![]()
IPS Transfer: ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી હતી. ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી હતી. જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા હતા. જો કે 6 માર્ચે થયેલી આ બદલીઓને હજી 10 દિવસ થયા છે ત્યાં વધારે એક આઇપીએસ અધિકારીની બદલીના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, નિર્લિપ્ત રાયની SMCમાંથી વિદાય, રાઘવેન્દ્ર વત્સ નવા અમદાવાદ રેન્જ IGP
આઇપીએસની કેડર યથાવત્ત રહેશે
સંતરામપુરમાં ASP તરીકે ફરજ બજાવી રહેલા વિકાસ યાદવની ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે. વિકાસ યાદવને હવે ગવર્નર ડ્યુટી ફાળવવામાં આવી છે. વિકાસ યાદવ હવે ગુજરાતનાં ગવર્નરની સુરક્ષામાં જોવા મળશે. વિકાસ યાદવ 2023 બેચના આઇપીએસ અધિકારી છે. આ ઉપરાંત તેઓ મહિસાગર જિલ્લાનાં સંતરામપુર ડિવિઝનમાં એએસપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. જો કે તેઓની ASP ની કેડર યથાવત્ત રહેશે.










