gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં ‘ગેરરીતિ’ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
નડિયાદ પાલિકામાં પીએફ-ઈએસઆઈમાં ‘ગેરરીતિ’ના આક્ષેપ સાથે તપાસની માગણી | Demand for investigation with …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વર્ષ 2011થી કર્મચારીઓના હક્કના નાણાં ઓળવી જવાનો આક્ષેપ

કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી પીએફ જમા ન કરાવાયું હોવાની આવેદનમાં રજૂઆત : 15 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી

નડિયાદ: નડિયાદ પાલિકામાં વર્ષ 2011થી સફાઈ અને અન્ય વિભાગના કોન્ટ્રાક્ટ હેઠળના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડ અને ઈએસઆઈના નાણાંમાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. શહેર કોંગ્રેસ દ્વારા આ મામલે પુરાવા સાથે રજૂઆત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે ફોજદારી કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવતા પાલિકા તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નડિયાદ પાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના આથક હિતો સાથે લાંબા સમયથી ચેડાં થઈ રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. વર્ષ ૨૦૧૧થી પીએફના કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરી કોન્ટ્રાક્ટરોએ કર્મચારીઓના પગારમાંથી કપાત કરી હોવા છતાં આ રકમ સરકારી તિજોરીમાં જમા કરાવી નથી, તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૨૨થી લાગુ થયેલા ઈએસઆઈના નિયમોમાં પણ આવી જ લાપરવાહી અને ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. ચાલુ વર્ષ ૨૦૨૫માં પણ બે અલગ-અલગ કોન્ટ્રાક્ટરોએ અનુક્રમે એપ્રિલ અને સપ્ટેમ્બર મહિનાથી પીએફની રકમ જમા કરાવવાનું બંધ કરી દીધું છે. નિયમ મુજબ કપાત થયાના ૧૫ દિવસમાં નાણાં જમા કરાવવા અનિવાર્ય હોવા છતાં તંત્રની મિલીભગતથી આ રકમ બારોબાર સગેવગે કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવ્યો છે. 

આ કૌભાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરો જ નહીં પણ પાલિકાના એકાઉન્ટ વિભાગ, તત્કાલીન ચીફ ઓફિસર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું જણાવાયું છે. પીએફ અને ઈએસઆઈના ઓરિજિનલ ચલણ જોયા વગર જ કોન્ટ્રાક્ટરોના બિલો કેવી રીતે પાસ કરી દેવામાં આવ્યા તે તપાસનો વિષય છે. લઘુત્તમ વેતન, બોનસ અને ગ્રેચ્યુટી જેવી પાયાની સુવિધાઓથી વંચિત રહેલા કર્મચારીઓએ જ્યારે આરટીઆઈ હેઠળ માહિતી માંગી ત્યારે પાલિકા તંત્રએ ગોળ-ગોળ જવાબો આપી માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યોે હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી અને શ્રમ મંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી છે અને જો ૧૫ દિવસમાં સંતોષકારક તપાસ નહીં થાય તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 

– સમયરેખા મુજબ તપાસની માંગ

આવેદનપત્રમાં વર્ષ ૨૦૧૧થી ૨૦૨૬ સુધીના તમામ હિસાબી રેકોર્ડ અને કોન્ટ્રાક્ટરોના કંપ્લાયન્સ રિપોર્ટની ઝીણવટભરી તપાસ કરવાની માગણી કરવામાં આવી છે. આ ગાળા દરમિયાન જે પણ અધિકારીઓએ નાણાંકીય મંજૂરીઓ આપી છે તેમની મિલકતોની પણ તપાસ થાય તેવી શક્યતા છે.

– નિરીક્ષણ માટે કેન્દ્રીય સંસ્થાઓને અપીલ

સ્થાનિક તંત્ર પર ભરોસો ન હોવાથી હવે ઈપીએફઓ અને ઈએસઆઈસી જેવી સ્વાયત્ત સંસ્થાઓ દ્વારા ખાસ ઓડિટ કરાવવાની માંગ ઉઠી છે. જો કેન્દ્રીય એજન્સીઓ તપાસ કરે તો નડિયાદ પાલિકાનું આ કૌભાંડ કરોડો રૂપિયા સુધી પહોંચી શકે તેમ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું છે.

– એટ્રોસિટીની ફરિયાદ અને હાઈકોર્ટના જામીન

આ કૌભાંડ સંદર્ભે શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાની ટીમ સાથે અગાઉ જ્યારે રજૂઆત કરવા ડેપ્યુટી કમિશનર મહેન્દ્ર દેસાઈની ચેમ્બરમાં પહોંચ્યા હતા, ત્યારે ભાજપના પૂર્વ કાઉન્સિલરો સાથે ઘર્ષણ થયું હતું. આ ઘટના બાદ હાદક ભટ્ટ અને સાથીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં હાઈકોર્ટે તેમને જામીન આપ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…
GUJARAT

અમદાવાદ: ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 3 બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો, પોલીસ ત્રણ થિયરી પર કરી રહી છે ત…

April 13, 2026
વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…
GUJARAT

વેજલપુર શ્રીનંદનગર-૧માં દારૂની મહેફિલમાં દરોડોઃ ૧૦ની ધરપકડ | vejalpur police nabbed 10 persons in dr…

April 13, 2026
એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …
GUJARAT

એટીએસના નામે સિનિયર સિટીઝન દંપતિને ડરાવીને ૩૩ લાખની ઠગાઇ | cyber criminal dued 33 lakh rupees after …

April 13, 2026
Next Post
સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar's Vadilal Chowk

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 ...

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat…

વડોદરામાં નવરાત્રી પર્વે ગરબા માટે જગ્યા ફાળવવા 30 આયોજકોની માંગણી | 30 organizers demand to allocat…

8 months ago
ખેડા જિલ્લામાં 1.48 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો | Foreign liquor worth Rs 1 48 crore destroyed in…

ખેડા જિલ્લામાં 1.48 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો | Foreign liquor worth Rs 1 48 crore destroyed in…

7 months ago
EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

EDના દરોડા બાદ સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલની તાત્કાલિક બદલી, DDOને સોંપાયો વધારાનો ચાર્જ |…

4 months ago
હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

હરિયાણામાં એજન્ટે અમેરિકાનું કહી યુવકને છેતરીને દુબઇ મોકલી દીધો | In Haryana an agent deceived a you…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News