અમદાવાદ, શુક્રવાર
નારોલમાં પૂર્વ શિક્ષિકાને પ્રેેમ કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમીએ યુવતી સાથેના અંગતપળો માણતા નગ્ન હાલતના ફોટા અને વિડીયો બનાવીને અનેક વાર દુષ્કર્મ આચરીને વાયરની ધમકી આપીને તેની સાથે બળજબરી લગ્ન પણ કર્યા હતા. એટલું જ નહી લગ્ન બાદ યુવતીને પરિવાર અને પતિના ત્યાં ફોટા વિડિયો મોકલી આપ્યા હતા.નારોલ પાલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નારોલમાં પૂર્વ શિક્ષિકના પિતાએ પ્રેમીને મોબાઇલની રૃપિયા આપી ફોટા વિડિયો ડીલીટ કરી મોબાઇલ તોડી નાંખ્યા બાદ સોશિયલ મિડિયામાં વિડિયો ફોટા વાયરલ કર્યા
નારોલમાં રહેતી ૨૬ વર્ષની યુવતીએ નારોલ પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે તેણીની શિક્ષિકની નોકરી છોડીને સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસમાં જતી હતી ત્યારે ક્લાસમાં આવતા યુવક સાથે મિત્રતા બાદ પ્રેમમાં પડી હતી યુવક પ્રેમિકાને લઇ ફરવા જતો ત્યારે તેના ફોટો પાડી લીધા હતા. સરકારી પરીક્ષાનું ફોર્મ ભરવાના બહાને ઘરે બોલાવીને ફોટા સોશિયલ મીડિયામાં અને પરિવારને બતાવી દેવાની ધમકી આપીને અનેક વખત દુષ્કર્મ આચરીને ન્યૂડ ફોટો અને વિડીયો ઉતારી લીધા હતા.
એટલું જ નહી ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ફુલહાર કરીને લગ્ન કરી લીધા હતા ત્યારબાદ યુવતીના માતા પિતા તેના લગ્ન રાજસ્થાનમાં રહેતા યુવક સાથે કરાવી દીધા હતા. આ વાતની જાણ જ્યારે પ્રેમીને થતા તેને યુવતીના નામનું બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બનાવીને ફોટોગ્રાફ પતિ અને પરિવારજનોને વાયરલ કરી દીધા હતા. પિતાએ પ્રેમીને મોબાઇલની રૃપિયા આપી ફોટા વિડિયો ડીલીટ કરી મોબાઇલ તોડી નાંખ્યા બાદ સોશિયલ મિડિયામાં વિડિયો ફોટા વાયરલ કર્યા