહિતી મળી નથી.
સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી
વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, રીલ અને સેલ્ફીના ચક્કરમાં લોકો પોતાનો જીવ જોખમમાં મુકે છે. સોશિયલ મીડિયા યૂઝર્સે કોમેન્ટમાં કહ્યું કે, પાણી, અગ્નિ અને વાયુ સામે હંમેશા સંભાળીને રહેવું જોઈએ.