Gujarat Accident: ગુજરાતમાં સતત અકસ્માતના બનાવોમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે (17 એપ્રિલ) સવારે હિંમત-નગર નેશનલ હાઇવે પર પણ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાહને બાઇકને અડફેટે લેતાં બાઇકમાં સવાર પતિ-પત્ની ભોગ બન્યા હતાં. અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર નજીકથી એક દંપતી બાઇક પર સવાર હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ વાહને બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે બંને દંપતી ફંગોળાઈને જમીન પર પટકાયા હતાં. અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું અને પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતાં અને તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં જ પત્નીએ પતિની સામે દમ તોડી દીધો હતો. હાલ, પતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પત્નીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ પાટણના સમી-રાધનપુર હાઈવે પર બસ અને રીક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત, પાંચના કરૂણ મોત
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર ઘટનાની જાણ થતાં એમ્બ્યુલન્સની સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આ મામલે વિગતે માહિતી મેળવી ગુનો દાખલ કર્યો હતો. હાલ, પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો દાખલ કરી આસપાસના સીસીટીવાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, મહિલાનો પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં અસામાજિક તત્ત્વોનું ગુંડારાજ, યુવકનું અપહરણ કરી માર માર્યો, પોલીસની આબરૂ દાવ પર
નોંધનીય છે કે, ગુજરાતમાં એક દિવસમાં આ ત્રીજો અકસ્માત છે. વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 5થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. આ સિવાય મોરબીના માળિયામાં બોલેરો પીકઅપ પલટી જતાં તેમા સવાર 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 2 લોકોના નિપજ્યા હતાં.