gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

તેલના ભાવ ભડકે બળ્યા, છતાં ચીન કેમ છે શાંત? 31 માર્ચ પછી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ-જિનપિંગ…

G METRO NEWS by G METRO NEWS
March 9, 2026
in Business
0 0
0
તેલના ભાવ ભડકે બળ્યા, છતાં ચીન કેમ છે શાંત? 31 માર્ચ પછી મોટો નિર્ણય લેવાની તૈયારીમાં ટ્રમ્પ-જિનપિંગ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

US-China Relations : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના ભયાનક યુદ્ધના કારણે તેલના ભાવ ભડકે બળી રહ્યા છે. ગયા સપ્તાહે પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલ(બ્રેન્ટ ક્રૂડ)ની કિંમત 100 ડૉલરે પહોંચવાની ધારણા હતી, જોકે કિંમત અચાનક 110 ડૉલર પર પહોંચી ગઈ છે. વિશ્વમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત ચીન કરે છે, ત્યારબાદ ભારત બીજા નંબરે છે. ઈરાને વિશ્વ માટે મહત્ત્વના વેપાર જળમાર્ગ હોર્મુઝ પર પ્રતિબંધ ઝિંકી દીધો છે. ઈરાનનું મોટાભાગનું ક્રૂડ ઓઇલ ચીનમાં જાય છે, એટલે કે ચીન ઈરાનનો મોટો ખરીદદાર છે, ત્યારે આ આયાત સંપૂર્ણ બંધ થઈ ગઈ છે. હવે સવાલ એ છે કે, યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલની આયાત બંધ થવા છતાં ચીન શાંત કેમ છે? તેના ચૂપ રહેવા પાછળ શું કારણો હોઈ શકે છે?

ક્રૂડ ઓઇલની કિંમત 56 ટકા વધી

આમ તો મોટાભાગના દેશો યુદ્ધની અસરનો સામનો કરી રહ્યા છે. છેલ્લા એક મહિનાથી ક્રૂડ ઓઇલની કિંમત (Crude Oil Price) 56 ટકા વધી ગઈ છે. હાલ તેની કિંમત પ્રતિ બેરલ 108 ડૉલર પર ટ્રેડ થઈ રહી છે. વિશ્વભરમાં સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત ચીન કરે છે અને યુદ્ધની સૌથી મોટી અસર ચીન પર પડી છે, ત્યારે યુદ્ધ મામલે ચીન તરફથી વધુ પ્રતિક્રિયા સામે આવી નથી અને તેનું કારણ ચીનની અનેક રણનીતિ હોઈ શકે છે.

1… ચીન પાસે વિશાળ તેલ ભંડાર

ચીન પાસે ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ભંડાર છે. ચીન છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભંડાર વધારી રહ્યો છે. અંદાજ મુજબ, ચીન પાસે અનેક મહિનાઓ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો સ્ટોક પડ્યો છે. તેથી ક્રૂડ ઓઇલની કિંમતમાં અચાનક ધરખમ વધારો થવાના કારણે તે ગભરાયું નથી. તેની પાસે ક્રૂડ ઓઇલનો લગભગ 900 મિલિયન બેરલ (90 કરોડ બેરલ) ભંડાર છે, જે લગભગ 90થી 120 દિવસની જરૂરીયાતને પૂરી કરી શકે છે. ચીનમાં દૈનિક લગભગ 15થી 16 મિલિયન બેરલનો ઉપયોગ થાય છે. ચીન પોતે દૈનિક ચાર મિલિયન ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરે છે. એટલે કે તેની પાસે લગભગ ચાર મહિનાનો તેલ ભંડાર પડ્યો છે, જ્યારે ભારત પાસે 45-50 દિવસનો ભંડાર છે.

2… રશિયા પાસેથી સસ્તીમાં તેલ ખરીદવામાં ચીન આગળ

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા અને પશ્ચિમ દેશો માને છે કે, જે દેશો રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે, રશિયા તે નાણાં ઉપયોગ યુક્રેન વિરુદ્ધના યુદ્ધમાં કરી રહ્યો છે. આ કારણે અમેરિકાએ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદી બંધ કરવા ભારત સહિતના દેશો પર પણ દબાણ કર્યું હતું. જોકે ચીને તેની આયાત ચાલુ રાખી છે. ચીન રશિયા પાસેથી હજુ પણ સસ્તામાં ઓઇલ ખરીદી રહ્યું છે, તેથી આંતરરાષ્ટ્રીય કિંમતો વધવા છતાં ચીન પર ઓછી અસર પડવાની છે.

3… ચીનની મધ્ય-પૂર્વના દેશો સાથે ડીલ

ચીને પહેલેથી જ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત જેવા અનેક તેલ ઉત્પાદન દેશો સાથે સમજૂતી કરેલી છે. આ સમજૂતીમાં સ્પૉટ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં વધારા-ઘટાડાની બાબત સામે છે. એટલે કે જો ક્રૂડની કિંમતો વધે તો ચીન આયાત ઘટાડીને સ્ટોકનો ઉપયોગ કરી શકે છે.

4… સપ્લાય સુરક્ષિત રાખવા ચીનની મહત્ત્વની રણનીતિ

જ્યારે પણ આંતરરાષ્ટ્રીય વિવાદ ઊભો થાય છે, ત્યારે ચીન આક્રમક વલણ અપનાવતું નથી. પોતાની સપ્લાય સુરક્ષિત રહે તે માટે ચીન શાંતિથી અન્ય દેશો સાથે એવા કરારો કરે છે, જેમાં તેનો આર્થિક લાભ હોય છે. ચીને ક્રૂડ ઓઇલ પર નિર્ભરતા ઘટાડવા માટે કોલસો, ગેસ, પરમાણુ અને ગ્રીન એનર્જીમાં મોટું રોકાણ કર્યું છે, તેથી જો તેલની કિંમતો વધે તો પણ તેની અર્થવ્યવસ્થા પર આંશિક અસર થાય છે.

આ પણ વાંચો : યુદ્ધ અમેરિકા-ઈરાનમાં પણ સૌથી મોટો લાભ થયો રશિયાને! ચીનને અબજો ડોલરનું નુકસાન

5… ટ્રમ્પનો ચીન પ્રવાસ નક્કી

અમેરિકા અને ચીન વચ્ચે ઘણા સમયથી વેપાર માટે વ્યૂહાત્મક વાતચીત ચાલી રહી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ચીનનો પ્રવાસ (US President Donald Trump Visit China) કરવાના છે. આ દરમિયાન ટ્રમ્પ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (China President Xi Jinping) સાથે બીજિંગમાં બેઠક કરી શકે છે અને બંને નેતાઓ મોટો નિર્ણય લઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, 2025માં અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ અને વેપાર મામલે મામલે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે બંને દેશ ટેરિફ ઘટાડવા પર ચર્ચા કરી શકે છે. અમેરિકા ઇચ્છે છે કે, ચીન રશિયા-ઈરાન પાસેથી ઓછું તેલ ખરીદે. બંને દેશો વચ્ચે ચિપ ટૅક્નોલૉજી, રોકાણ પ્રતિબંધ અને સપ્લાય ચેન પર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ ટ્રમ્પ-જિનપિંગ વચ્ચે ચીન માટે 500 વિમાન ખરીદવાની ડીલ થઈ શકે છે.

ચીને ક્રૂડ ઓઇલની આયાત વધારી

ચીને વર્ષ 2025માં દૈનિક 11.5 મિલિયન બેરલ એટલે કે લગભગ 557.7 મિલિયન ક્રૂડ ઓઇલ આયાત કર્યું હતું, જે 2024માં દૈનિક 11.1 મિલિયન બેરલ આંકડો હતો. છેલ્લા કેટલાક સમયથી ચીને ક્રૂડ ઓઇલની આયાત વધારીને દૈનિક 12-13 મિલિયન બેરલ કરી દીધી છે. એટલે વિશ્વમાં દરિયાઈ માર્ગેથી જેટલું ક્રૂડ ઓઇલ આયાત થાય છે, તેમાં ચીનનો મોટો ભાગ હોય છે.

આ પણ વાંચો : ઈરાનના આ ટાપુને ઈઝરાયલ-અમેરિકા હાથ પણ લગાવશે તો ત્રીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળશે!

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …
Business

પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઈસન્સ RBIએ રદ કર્યું | RBI cancels Paytm Payments Bank’s banking …

April 25, 2026
IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો
Business

IT ઉદ્યોગમાં સંકટના એંધાણે શેરોમાં ધબડકો

April 25, 2026
પુરવઠામાં વિક્ષેપ અને નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે : RBI | Supply disruptions and weak m…
Business

પુરવઠામાં વિક્ષેપ અને નબળા ચોમાસાથી ફુગાવાના જોખમમાં વધારો થશે : RBI | Supply disruptions and weak m…

April 25, 2026
Next Post
જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

જાણીતા ફિલ્મ નિર્માંતા - દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war...

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

પ્રદૂષણ માટે માત્ર પરાળી સળગાવતા ખેડૂતો જ જવાબદાર નથી : સુપ્રીમ | Farmers burning stubble are not th…

5 months ago
કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

કવાંટના વિશ્વપ્રસિદ્ધ ‘ગેર મેળા’ને મળી નવી ઓળખ: ખાસ ‘ડાક ટિકિટ’ અને વિશેષ આવરણનું કરાયું વિમોચન | Kw…

2 months ago
જામનગર પાલિકાની કચેરીમાં આજે ફરી કોંગ્રેસ દ્વારા ભાજપના 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના મામલે ધરણાં યોજી…

જામનગર પાલિકાની કચેરીમાં આજે ફરી કોંગ્રેસ દ્વારા ભાજપના 40 ટકા કમિશનના ભ્રષ્ટાચારના મામલે ધરણાં યોજી…

9 months ago
ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

ગોધરા: ધાર્મિક સ્થાનોને પણ ગેસની તંગીની અસર, મહાપ્રભુજી બેઠક મંદિરમાં ભક્તોને અપાતું ભોજન અને મનોરથ …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News