– ઇરાન યુદ્ધ : મોંઘવારી ધીમે ધીમે આગળ વધતી જાય છે
– ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો થતાં કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્ટ (સીપીઆઈ) ઊંચકાઈ છે, આ સીપીઆઈ તો જથ્થાબંધ ભાવો ઉપરથી નક્કી થાય છે તે પરથી રીટેઇલ ભાવ ગણાય છે
નવી દિલ્હી : ભારતમાં ફેબ્રુઆરીમાં રીટેઇલ ઇન્ફ્લેશન (ફુગાવો) વધીને ૩.૨૧ ટકા પહોંચ્યો છે જે જાન્યુઆરીમાં ૨.૭૫ ટકા જેટલો હતો. તેમાં મીનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્વીમેન્ટેશન (એમ.ઓ.એસ.પી.આઈ) દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું છે. આમ ફુગાવો વધતો હોવા છતાં આર.બી.આઈ.એ. ફુગાવાની આપેલી ૨થી ૬ ટકા સુધીની મર્યાદામાં જ રહ્યો છે. તેમ પણ સરકાર જણાવે છે.
આ મંત્રાલયે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આ નજીવો વધારો ખાદ્ય પદાર્થોના ભાવમાં થેયલા વધારાના પરિણામે થયો છે. વાસ્તવમાં ખાદ્ય પદાર્થોના ભાવની કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્ટ (સીપીઆઈ) ઉપર સૌથી વધુ અસર પડે છે.
વાસ્તવમાં ખાદ્ય પદાર્થોના ભાવમાં ફેબ્રુઆરીમાં ૩.૭૫ ટકાનો વધારો થયો છે. શાકભાજી, અનાજ અને દાળના ભાવમાં વધારો થયો છે.
પ્રાપ્ય આંકડા પ્રમાણે શહેરોમાં ફુગાવો ૩.૩૨ ટકા પહોંચ્યો હતો. જ્યારે ગામડામાં તે ૩.૦૭ ટકા નોંધાયો એટલે કે ગામડાંઓ કરતાં શહેરોમાં મોંઘવારી વધી છે.
રીઝર્વ બેન્ક તેની મોનીટરી પોલીસી (નાણાંકીય નીતિ) ઘડતાં પહેલાં રીટેઇલ ઇન્ફ્લેકશન (છુટક ભાવમાં વધારો) સૌથી પહેલાં ગણતરીમાં લે છે. રીઝર્વ બેંકે ફુગાવાની મર્યાદા ૨% થી ૬%ની રાખી છે. પરંતુ શ્રેષ્ઠ સ્થિતિ તો ૪% જેટલા ફુગાવાની છે. આ સાથે આર.બી.આઇ. વૈશ્વિક તેમજ સ્થાનિક (દેશનાં) જોખમો ઉપર સતત નજર રાખે છે. તે પ્રમાણે નાણાંકીય નીતિ ઘડે છે.
અર્થશાસ્ત્રીઓ કહે છે : વિશ્વસ્તરે વધી રહેલા ક્રુૂડ ઓઈલના ભાવ ભૂ-રાજકીય તંગદિલી, અને પૂરવઠામાં પડતી ખાંચ, ફુગાવો વધતો રહેવાના સંકેતો આપે છે, આગામી મહિનાઓમાં તે હજી પણ વધવા સંભવ છે. ભારત આયાતી ક્રૂડ ઉપર નિર્ભર છે. તેના ચઢાવ-ઉતારની સીધી અસર વિશ્વસ્તરે પણ ઊર્જાની કિંમત ઉપર થાય છે. તેથી ટ્રાન્સપોર્ટના ભાવ વધવા સાથે ફુગાવાજનક પરિબળો આગળ વધતાં જાય છે.
આમ છતાં ખાદ્ય પદાર્થોની પુરવઠા નીતિમાં સુધારો ખાદ્ય પદાર્થો (અનાજ દાળમાં) સબસીડી આપવાની સરકારની નીતિથી ફુગાવો થોડો દબાતો રહે છે.
માર્કેટના અગ્રણીઓ તથા પોલી મેકર્સ ફુગાવાજનક પરિબળો ઉપર સતત નજર રાખી રહ્યા છે, અને આગામી મહીનાઓમાં ભાવ વધારો અંકુશમાં રહે તે માટે સતત કાર્યરત છે.










