આજે તા -1/7/2025 મંગળવારના રોજ સવારે અમદાવાદ સીટી, મેટ્રો સીટી અને અમદાવાદ ગેટવે ત્રણે લાયન્સ ક્લબ તરફથી કાર્ય વર્ષના પ્રથમ દિવસે કીટ વિતરણ નોઅને 1100 જેટલાં લોકોને ભોજન પીરસવાનો કાર્યક્રમ સરસ રીતે ઓગણજ ખાતે અને ગુલબાઈ ટેકરા બન્ને જગ્યા એ સંપન્ન થયો. તેમાં ત્રણે ક્લબના પ્રેસિડેન્ટ ડો બીના પટેલ, દિવ્યાંગ મેવાડા અને રચના વર્માએ હાજર રહીને ગરીબ લોકોને કીટ વહેંચી તેમજ લોકોને પુરી શાક પુલાવ પીરસવામાં આવ્યા. આ પ્રસંગે ઇલેક્ટેડ ગવર્નર શ્રી હિરેનભાઈ મેવાડા, હેમેન્દ્રભાઈ તેમજ પૂર્વ ગવર્નર દેવજીભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ ઝોન ચેરમેન રાજેશભાઈ સોનીએ ખાસ હાજરી આપી. આ સેવાકીય કાર્યમાં ત્રણે ક્લબના સેક્રેટરી મહેન્દ્ર વર્મા, અરવિંદ સોંલકી, દીપિકા ઠાકુર ખજાનચી ઉમેશભાઈ દરજીએ ઉત્સાહ પૂર્વક બન્ને કાર્યક્રમમાં સેવા આપી. ત્રણે ક્લબના એક્ટિવ મેમ્બર્સ જીગ્નેશ શાહ,શિવ રત્નભાઈ,રિઝવાન મન્સૂરી તથા અન્ય લાયન્સ મેમ્બર્સ પણ હાજર રહ્યાં હતાં.