Kunal Murder case, Delhi: દિલ્હીના સીલમપુરમાં સગીર કુણાલ હત્યાકાંડની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. હવે આ સનસનાટીભર્યા કેસમાં ‘લેડી ડોન’ ઝિકરાની પૂછપરછ બાદ મોટો ખુલાસો થયો છે. પોલીસના સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ઝિકરા માત્ર ગુનાની દુનિયામાં જ સક્રિય નથી, પરંતુ તે સગીર છોકરાઓની ગેંગ તૈયાર કરી રહી હતી. કુણાલની હત્યા પહેલા તેની રેકી કરવામાં આવી હતી અને તેની ચહલ- પહલ પર નજર રાખીને હુમલો કરવામાં આવ્યો હતો.
‘ઝિકરા પોતાની એક અલગ ગેંગ તૈયાર કરી રહી હતી’