gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત | W…
2
VIEWS
Share on FacebookShare on Twitter

India Oil Import Data : ભારતનું ઝડપથી વિકસતું અર્થતંત્ર અને વસ્તી વધારાના કારણે ઊર્જાની માંગ સતત વધી રહી છે. પરંતુ દેશની અંદર થતું ઓઈલ અને ગેસનું ઉત્પાદન આ વધતી જરૂરિયાત માટે પૂરતું નથી. પરિણામે ભારતને તેની મોટા ભાગની ઊર્જા જરૂરિયાતો માટે આયાત પર નિર્ભર છે. આજે ભારત વિશ્વના સૌથી મોટા ઓઈલ-ગેસ આયાતકારો પૈકીનું એક છે. 

ચાલો, સમજીએ ભારત તેનું ઓઈલ-ગેસ કયા દેશોમાંથી મેળવે છે અને તેની આયાત પરની નિર્ભરતા કેટલી છે.

ભારત વૈશ્વિક સૌથી મોટા ઓઈલ ખરીદારોમાંનું એક 

હાલ ભારત પોતાની કુલ જરૂરિયાતના આશરે 88% ક્રૂડ ઓઇલની આયાત કરે છે, જ્યારે કુદરતી ગેસનો લગભગ 50% હિસ્સો પણ વિદેશથી આવે છે. આ નિર્ભરતા ભારતને વૈશ્વિક ઊર્જા બજારમાં સૌથી મોટા ખરીદારોમાંનું એક બનાવે છે. ભારત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG)નો ચોથો અને LPG (રસોઈ ગેસ)નો બીજો સૌથી મોટો આયાતકાર દેશ છે. આ જ કારણસર આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવની વધઘટની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડે છે. ઉદાહરણ તરીકે, ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ 10 ડૉલરનો વધારો થાય, તો ભારતની ચાલુ ખાતાની ખાધ (Current Account Deficit) લગભગ 9 અબજ ડૉલર જેટલી વધી જાય છે.

આ પણ વાંચો : ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ

કયા દેશ ભારતને સૌથી વધુ ક્રૂડ આપે છે? 

ભારત કોઈ એક દેશ પર નિર્ભર ન રહેવા માટે લગભગ 40થી વધુ દેશમાંથી ક્રૂડની આયાત કરે છે. હાલ ભારતમાં ક્રૂડ ઓઇલ સપ્લાય કરનારા ટોચના દેશોમાં રશિયા, સાઉદી અરેબિયા અને ઈરાકનો સમાવેશ થાય છે.

રશિયા: ફેબ્રુઆરી 2026ના ડેટા મુજબ ભારત રશિયાથી દરરોજ લગભગ 10.4 લાખ બેરલ ક્રૂડ ઓઇલ લે છે. આમ, રશિયા ભારતનું સૌથી મોટું ઓઈલ સપ્લાયર છે. યુક્રેન યુદ્ધ બાદ પશ્ચિમી દેશોના પ્રતિબંધોને કારણે રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ રેટમાં ઓઈલ આપવાનું શરૂ કર્યું હતું.

સાઉદી અરેબિયા અને ઈરાક: સાઉદી અરેબિયાથી ભારત દરરોજ લગભગ 10.1 લાખ બેરલ અને ઈરાકથી લગભગ 9.8 લાખ બેરલ ક્રૂડ ઓઇલ મંગાવે છે. ઈરાકનું ઓઈલ ખાસ કરીને ભારતની જાહેર ક્ષેત્રની રિફાઇનરીઓ માટે યોગ્ય મનાય છે. 

અન્ય મહત્ત્વના સપ્લાયર્સ: યુએઈથી ભારતમાં દરરોજ લગભગ 5.5 લાખ બેરલ ઓઈલ આવે છે. આ ઉપરાંત અમેરિકા, કુવૈત, નાઇજીરિયા, મેક્સિકો અને બ્રાઝિલ જેવા દેશો પાસેથી પણ ભારત નિયમિત રીતે ઓઈલ ખરીદે છે. ગુયાના અને અંગોલા જેવા ઊભરતા ઉત્પાદકો પણ આ યાદીમાં સામેલ થઈ રહ્યા છે.

ભારતનો કુદરતી ગેસ (LNG) અને રસોઈ ગેસ (LPG) ક્યાંથી આવે છે?

ભારતમાં ગેસની આયાત મુખ્યત્વે LNG અને LPGના રૂપમાં થાય છે, જે બંનેના સ્ત્રોત અને ઉપયોગ જુદા છે.

લિક્વિફાઇડ નેચરલ ગેસ: કતાર ઘણાં વર્ષોથી ભારતને સૌથી વધુ એલએનજી સપ્લાય કરે છે. હાલ ભારત, કતારની સાથે અમેરિકા અને ઓસ્ટ્રેલિયાથી પણ મોટા પાયે કુદરતી ગેસ ખરીદે છે. યુએઈ, ઓમાન, નાઇજીરિયા અને અંગોલા પણ આ યાદીમાં સામેલ છે. એલએનજીનો ઉપયોગ મુખ્યત્વે ખાતર બનાવવા, વીજળી ઉત્પાદન અને શહેરી વિસ્તારોમાં પાઇપ દ્વારા ગેસ (PNG) પૂરો પાડવા માટે થાય છે.

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ: રસોઈ માટે વપરાતા એલપીજીની આયાતમાં ભારત લગભગ સંપૂર્ણપણે ખાડી દેશો પર નિર્ભર છે. સાઉદી અરેબિયા, યુએઈ અને કતાર મળીને ભારતની કુલ LPG આયાતમાં 90% થી વધુ હિસ્સો ધરાવે છે. આ નિર્ભરતા ઘટાડવા ભારતે હાલમાં જ અમેરિકામાંથી પણ એલપીજી આયાતનો કરાર કર્યો છે. આ ઉપરાંત નોર્વે જેવા દેશોમાંથી પણ ગેસ આયાત કરવાની ભારતની યોજના છે.

આ પણ વાંચો : ‘ઈરાન ખાડી દેશો પર હુમલા બંધ કરે’ UNમાં પ્રસ્તાવને ભારત સહિત 135 દેશોનું સમર્થન, રશિયા-ચીન ગેરહાજર

LNG અને LPG વચ્ચે શું તફાવત છે?

આ બંને ગેસ છે, પરંતુ તેમની રાસાયણિક રચના, સંગ્રહ પદ્ધતિ અને ઉપયોગમાં મૂળભૂત તફાવત છે.

લિક્વિફાઇડ નેચરલ ગેસ: તે મુખ્યત્વે મિથેન ગેસ છે. તેને વહાણમાં ભરીને લાંબા અંતર સુધી લઈ જવા માટે તેને ખૂબ જ ઠંડુ (-162 °C) કરીને પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તિત કરાય છે. તેને ઈમ્પોર્ટ ટર્મિનલ પર ફરીથી ગેસમાં ફેરવીને પાઇપલાઇન દ્વારા ઘરો (PNG) અને વાહનો (CNG) સુધી પહોંચાડવામાં આવે છે.

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ: તે પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ છે. તેને પ્રવાહી સ્વરૂપમાં રાખવા માટે અતિશય ઠંડીને બદલે માત્ર થોડું દબાણ જોઈએ છે. આ જ કારણ છે કે તેને સિલિન્ડરમાં ભરીને સરળતાથી ગામડાં સુધી પહોંચાડી શકાય છે. તેનો ઉપયોગ લગભગ ફક્ત રસોઈ માટે થાય છે.

ભારત કયા પ્રકારનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે?

ક્રૂડ ઓઇલના વિવિધ પ્રકારો હોય છે, જે તેની ઘનતા (હલકું/ભારે) અને ગંધક (સલ્ફર)ની માત્રા (મીઠું/ખાટું) પર આધાર રાખે છે. ભારતની રિફાઇનરીઓ એટલી અદ્યતન છે કે તે તમામ પ્રકારના ક્રૂડને પ્રોસેસ કરી શકે છે, જેનો ફાયદો ઉઠાવીને ભારત સસ્તું તેલ ખરીદે છે.

હલકું અને મીઠું (Light Sweet): આ પ્રકારનું ઓઇલ (દા.ત., બ્રેન્ટ, WTI) સૌથી સારું ગણાય છે કારણ કે, તેમાં સલ્ફરનું પ્રમાણ ઓછું (0.5% કરતા ઓછું) હોય છે. તેને રિફાઇન કરીને પેટ્રોલ-ડીઝલ બનાવવું સરળ અને સસ્તું પડે છે.

મધ્યમ અને ખાટું (Medium Sour): આ ઓઇલમાં સલ્ફરનું પ્રમાણ વધુ હોય છે. રશિયન યુરલ અને ઘણાં મધ્ય પૂર્વીય ગ્રેડ આ શ્રેણીમાં આવે છે. તેને શુદ્ધ કરવા માટે અદ્યતન ટેક્નોલોજીની જરૂર પડે છે.

ભારે અને ખાટું (Heavy Sour): આ સૌથી સસ્તું પણ શુદ્ધ કરવું સૌથી મુશ્કેલ ઓઈલ હોય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ડામર અને ભારે ઇંધણ બનાવવા માટે થાય છે.

ભારતમાં ઓઈલ અને ગેસનું ઉત્પાદન ક્યાં-ક્યાં થાય છે?

આયાત પર ભારે નિર્ભરતા છતાં ભારતમાં પણ કેટલાક મહત્ત્વપૂર્ણ સ્થળે ઓઈલ અને ગેસનું ઉત્પાદન થાય છે.

મુંબઈ હાઈ (Mumbai High): અરબ સાગરમાં આવેલું આ ક્ષેત્ર ભારતની સ્થાનિક ઓઇલ અને ગેસ અર્થતંત્રની કરોડરજ્જુ છે. ઓએનજીસી દ્વારા સંચાલિત આ ક્ષેત્ર દેશના દરિયાઈ ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો આપે છે.

કૃષ્ણા-ગોદાવરી (KG) બેસિન: બંગાળની ખાડીમાં આવેલું આ બેસિન કુદરતી ગેસ માટેનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે. ઓએનજીસી અને રિલાયન્સ-બીપી જેવી કંપનીઓ અહીંથી નોંધપાત્ર પ્રમાણમાં ઓઈલ-ગેસ કાઢે છે.

રાજસ્થાનનું બાડમેર બેસિન: આ ક્ષેત્રમાં વેદાંત ગ્રૂપની કંપની કેર્ન ઓઇલ દ્વારા મંગલા, ભાગ્યમ અને ઐશ્વર્યા નામના ઓઈલ ફિલ્ડ્સમાંથી ઓઈલ-ગેસ કાઢવામાં આવે છે, જે ભારતના કુલ સ્થાનિક ઓઈલ ઉત્પાદનના લગભગ 25% છે.

અન્ય ક્ષેત્રો: આસામ (દિગ્બોઇ, નાહરકટિયા) અને ગુજરાત (કેમ્બે બેસિન) પણ જૂના અને સતત ઉત્પાદન આપતા ક્ષેત્રો છે. આ ઉપરાંત ઝારખંડ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં કોલસાની ખાણોમાંથી કોલ બેડ મિથેન (CBM) પણ કાઢવામાં આવે છે.

કયા દરિયાઈ માર્ગો ભારત માટે મહત્ત્વપૂર્ણ છે?

ભારત સુધી ઓઈલ અને ગેસ પહોંચાડવા માટે નીચેના દરિયાઈ માર્ગો વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે.

હોર્મુઝની ખાડી (Strait of Hormuz): ઈરાન અને ઓમાન વચ્ચે આવેલો આ સાંકડો દરિયાઈ માર્ગ ભારત માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. ભારતની લગભગ અડધી ક્રૂડ ઓઇલ અને 60% થી વધુ ગેસ (LNG અને LPG)ની આયાત આ માર્ગેથી જ થાય છે. આ વિસ્તારમાં કોઈ પણ અસ્થિરતાની સીધી અસર ભારતના ઊર્જા પુરવઠા પર પડે છે.

લાલ સમુદ્ર અને સુએઝ નહેર: આ માર્ગ ભારતને યુરોપ અને ઉત્તર આફ્રિકા સાથે જોડે છે. યમન નજીકનો બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ પણ એક સંવેદનશીલ બિંદુ છે.

વૈકલ્પિક માર્ગો: જો ઉપરના માર્ગો અસુરક્ષિત બને તો વહાણોને આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપની આસપાસ લાંબા રસ્તે મોકલાય છે, જેનાથી મુસાફરીનો સમય 4-5 દિવસથી વધીને 25 દિવસ થઈ જાય છે અને ખર્ચમાં ઘણો વધારો થાય છે.

પુરવઠામાં વિક્ષેપથી બચવા ભારત શું કરે છે?

આયાતમાં વિક્ષેપના જોખમને ધ્યાનમાં રાખીને ભારત સરકારે એક બહુ-સ્તરીય વ્યૂહરચના બનાવી છે.

વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (Strategic Reserves): વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુરમાં ભૂગર્ભમાં ક્રૂડ ઓઇલનો વિશાળ ભંડાર સંગ્રહિત છે. આ ભંડાર કટોકટીના સમયે દેશને આશરે 9.5 દિવસ સુધી ઓઇલ પૂરું પાડી શકે છે. ઓઈલ કંપનીઓ પાસે પોતાના વ્યાપારી સ્ટોક પણ હોય છે. ઓઈલ કંપનીઓના વ્યાપારી જથ્થાને જોડીએ તો ભારત પાસે કુલ મળીને લગભગ 74 દિવસ ચાલે એટલો ઓઈલ ભંડાર ઉપલબ્ધ છે.

એલપીજીનો વધારાનો સંગ્રહ: મેંગ્લોરમાં ભૂગર્ભમાં એલપીજી સંગ્રહ કરવાની નવી ફેસિલિટી ઊભી કરાઈ છે. 

સ્થાનિક ઉત્પાદનને પ્રાથમિકતા: કટોકટી દરમિયાન સરકાર રિફાઇનરીઓને સ્થાનિક એલપીજી ઉત્પાદન વધારવા અને તેને સૌપ્રથમ ઘરો સુધી પહોંચાડવા નિર્દેશ આપે છે. હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ પ્રાથમિકતા અપાય છે. કાળા બજાર અટકાવવા માટે એલપીજી સિલિન્ડરોનું અગાઉથી બુકિંગ અને અન્ય નિયમો પણ બનાવાયા છે.

આ પણ વાંચો : ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સડક માર્ગે બહાર કઢાશે, પડોશી માંગી રહ્યા છે ડીઝલ: વિદેશ મંત્રાલય

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304
Business

સેન્સેક્સ 639 પોઈન્ટ ઉછળી 77304 | Sensex rises 639 points to 77304

April 28, 2026
ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…
Business

ગત નાણાં વર્ષમાં ક્રેડિટ કાર્ડસ મારફતના ખર્ચમાં 12 ટકા વધારો | Spending through credit cards increas…

April 28, 2026
યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…
Business

યુદ્ધ શાંતિ મંત્રણામાં મડાગાંઠ વચ્ચે ક્રૂડના ભાવ ઉછળી 108 ડોલર કુદાવી ગયા | Crude oil prices surge t…

April 28, 2026
Next Post
ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | …

ઈંધણ સંકટથી હાહાકાર! ટ્રાવેલ, સ્કૂલ અને નિકાસ સહિતના નિયમો બદલાયા, જાણો ભારત સહિતના દેશોની સ્થિતિ | ...

જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company…

જામનગરમાં લોનનો હપ્તો લેવા ગયેલા ખાનગી ફાયનાન્સ કંપનીના કર્મીને માર માર્યો | Private finance company...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21 ટકા પહોંચ્યો જાન્યુઆરીમાં ફુગાવો 2.75 ટકા જેટલો હતો | Inflation reached 3 2...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વિક્રેતા પકડાયો | Vendor …

જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનાર વિક્રેતા પકડાયો | Vendor …

4 months ago
આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

આજે રાષ્ટ્રિય હેન્ડલૂમ દિવસ – પટોળાની કલાના વારસાને સાચવતા સોમાસર ગામના કારીગરો | Today is National …

9 months ago
બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

બોરસદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા, ખંભાત, અને પેટલાદ તાલુકા પંચાયતની બેઠકોની ફાળવણી જાહેર | Allotment o…

5 months ago
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજકોટમાં રોષપુર્ણ રેલી | Angry rally in Rajkot demanding im…

જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજકોટમાં રોષપુર્ણ રેલી | Angry rally in Rajkot demanding im…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News