gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in Business
0 0
0
નવા સપ્તાહમાં સેન્સેક્સ 79344 ઉપર બંધ થતાં 80144 જોવાશે | The new week will see Sensex close at 7934…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વિશ્વને અસાધારણ અનિશ્ચિતતામાં ધકેલનારા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફના શસ્ત્ર થકી દેશ-દુનિયામાં સંપૂર્ણ દ્વીપક્ષી વેપાર સંધિઓમાં દેશોને ફેરફાર કરવા મજબૂર કરી દીધા બાદ હવે આ ટ્રેડ વોર વાસ્તવમાં ખાસ ચાઈનીઝ ડ્રેગનની વિસ્તારવાદી નીતિને અંકુશમાં લેવા અને વિશ્વ મહાસત્તા તરીકે અમેરિકા માટે વધુ જોખમી ન બને એ દિશામાં ફંટાઈ જઈ હવે અમેરિકા વિરૂધ્ધ ચાઈનાના યુદ્વમાં પરિણમ્યુ છે. ટ્રમ્પના ટેરિફ ઘમાસાનમાં કરન્સી માર્કેટમાં મોટી ઉથલપાથલ થવાના અને અમેરિકી ડોલર સામે ઊભા થયેલા મોટા જોખમને લઈ ફાઈનાન્શિયલ એસેટ્સથી વૈશ્વિક ફંડો રોકાણ હળવું કરવા લાગી ગોલ્ડ તરફ તેજીનું તોફાન થયું છે. આ ઘમાસાનમાં ચાઈના પોતાની હસ્તકના અબજો ડોલરના અમેરિકી બોન્ડસ વેચીને અમેરિકાને ભીંસમાં લેવાના પ્રયાસ કરે એવી શકયતા અને બીજી તરફ અમેરિકા ચાઈનીઝ કંપનીઓમાં અબજો ડોલરના રોકાણને ફૂંકવાની હલચલ કરી રહ્યાના અહેવાલો સંભવિત વૈશ્વિક તોફાનના સંકેત આપે છે. જો ચાઈના અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર મામલે સમાધાન ન થયું તો આ પ્રકારની કોઈપણ સ્થિતિ સર્જાઈ શકે છે. અબલત આ ડેવલપમેન્ટ વચ્ચે પાછલા દિવસોમાં વૈશ્વિક બજારોમાં જે પ્રકારે ફંડોએ મોટાપાયે એક્ઝિટ લીધી છે, એ ફંડો સૌથી સુરક્ષિત અને ઊંચું વળતર અપાવી શકે એવા બજારો પૈકી અત્યારે ભારતીય બજારો તરફ આકર્ષાયા છે. પાછલા ત્રણ દિવસના ટૂંકા સપ્તાહમાં સેન્સેક્સ, નિફટી બેઝડ મોટી તેજી કરીને રૂ.૧૪૫૦૦ કરોડથી વધુ રકમની ખરીદી કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ)ની ખરીદી ખાસ એ ગુ્રપ, સેન્સેક્સ, નિફટી શેરો પૂરતી વધુ રહી છે. હવે આ તેજીમાં આગામી સપ્તાહમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીની આગ લાગવાની પૂરી શકયતા છે. જેથી સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં રોકાણની તક ઝડપી શકાય. કોર્પોરેટ પરિણામોમાં આગામી સપ્તાહમાં ૨૫, એપ્રિલના રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સહિતના જાહેર થનારા પરિણામ પર બજારની નજર રહેશે.  આગામી સપ્તાહમાં નિફટી ૨૩૬૧૧ની ટેકાની સપાટીએ ૨૪૦૮૮ ઉપર બંધ થતાં ૨૪૩૩૩ અને સેન્સેક્સ ૭૭૭૬૬ની ટેકાની સપાટીએ ૭૯૩૪૪ ઉપર બંધ થવાના સંજોગોમાં ૮૦૧૪૪ જોવાઈ શકે છે.

અર્જુનની આંખે : TEXMO PIPES & PRODUCTS LTD.

બીએસઈ(533164), એનએસઈ(TEXMOPIPES)લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, IS 4985/2000, UPCV Plain and Ribbed Casing for Bore/Tube wells IS 12818/2010, PVC Conduits for Electrical installation IS 9537 Part 3/1983, HDPE quick coupled pipe (for sprinkler application) IS 14151 part 2/2008, HDPE pipes for potable water supplies IS 4984/1995, LLDPE online Drip lateral for irrigation IS 12786/198, UPVC pipes Sil ans waste discharge system inside building including ventilation and rain water system IS 13592/1992, Emitting Pipe system (inline Drip lateral class-2) IS 13488/2008, Flexible PVC Pipes for suction and delivery Lines of Agriculture pumps IS 15265/2003, Irrigation Equipments Emitters IS 134487/1992, Injection Moulded PVC socket fitting for soil & waste discharge system for inside & outside buildings IS 14735/1999, Approved Certicate from M.T.N.L, B.S.N.L, V.S.N.L, B.E.S.T., IDEA, RELIANCE, NSIC  Certified,

 ટેક્સમોપાઈપ્સ લિમિટેડ (TEXMO PIPES LTD.), દરેક કદના બિઝનેસો અને ૩૦,૦૦૦થી વધુ ટોપ-ટીયર બ્રાન્ડ્સ દ્વારા પસંદ કરાતી, ૪૫૦થી વધુ ડિલરો ધરાવતી કંપની કાસ્ટિંગ પાઈપ્સ,  સીપીવીસી પાઈપ્સ અને ફિટિંગ્સ, ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ્સ, ગાર્ડન પાઈપ્સ, એચડીપીઈ કોઈલ્સ, એચડીપીઈ સ્પ્રિંકલ્સ, એચડીપીઈ પીએલબી, પ્લમ્બિંગ પાઈપ્સ, સબમર્સિબલ કોલમ પાઈપ, રિજિડ પીવીસી પાઈપ્સ, સકશન હોસ, એસડબલ્યુઆર પાઈપ્સ, વોટર ટેન્કના મેન્યુફેકચરીંગ ક્ષેત્રે પ્રવૃત છે.

વર્ષ ૧૯૮૮માં શ્રી બાલાજી ઈન્ડસ્ટ્રીઝ તરીકે બુરહાનપુર-મધ્ય પ્રદેશમાં સ્થપાયેલી અને વર્ષ ૨૦૦૮માં શ્રી મોહિત ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાંથી વિક્સિત થઈ આજે કંપની ટેક્સમો પાઈપ્સ એન્ડ પ્રોડક્ટસ લિમિટેડ તરીકે ઓળખાતી એક એકીકૃત કંપની છે. વર્ષો વિતતા કંપની તેના વિકાસ સાથે દૈનિક ૭૫ મેટ્રિક ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતી અને બજારમાં પોતાની પોઝિશન મજબૂત કરતી આવી છે. 

પ્રમુખ ગ્રાહકો : કંપનીના ઘણા ગ્રાહકો પૈકી કેટલાક જાણીતા ગ્રાહકોમાં બેસ્ટ, રિલાયન્સ, આઈડીયા, ટાટા, બીએસએનએલ, ગોદરેજ, લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પ, શાપુરજી પાલોનજી સહિતનો સમાવેશ છે. આ સિવાય કંપનીના ગ્રાહકોમાં સરકાર, અર્ધ-સરકારી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રના ગ્રાહકોનો બન્ને ભારત અને વિદેશોમાં સમાવેશ છે. 

વિદેશમાં અસ્તિત્વ : કંપની યુ.એ.ઈ.માં પોતાની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી તાપ્તી પાઈપ્સ એન્ડ પ્રોડક્ટસ લિમિટેડ, એફઝેડઈ ધરાવે છે. 

નવી સબસીડિયરી : કંપનીએ ૩૦, એપ્રિલ ૨૦૨૩ના પોતાની સંપૂર્ણ માલિકીની સબસીડિયરી શ્રી વેંકટેશ પોલીમર્સ પ્રાઈવેટ લિમિટેડ નવી કંપની શરૂ કરી છે.

ઉત્પાદનો : કંપનીના ઉત્પાદનોમાં ટયુબ વેલ માટે કાસ્ટિંગ પાઈપ્સ, કન્ડયુટ પાઈપ, સીપીવીસી પાઈપ્સ અને ફિટિંગ્સ, ડ્રીપ ઈરીગેશન સિસ્ટમ્સ, ગાર્ડન પાઈપ્સ, એચડીપીઈ કોઈલ્સ, એચડીપીઈ સ્પ્રિંકલ્સ, એચડીપીઈ પીએલબી, પ્લમ્બિંગ પાઈપ્સ, સબમર્સિબલ કોલમ પાઈપ, રિજિડ પીવીસી પાઈપ્સ, સકશન હોસ, એસડબલ્યુઆર પાઈપ્સ અને વોટર ટેન્કસનો સમાવેશ છે.

બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૪૧.૨૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૪૧.૭૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૪૫.૩૦, અપેક્ષિત  માર્ચ ૨૦૨૫ના રૂ.૫૧.૨૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૫૮.૪૦

નાણાકીય પરિણામો :

(૧)  પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ : કોન્સોલિડેટેડ ચોખ્ખી આવક રૂ.૫૩૬ કરોડ મેળવી એનપીએમ ૧.૮૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦  કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩.૪૨ હાંસલ કરી હતી.

(૨) પ્રથમ નવમાસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ : ચોખ્ખી આવક રૂ.૨૭૭  કરોડ મેળવી એનપીએમ ૪.૪૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨  કરોડ નોંધાવી શેર દીઠ નવમાસિક આવક રૂ.૪.૨૨  હાંસલ કરી છે. પ્રથમ નવ માસિકમાં ફાઈનાન્સ ખર્ચ ૪૧ ટકા ઘટીને રૂ.૪.૪ કરોડ થયો છે.

(૩) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ : અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૩૮૭ કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૭.૫૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૫.૯૮ અપેક્ષિત છે.

(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત ચોખ્ખી આવક  રૂ.૪૬૫ કરોડ મેળવી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૨૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭.૨૦ અપેક્ષિત છે.

આમ (૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ  જવાબદાર રહેશે નહીં. (૨)  તમામ પ્રકારના પાઈપ્સ અને વોટર ટેન્કની ઉત્પાદક (૩) ક્રુડ ઓઈલના નીચા ભાવો, ચોમાસાની સારી અપેક્ષા, કૃષિ ક્ષેત્રે વૃદ્વિ, ગ્રામીણ માંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના પોઝિટીવ પરિબળોના ફાયદાની અપેક્ષા (૪) ભારતમાં ૩૦,૦૦૦થી વધુ ગ્રાહકો ધરાવતી ટેકસ્મો પાઈપ્સ એન્ડ પ્રોડક્ટસ લિમિટેડ (૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૭.૨૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૮ સામે રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૫૭ના ભાવે, ઉદ્યોગના ૨૬ના પી/ઈ સામે ૮ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…
Business

India USA Trade Deal: ભારત અમેરિકાની માગ સ્વીકારે તો સ્થાનિક ખેડૂતોને થશે મોટું નુકસાન! | india us t…

July 7, 2025
ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …
Business

ટેરિફના ભય વચ્ચે ભારતની અમેરિકા ખાતે દવાની નિકાસમાં 74 ટકાનો વધારો | India’s pharmaceutical exports …

July 6, 2025
ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…
Business

ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ટ્રેડિંગ વોલ્યુમમાં ધરખમ ઘટાડાની શકયતા:ટ્રેડરો દૂર થશે | Trading volume in de…

July 6, 2025
Next Post
પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

પંજાબમાં અશાંતિનું પાક.નું કાવતરું : હથિયારો સાથે 13 ઝડપાયા

સુપ્રીમે જ કાયદા ઘડવાના હોય તો સંસદને તાળા મારી દો : ભાજપ સાંસદ | If the Supreme Court wants to make…

સુપ્રીમે જ કાયદા ઘડવાના હોય તો સંસદને તાળા મારી દો : ભાજપ સાંસદ | If the Supreme Court wants to make...

ઉર્વશી રૌતેલાએ દેવીના મંદિરને પોતાનું કહેતા હોબાળો : કાર્યવાહીની માંગ | Urvashi Rautela creates ruck…

ઉર્વશી રૌતેલાએ દેવીના મંદિરને પોતાનું કહેતા હોબાળો : કાર્યવાહીની માંગ | Urvashi Rautela creates ruck...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

ઇસ્લામ અંગે વાંધાજનક વીડિયો બદલ શર્મિષ્ઠાની ધરપકડથી વિવાદ | Sharmistha’s arrest for objectionable vi…

1 month ago
લવમેરેજ કરનાર એન્જિનિયર યુવતી સાથે પતિએ દગો કર્યો, સ્યુસાઇડ કરવા જતા વડોદરા પોલીસે બચાવી | Vadodara police save engineer girl from suicide after betrayed by her husband

લવમેરેજ કરનાર એન્જિનિયર યુવતી સાથે પતિએ દગો કર્યો, સ્યુસાઇડ કરવા જતા વડોદરા પોલીસે બચાવી | Vadodara police save engineer girl from suicide after betrayed by her husband

4 months ago
UPSC Prelims 2025 Result: UPSCએ જાહેર કર્યું CSE પ્રીલિમ્સનું પરિણામ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક

UPSC Prelims 2025 Result: UPSCએ જાહેર કર્યું CSE પ્રીલિમ્સનું પરિણામ, ડાયરેક્ટ લિંકથી કરો ચેક

4 weeks ago
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૮૪૧૧૧ થી ૮૧૧૧૧ વચ્ચે અથડાશે | Sensex will hit between 84111 and 81111 in the…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News