gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287

G METRO NEWS by G METRO NEWS
February 28, 2026
in Business
0 0
0
સેન્સેક્સ 961 પોઈન્ટ તૂટીને 81287 | Sensex falls 961 points to 81287
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વ ફરી જીઓપોલિટીકલ ટેન્શન-યુદ્વના ખપ્પરમાં હોમાઈ રહ્યું હોવાના સ્પષ્ટ સંકેત યુક્રેન પર રશીયાના ફરી આક્રમક હુમલા અને હવે ઈરાન-અમેરિકા વચ્ચે ન્યુક્લિયર મામલે વાટાઘાટ ખાસ પોઝિટીવ સંકેત નહીં આપી રહી હોઈ યુદ્વની શકયતા અને બીજી તરફ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચે યુદ્વની સ્થિતિ નિર્માણ થઈ હોઈ વૈશ્વિક ચિંતા વધતાં શેર બજારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજારોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-વિદેશી ફંડો, મંદીના મોટા ખેલાડીઓએ આજે શેરોમાં સાર્વત્રિક મંદીનો ખેલ ખેલીને બજારને ગબડાવી દીધું હતું. શેર બજારમાં વિશ્વાસની કટોકટી સર્જાઈ ગઈ હોઈ એમ શેરોમાં ખરીદીની પૂછપરછ તળીયે જવા સામે ઈન્વેસ્ટરો, ફંડો દરેક લેવલે શેરો વેચીને મૂડી સુરક્ષિત કરવા માંડયા હોઈ એમ વેચવાલી વધતી જોવાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ મુલાકાત દરમિયાન દેશ હિતમાં અનેક મહત્વના કરારોના પોઝિટીવ ડેવલપમેન્ટ છતાં વૈશ્વિક પરિબળોએ આજે બજાર પર હાવી રહ્યા હતા. સેન્સેક્સ ૯૬૧.૪૨ પોઈન્ટ ગબડીને ૮૧૨૮૭.૧૯ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૩૧૭.૯૦ પોઈન્ટ તૂટીને ૨૫૧૭૮.૬૫ બંધ રહ્યા હતા.

ઓટો શેરોમાં ખાનાખરાબી : ઓટો ઈન્ડેક્સ ૧૧૪૫ પોઈન્ટ ખાબક્યો : ઉનો મિન્ડા, મારૂતી, મહિન્દ્રા તૂટયા

ઓટોમોબાઈલ ઉદ્યોગ માટે હવે વાહનોના વેચાણમાં વૃદ્વિ જાળવવી મોટો પડકાર પૂરવાર થઈ રહ્યો હોવાનું અને કંપનીઓ માટે યુરોપ અને અમેરિકાથી તીવ્ર હરિફાઈના દિવસો આવી રહ્યા હોઈ નફાશક્તિ ભીંસમાં આવવાના અંદાજોએ ફંડોએ ઓટો શેરોમાં આજે મોટું સેલિંગ કરતાં મોટી ખાનાખરાબી જોવાઈ હતી. ઉનો મિન્ડા રૂ.૪૦.૮૫ તૂટીને રૂ.૧૧૮૮.૬૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૦.૩૦ ઘટીને રૂ.૨૩૯૧.૩૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૪.૧૫ ઘટીને રૂ.૩૩૯૯.૯૦, મારૂતી સુઝુકી રૂ.૩૪૩.૫૦ તૂટીને રૂ.૧૪,૮૬૯.૫૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૮૩.૧૫, આઈશર મોટર્સ રૂ.૧૭૬.૫૦ ઘટીને રૂ.૮૦૧૫.૭૦, ટીવીએસ મોટર રૂ.૮૪.૫૫ ઘટીને રૂ.૩૮૬૯.૬૫, એમઆરએફ રૂ.૨૫૧૫.૫૫ ઘટીને રૂ.૧,૪૧,૦૫૪.૯૫, બજાજ ઓટો રૂ.૧૩૯.૮૫ ઘટીને રૂ.૯૯૬૮.૯૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૧૪૪.૭૫ પોઈન્ટ તૂટીને ૬૨૨૩૬.૮૭ બંધ રહ્યો હતો.

મેટલ ઈન્ડેક્સ ૬૪૬ પોઈન્ટ તૂટયો : જિન્દાલ સ્ટેનલેસ, વેદાન્તા, લોઈડ્સ, અદાણી, નાલ્કો, હિન્દાલ્કો ઘટયા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોની આજે મોટી વેચવાલી રહી હતી. અમેરિકામાં શટડાઉનની નેગેટીવ અસરે હિન્દાલ્કો સહિતના શેરોમાં મોટું સેલિંગ થયું હતું. હિન્દાલ્કો રૂ.૧૫.૦૫ ઘટીને રૂ.૯૨૫.૯૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૩૩.૯૦ તૂટીને રૂ.૭૭૫.૨૫, વેદાન્તા રૂ.૧૮.૯૦ ઘટીને રૂ.૭૧૮.૪૫, લોઈડ્સ મેટલ રૂ.૩૧ ઘટીને રૂ.૧૨૩૨.૬૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૫૦.૧૫ ઘટીને રૂ.૨૧૬૪.૮૦, નાલ્કો રૂ.૬.૪૦ ઘટીને રૂ.૩૫૪.૮૫, ટાટા સ્ટીલ રૂ.૩.૧૫ ઘટીને રૂ.૨૧૨.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૬૪૬.૩૩ પોઈન્ટ ગબડીને ૪૦૪૨૪.૪૮ બંધ રહ્યો હતો.

ફાર્મા શેરોમાં તેજીને બ્રેક લાગી ફંડોનું પ્રોફિટ બુકિંગ : થ્રીબી બ્લેકબાયો, ડીકાલ, પીપીએલ ફાર્મા તૂટયા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ આજે ફરી તેજીને બ્રેક લાગી ફંડોએ પ્રોફિટ બુકિંગ કર્યું હતું. થ્રીબી બ્લેકબાયો રૂ.૧૦૭.૩૦ તૂટીને રૂ.૧૩૫૧.૫૦, ડીકાલ રૂ.૯.૯૫ ઘટીને રૂ.૧૭૫.૦૫, પીપીએલ ફાર્મા રૂ.૬ ઘટીને રૂ.૧૫૬.૧૫, ન્યુલેન્ડ લેબ રૂ.૪૦૪.૯૫ તૂટીને રૂ.૧૨,૮૦૬.૮૫, સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૬.૫૦ ઘટીને રૂ.૧૭૩૮.૧૦, બ્લિસ જીવીએસ રૂ.૫.૬૦ ઘટીને રૂ.૨૧૧.૯૦, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ રૂ.૩૧.૭૦ ઘટીને રૂ.૧૨૮૭.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૧૯.૦૧ પોઈન્ટ તૂટીને ૪૩૯૧૭.૪૭ બંધ રહ્યો હતો.

બિહારના એમએફઆઈ બિલના પરિણામે ફાઈનાન્સ શેરોમાં ફયુઝન, ઉત્કર્ષ બેંક, એલ એન્ડ ટી ફાઈ. તૂટયા

બિહાર વિધાનસભાએ માઈક્રો ફાઈનાન્સ ઈન્સ્ટીટયુશન્સ પર ચાંપતી નજર રાખવા અને રિકવરીની સખ્ત પ્રક્રિયા પર નિયમન લાદવા એમએઆઈ બિલ ૨૦૨૬ પસાર કરતાં આ બિલથી હવે દરેક માઈક્રોફાઈનાન્સ કંપનીઓનું રાજયમાં રજીસ્ટ્રેશન ફરજિયાત થવા સાથે લોનની મૂળ રકમના ૧૦૦ ટકા સુધી કુલ વ્યાજ મર્યાદિત થવા સંબંધિત ડેવલપમેન્ટે ફાઈનાન્સ કંપનીઓને ફટકો પડવાના અંદાજોએ આજે ફાઈનાન્સ શેરોમાં ફંડોનું હેમરિંગ થયું હતું. હોમ ફર્સ્ટ રૂ.૯૫.૬૦ તૂટીને રૂ.૧૦૮૦.૬૫, ફયુઝન રૂ.૧૫.૮૦ તૂટીને રૂ.૧૮૭.૭૫, એલ એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૧૫.૬૫ તૂટીને રૂ.૨૮૪.૩૫, ફિનોપીબી રૂ.૧૫.૬૦ તૂટીને રૂ.૧૯૨.૪૫, ઉત્કર્ષ બેંક ૯૬ પૈસા તૂટીને રૂ.૧૩.૮૪, ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩.૪૬ તૂટીને રૂ.૫૮.૦૯, ક્રેડિટ એક્સેસ ગ્રામીણ રૂ.૭૪.૩૦ તૂટીને રૂ.૧૨૬૪.૭૫, એન્જલ વન રૂ.૧૨.૬૦ તૂટીને રૂ.૨૩૩.૭૦, પ્રુડેન્ટ એડવાઈઝર્સ રૂ.૧૧૭.૯૫ તૂટીને રૂ.૨૩૫૩.૩૦, કેનફિન હોમ રૂ.૪૦.૯૦ તૂટીને રૂ.૮૪૬.૩૫, યુટીઆઈ એએમસી રૂ.૪૦.૨૫ તૂટીને રૂ.૯૮૯.૪૫, મુથુટ રૂ.૬.૮૦ ઘટીને રૂ.૧૬૮.૫૦ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં ફંડો હળવા થયા : કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ, એયુ બેંક, એચડીએફસી ઘટયા

કોટક મહિન્દ્રા બેંક રૂ.૯.૨૫ ઘટીને રૂ.૪૧૫.૩૦, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૨૫.૯૫ ઘટીને રૂ.૧૩૭૯, એયુ બેંક રૂ.૧૪.૪૫ ઘટીને રૂ.૯૫૮.૬૫, યશ બેંક ૩૦ પૈસા ઘટીને રૂ.૨૦.૭૩, એચડીએફસી બેંક રૂ.૧૧.૪૫ ઘટીને રૂ.૮૮૭.૪૦, કેનેરા બેંક રૂ.૧.૪૫ ઘટીને રૂ.૧૫૭.૪૫, પીએનબી રૂ.૧.૧૫ ઘટીને રૂ.૧૨૯.૩૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૬૯૭.૯૬ પોઈન્ટ ગબડીને ૬૮૧૩૯.૫૪ બંધ રહ્યો હતો. 

એફએમસીજી શેરોમાં નવેસરથી વેચવાલી : એપેક્સ રૂ.૩૩. અવન્તી ફિડ રૂ.૫૭, એડીએફ ફૂડ્સ રૂ.૬ ઘટયા

એફએમસીજી શેરોમાં પણ ફંડોએ આજે વેચવાલીનો નવો રાઉન્ડ શરૂ કર્યો હોય એમ વ્યાપક વેચવાલી કરી હતી. એપેક્સ રૂ.૩૨.૯૦ ઘટીને રૂ.૩૮૯.૫૦, અવન્તી ફીડ રૂ.૫૭.૨૫ તૂટીને રૂ.૧૨૭૮.૮૫, એડીએફ ફૂડ્સ રૂ.૫.૯૦ ઘટીને રૂ.૧૯૬.૬૫, ઈમામી રૂ.૧૨.૦૫ ઘટીને રૂ.૪૬૨.૪૫, પરાગ મિલ્ક રૂ.૫.૦૫ ઘટીને રૂ.૨૦૨.૫૦,  બ્રિટાનીયા રૂ.૧૪૩.૧૦ ઘટીને રૂ.૫૯૯૪.૨૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૮૯.૪૬ પોઈન્ટ ઘટીને ૧૮૭૩૯.૩૨ બંધ રહ્યો હતો.

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં ઘટાડે મંદીને બ્રેક :

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ કંપનીઓના શેરોમાં પાછલા દિવસોથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના હાઉથી થઈ રહેલી જંગી વેચવાલી ઓવરસોલ્ડ બની જતાં અને ખાસ વોલ સ્ટ્રીટમાં એઆઈનો હાઈપ ઓસરવા લાગતાં આઈટી શેરોમાં મંદીને બ્રેક લાગી આજે કવરિંગ સાથે વેલ્યુબાઈંગ થયું હતું. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૯.૮૬ પોઈન્ટ વધીને ૨૯૭૫૪.૯૪ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં એઆઈએ એન્જિનિયરીંગ, આઈનોક્સ વિન્ડ, જયોતી સીએનસી, કમિન્સ તૂટયા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફરી ફંડો નવી ખરીદીથી દૂર વેચીને હળવા થતાં જોવાયા હતા. એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૯૪.૧૦ તૂટીને રૂ.૩૮૨૭.૮૦, આઈનોક્સ વિન્ડ રૂ.૨.૨૫ ઘટીને રૂ.૯૨.૧૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૯૪.૫૫ ઘટીને રૂ.૩૯૧૪, જયોતી સીએનસી રૂ.૧૯.૩૦ ઘટીને રૂ.૮૨૦, થર્મેક્સ રૂ.૬૨.૨૦ ઘટીને રૂ.૩૧૧૪.૭૫, કાર્બોરેન્ડ યુનિવર્સલ રૂ.૧૩.૮૦ ઘટીને રૂ.૮૨૩.૬૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૬૦.૫૫ ઘટીને રૂ.૪૯૦૧.૭૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૩૪૯.૮૦ પોઈન્ટ ઘટીને ૭૦૪૫૪.૪૭ બંધ રહ્યો હતો.

વિશ્વાસની કટોકટીએ સ્મોલ, મિડ કેપ શેરોમાં પેનીક : માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૬૩૩ શેરો નેગેટીવ બંધ

બજારમાં વિશ્વાસની કટોકટી વચ્ચે છેલ્લા કલાકમાં સેન્સેક્સ, નિફટી બેઝડ કડાકો બોલાઈ જવા સાથે અનેક શેરોમાં ફંડો, ખેલંદાઓનું પેનીક સેલિંગ નીકળતાં માર્કેટબ્રેડથ અત્યંત ખરાબ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૪  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૧૮થી ઘટીને ૧૫૭૪  અને ઘટનારની સંખ્યા ૨૦૪૭થી વધીને ૨૬૩૩  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૭૫૩૬ કરોડના ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૧૨૨૯૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૭૫૩૬.૩૬ કરોડના શેરોની જંગી ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૩૬,૬૯૯.૬૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૪૪,૨૩૬.૦૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૨,૨૯૨.૮૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૨૪,૮૬૭.૭૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૫૭૪.૯૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.પાંચ લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૩.૫૦ લાખ કરોડ

ઈન્ડેક્સ બેઝડ કડાકો બોલાઈ જવા સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ અનેક શેરોમાં વેચવાલીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૪.૯૯  લાખ કરોડ ધોવાઈને રૂ.૪૬૩.૫૦  લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે | train ticket lpg upi…
Business

1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે, જાણો શું-શું બદલાઈ જશે | train ticket lpg upi…

February 28, 2026
સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…
Business

સોનામાં તેજી આગળ વધી: ચાંદી રૂ.6000 ઉછળી : ક્રૂડ વધી બેરલના 72 ડોલર પાર | Gold rally continues: Silv…

February 28, 2026
ફેબ્રુઆરીમાં FPI રોકાણ 17 મહિનાની ઊંચી સપાટીએ, મ્યુ. ફંડોની વેચવાલી | FPI investment hits 17 month h…
Business

ફેબ્રુઆરીમાં FPI રોકાણ 17 મહિનાની ઊંચી સપાટીએ, મ્યુ. ફંડોની વેચવાલી | FPI investment hits 17 month h…

February 28, 2026
Next Post
PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar…

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનો કરશે ઉદઘાટન | pm modi gujar...

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16…

અમદાવાદ પ્લેન ક્રેશ વખતે AMCના સ્ટાફે 16.74 લાખનો ચા-નાસ્તો કર્યો! સમિતિમાં બિલ પાસ | AMC Clears ₹16...

‘તમે મારીને આવો, હું છૂટ આપું છું…’, હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા…

'તમે મારીને આવો, હું છૂટ આપું છું...', હરિભક્તોને આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદની સલાહનો વિવાદિત વીડિયો વા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

7 months ago
વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

વડોદરા: સાયબર ફ્રોડના રૂપિયાની હીરાફેરી માટે ખાતા ખોલાવનાર બે આરોપી સામે ગુનો દાખલ | case registered…

2 months ago
બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide…

બોરસદના બોદાલની સીમમાં ટેન્કર સાથે કાર અથડાતા એક વ્યકિતનું મોત | One person died after a car collide…

2 months ago
અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, નારણપુરામાં ચાલતું હતું કૌભાંડ | Ah…

અમદાવાદમાં 31 ડિસેમ્બર પહેલાં ‘ડુપ્લિકેટ’ દારૂનું રેકેટ ઝડપાયું, નારણપુરામાં ચાલતું હતું કૌભાંડ | Ah…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News