Vadodara Demolition : વડોદરા શહેરના ભુતડીઝાપા વિસ્તારમાં દર શુક્રવારે ભરાતા શુક્રવારી બજારમાં નિયત કરેલી જગ્યા સિવાય લાગેલા હંગામી દબાણોનો બે ટ્રક જેટલો સામાન પાલિકાની દબાણ શાખાએ જપ્ત કર્યો હતો અને સેન્ટ્રલ સ્ટોર ખાતે શિફ્ટ કર્યો હતો.
શહેરના ભુતડીઝાપા વિસ્તારમાં દર શુક્રવારના રોજ શુક્રવારી બજાર ભરાતું હોય છે. અહીં ખૂબ મોટી સંખ્યામાં આવતા ગ્રાહકોના કારણે ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતી હોય છે. વળી આસપાસ બે શાળા આવતી હોવાથી અહીં ભણતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ અવારનવાર સવાલો ઊભા થઈ રહ્યા છે. શુક્રવારી બજારનો વિસ્તાર વધતા જતા તે કારેલીબાગ પાણી ટાંકી સુધી ઘણીવાર પથરા લાગી જવા જતા હોવાના કારણે ત્યાંના રહીશોએ આ અંગેનો વિરોધ પાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ સમક્ષ કર્યો હતો. જે બાદ તંત્ર દ્વારા શુક્રવારિ બજારમાં લાગતા પથારા અંગે તંત્ર દ્વારા તેઓની બેસવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. દરમિયાન આજે શુક્રવારિ બજાર ભરાતા કેટલાક પથારાવાળાઓએ નિયત જગ્યાથી આગળ પોતાના લારી, ગલ્લા, પથારા લગાવ્યા હતા. ત્યારે અહીં પહોંચેલી દબાણ શાખાની ટીમે બે ટ્રક જેટલો હંગામી સામાન જપ્ત કરી જગ્યા ખુલ્લી કરાવી હતી. આ સાથે અહીં પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું હતું.