Surat Education: સુરતમાં શિક્ષણ વિભાગના વિચિત્ર નિર્ણયના કારણે શિક્ષક સંઘ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બદલી કેમ્પ હેઠળ કેટલાંક ગુજરાતી માધ્યમના શિક્ષકોને પોતે ભાષા ન જાણતા એવી ભાષાના માધ્યમમાં બદલી કરાતા વિદ્યાર્થી તેમજ શિક્ષકો બંનેની મુશ્કેલી વધી છે.
શું છે ઘટના?
ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓના અનુસાર, હવે HTAT (હેડ ટીચર એટિટ્યુડ ટેસ્ટ) પાસ કરેલા શિક્ષકોને અન્ય ભાષાઓના માધ્યમમાં બદલી કરવામાં આવશે. જે હેઠળ, સુરત શિક્ષણ વિભાગે બદલી કેમ્પ હેઠળ કેટલાંક ગુજરાતી માધ્યમના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી માધ્યમની શાળામાં બદલી કરી દેવામાં આવી છે. શિક્ષકો આ ભાષા ન જાણતા હોવાના કારણે ન ફક્ત શિક્ષકો પરંતુ વિદ્યાર્થીઓ માટે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયનો સુરત જિલ્લા શિક્ષક સંઘ તેમજ અન્ય સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ સુરતમાં યુવતીએ ઝેરી દવા પીધી, પોલીસકર્મીએ તેને ખભે ઉંચકી ખેતરમાં ખુલ્લા પગે દોટ લગાવી હોસ્પિટલ પહોંચાડી
શિક્ષકોએ કેમ કર્યો વિરોધ?
શિક્ષકો અને શૈક્ષણિક સંગઠનો આ બાબતે ચિંતિત છે કે, વિશિષ્ટ ભાષાની જાણકારી વિના, શું શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને સારી રીતે અને યોગ્ય રીતે શિક્ષણ આપી શકશે? આ નિર્ણય સાથે શિક્ષણની ગુણવત્તા અને શિક્ષક-વિદ્યાર્થી સંબંધ પર લાંબા ગાળે નુકસાન પણ થવાનો ખતરો છે.
આ પણ વાંચોઃ જેતપુરમાં પોલીસે 31 બાળમજૂરોને મુક્ત કરાવ્યા, સાડીના કારખાનામાં કરાવાતી હતી મજૂરી
કોર્ટના દરવાજા ખખડાવશે
વિરોધકર્તાઓએ આ બાબતને કાયદેસર રીતે લડવાની સાથે-સાથે આંદોલન પણ વધારવાની ધમકી આપેલી છે.’જો સરકાર આ નિર્ણયથી પાછો નહીં લે, તો અમે કોર્ટ સુધી જઈ ન્યાયની માંગણી કરીશું.