– રૂા. 550 કરોડની ડિમાન્ડ સામે ગત વર્ષે મહાપાલિકાને રૂા. 157 કરોડથી વધુની આવક
– ગત નાણાંકીય વર્ષમાં મહાપાલિકાને રેકોર્ડબ્રેક આવક છતાં વેરાની કુલ બાકી ડિમાન્ડ સામે સરેરાશ 28.56 %ની જ વસૂલાત, અન્ય 15 વોર્ડમાં સરેરાશ 33 %ના દરે વેરા ભરપાઈ
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાને ગત નાણાંકીય વર્ષમાં મિલકતવેરા પેટે અગાઉના વર્ષો કરતાં વધુ અને રેકોર્ડબ્રેક આવક થઈ છે.ગત નાણાંકીય વર્ષ દરમિયાન વોર્ડ દીઠ થયેલી મિલકત વેરા આવકની સરખામણી કરવામાં આવે તો ૧૭ વોર્ડ પૈકી’વડવા-ક’ વોર્ડમાં નોંધાયેલાં આસામીઓ પૈકી સૌથી વધુ ૫૬.૫૯ % આસામીઓએ સૌથી વેરો ભરપાઈ કર્યો છે, જયારે’વડવા-બ’ વોર્ડમાં નોંધાયેલાં પૈકી ૧૨.૪૩ % આસામીઓએ સૌથી ઓછો વેરો ભરપાઈ કર્યો છે.
વર્ષ-૨૦૧૨માં ભાવનગર મહાનગરપાલિકાના સિમાંકન બાદ શહેરના વોર્ડની સંખ્યા ૧૭થી ઘટાડીને ૧૩ કરવામાં આવી છે. પરંતુ, મહાપાલિકાના ચોપડે મિલકત કરથી લઈ વિવિધ વેરા વસૂલાતમાં હજુ ૧૭ વોર્ડ મુજબ જ કામગીરી ચાલી રહી છે. જેમાં ગત તા.૩૧ માર્ચ,૨૦૨૫ના રોજ પુરા થયેલાં નણાંકીય વર્ષ ઃ ૨૦૨૪-૨૫ના અંતે ભાવનગર મહાનગરપાલિકાને વેરા પેટે બાકી નિકળતાં કુલ રૂા.૫૫૦ કરોડ સામે ૨૮.૫૬% લેખે રૂા.૧૬૯.૬૦ કરોડની આવક થઈ છે. જો કે, વર્ષ દરમિયાન આપવામાં આવેલાં રિબેટ તથા વ્યાજ માફી યોજના,અલગ-અલગ કરવેરાને બાદ કરતાં મહાપાલિકાની તિજોરીમાં વર્ષના અંતે રૂા.૧૫૭.૧૫ કરોડથી વધુની રકમ જમા થઈ હતી.જેમાં વેરા આવકની દ્રષ્ટીએ ‘વડવા-ક’ વોર્ડના સૌથી વધુ આસામીઓએ ગત નાણાંકીય વર્ષ દરમિયાન સૌથી વધુ વેરો ભર્યો છે.મહાપાલિકા સૂત્રોના જણાવ્યાનુંસાર, ગત નાણાંકીય વર્ષ દરમિયાન ‘વડવા-ક’ વોર્ડના ૧૨,૧૦૯ પૈકી ૯,૩૭૧ આસામીએ મિલકત કર પેટે રૂા.૯.૭૨ કરોડનો વેરો ભરપાઈ કર્યો છે. એટલે કે રૂા.૧૭.૧૭ કરોડની વેરા ડિમાન્ડ સામે આસામીઓએ ૫૬.૫૯ ટકા વેરો ભરપાઈ કર્યો છે. જયારે,સૌથી ઓછો વેરો’વડવા-બ’વોર્ડમાંથી ભરાયો છે. આ વોર્ડમાં નોંધાયેલાં ૧૨,૦૬૩ આસામીઓ પાસેથી બાકી નિકળતી મિલકત વેરા પેટેની રૂા.૩૭.૯૬ કરોડની કુલ બાકી વેરા ડિમાન્ડ સામે ગત નાણાંકીય વર્ષ દરમિયાન માત્ર ૪,૬૮૪ આસામીઓએ રૂા.૪.૭૨ કરોડ જમા કરાવ્યા છે. આ સિવાય મિલકતવેરા વિભાગના ચોપડે નોંધાયેલાં અન્ય ૧૫ વોર્ડમાં નોંધાયેલાં આસામીઓ પૈકી ૧૪થી લઈ ૫૩ ટકા સુધીના આસામીઓએ વેરાની ભરપાઈ કરી છે. એટલે કે તમામ ૧૫ વોર્ડમાં સરેરાશ ૩૩ %ના દરે વેરાની ભરપાઈ થઈ છે.
વાર્ષિક વસૂલાત ઉપરાંત અગાઉની વસૂલાત માટે નક્કર આયોજન જરૂરી
ભાવનગર મહાપાલિકાના ચોપડે છેલ્લાં ચારેક વર્ષથી જે-તે ચાલું વર્ષના મિલકતવેરાની આવક નોંધપાત્ર થાય છે. પરંતુ, અગાઉના વષોની બાકી મોટી રકમ ભરપાઈ થતી નથી જેના કારણે દર વર્ષે આંકડો વ્યાજ સાથે સતત વધી રહ્યો છે. જો કે, અગાઉના વર્ષોની બાકી રકમ વસૂલવા માટે મહાપાલિકાએ વન ટાઈમ ઈન્સ્ટોલમેન્ટ સ્કીમ(ઓટીઆઈએસ) અમલમાં મુકી છે જેને મધ્યમ પ્રતિસાદ મળી રહ્યો છે. આ સ્કીમનો મોટાભાગે રહેણાંકી મિલકત ધરાવતાં જ આસામીઓ લાભ લઈ રહ્યા છે. પરંતુ, વર્ષોથી બાકી નિકળતી સરકારી કચેરી તથા કોમર્શિયલ બિલ્ડીંગોનો બાકી લ્હેણાં વસૂલાવા માટે અલગથી ખાસ ટાસ્ક ફોર્સ ટીમની રચના કરી કડક વસૂલાત આદરવી જોઇએ જેથી બાકી રકમની ઝડપથી વસૂલાત થઈ શકે.
વોર્ડવાઈઝ ચૂકવાયેલી રકમ અને ટકાવારી
વોર્ડ |
કુલ આસામી |
વેરો |
કુલ |
ટકાવારી |
|
|
આસામી |
વેરો |
|
વડવા-બ |
૧૨૦૬૩ |
૪૬૮૪ |
૪૭૨૧૩૨૬૯ |
૧૨.૪૩ |
કણબીવાડ |
૧૦૯૦૦ |
૬૪૧૪ |
૪૬૫૪૯૦૯૩ |
૧૯.૭૫ |
ક.પરા-રૂવા |
૧૨૫૫૫ |
૬૦૭૦ |
૪૪૩૦૧૯૭૯ |
૧૮.૭૪ |
ઉ.કૃષ્ણનગર-રૂવા |
૧૦૧૧૮ |
૪૯૯૧ |
૩૬૨૮૩૯૦૯ |
૧૪.૪૯ |
દ. |
૧૫૪૭૨ |
૧૨૧૭૭ |
૬૫૯૯૨૩૨૯ |
૫૦.૬૫ |
તખ્તેશ્વર-નવાપરા |
૧૪૨૩૪ |
૧૧૧૧૬ |
૧૩૧૬૭૯૬૨૦ |
૧૪.૪૮ |
પીરછલ્લા |
૧૮૯૯૭ |
૧૩૬૪૭ |
૮૮૨૯૨૦૧૪ |
૩૧.૮૨ |
વડવા-અ |
૧૧૧૩૫ |
૭૪૮૧ |
૬૪૮૨૦૫૯૮ |
૨૮.૦૬ |
કુંભારવાડા-નારી |
૧૩૮૯૫ |
૬૭૨૧ |
૬૮૭૬૭૩૫૦ |
૨૧.૪૫ |
ચિત્રા-ફૂલસર |
૩૨૬૨૧ |
૨૩૯૯૭ |
૧૬૬૨૧૩૧૬૬ |
૨૪.૯૦ |
પાનવાડી |
૧૩૨૫૨ |
૧૦૦૦૬ |
૬૦૭૪૮૫૩૭ |
૪૦.૦૨ |
વડવા-ક |
૧૨૧૦૯ |
૯૩૭૧ |
૯૭૨૦૦૭૪૯ |
૫૬.૫૯ |
ઘોઘાસર્કલ |
૨૪૦૬૪ |
૧૬૪૨૬ |
૧૦૫૮૦૩૨૨૨ |
૩૭.૨૨ |
ઉ.સરદારનગર |
૨૪૭૬૯ |
૧૬૨૦૧ |
૯૩૨૨૪૬૪૪ |
૪૦.૦૮ |
દ.સરદારનગર |
૩૧૫૬૦ |
૨૦૮૩૮ |
૧૧૫૩૬૯૪૫૩ |
૪૨.૦૮ |
કાળિયાબીડ |
૨૮૧૨૪ |
૨૨૪૬૮ |
૨૫૦૮૨૨૮૫૭ |
૫૩.૬૯ |
બોરતળાવ |
૨૩૮૫૩ |
૧૪૪૭૩ |
૮૮૨૬૪૧૫૫ |
૩૧.૧૫ |
કુલ |
૩૦૯૭૨૧ |
૨૦૭૦૮૧ |
૧૫૭૧૫૪૬૯૪૪ |
૨૮.૫૬ |