gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સુધારાની હેટ્રિક : સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2140પોઈન્ટનો ઉછાળો : આજે 633 પોઈન્ટ વધ્યા | Hat trick o…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in Business
0 0
0
સુધારાની હેટ્રિક : સેન્સેક્સમાં ત્રણ દિવસમાં 2140પોઈન્ટનો ઉછાળો : આજે 633 પોઈન્ટ વધ્યા | Hat trick o…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈરાન યુદ્વ પણ હવે યુક્રેન-રશીયા યુદ્વના માર્ગે : ઓઈલની આયાત વધવા લાગી

મુંબઈ : ઈરાન વિરૂધ્ધ ઈઝરાયેલ-અમેરિકાના યુદ્વમાં ઈરાનના ઘણા પ્રમુખ નેતાઓને માર્યાના અમેરિકા-ઈઝારાયેલના દાવા અને બીજી તરફ ઈરાન, ઈઝરાયેલના પરસ્પર એકબીજા પર હવાઈ હુમલા ચાલુ હોવા છતાં યુદ્વ હવે યુક્રેન-રશીયા યુદ્વની જેમ તેની આક્રમકતા ગુમાવી દેવાના અંદાજોએ આજે વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં સુધારાની હેટ્રિક લાગી હતી. ફંડો, મહારથીઓએ ઈન્ડેક્સ બેઝડ આજે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોને સોફ્ટ ટાર્ગેટ કરી પાછલા દિવસોમાં મોટી શોર્ટ પોઝિશન બનાવનારા ખેલંદાઓના વેચાણો કપાવવારૂપી ઝડપી ઉછાળો આપ્યો હતો. આઈટી શેરોની આગેવાનીએ ઈન્ડેક્સ બેઝડ તેજી સાથે ઓટોમોબાઈલ શેરોમાં પણ વધુ વેચાણો કપાઈ કેટલાક શેરોમાં વેલ્યુબાઈંગ થયું હતું. આ સાથે કેપિટલ ગુડઝ-પાવર, બેંકિંગ-ફાઈનાન્સ, રિયાલ્ટી, કન્ઝયુમર ડયુરેબલ્સ, ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ તેજી કરી હતી. સેન્સેક્સ ૬૩૩.૨૯ પોઈન્ટ વધીને ૭૬૭૦૪.૧૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૧૯૬.૬૫ પોઈન્ટ વધીને ૨૩૭૭૭.૮૦ બંધ રહ્યા હતા. ત્રણ દિવસમાં સેન્સેક્સ ૨૧૪૦ પોઈન્ટ વધ્યો છે. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૬૨૭ પોઈન્ટ વધ્યો છે.

આઈટી શેરોમાં ફરી તેજી : આઈટી ઈન્ડેક્સ ૭૮૬ પોઈન્ટ ઉછળ્યો : ટીસીએસ, ટેક મહિન્દ્રા ઉછળ્યા

તેજીની આગેવાની આજે ફરી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોએ લીધી હતી. ફંડોએ ટીસીએસ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં તેજી કરતાં  ઘણા ખેલંદાઓના વેચાણો કપાવા લાગ્યા હતા. એનપીએસટી રૂ.૧૪૧.૦૫ વધીને રૂ.૧૦૭૮.૨૦, સાસ્કેન રૂ.૧૩૫.૯૦  વધીને રૂ.૧૧૬૦.૩૦, માઈન્ડટેક રૂ.૧૬.૫૫ વધીને રૂ.૧૮૮.૧૦, ક્વિક હિલ રૂ.૧૦.૬૦ વધીને રૂ.૧૫૧.૧૫, હેક્ઝાવેર રૂ.૨૫.૩૫ વધીને રૂ.૪૩૧.૯૫, તાન્લા પ્લેટફોર્મ રૂ.૨૩.૩૫ વધીને રૂ.૪૩૧.૭૫, માસ્ટેક રૂ.૮૩.૨૦ વધીને રૂ.૧૫૪૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૬.૧૫ વધીને રૂ.૬૯૦.૧૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૧૯.૩૦ વધીને રૂ.૨૪૯.૩૦, કોફોર્જ રૂ.૫૮.૧૫ વધીને રૂ.૧૧૩૨, ઓરેકલ ફિનસર્વ રૂ.૨૯૩ વધીને રૂ.૬૬૦૦.૯૫, ઈન્ફોસીસ રૂ.૩૪.૯૫ વધીને રૂ.૧૨૬૭.૪૫, ટેક મહિન્દ્રા રૂ.૪૩.૮૫ વધીને રૂ.૧૩૮૬.૩૫, સોનાટા સોફ્ટવેર રૂ.૮.૪૫ વધીને રૂ.૨૪૦.૫૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૪.૬૦ વધીને રૂ.૧૩૫૫.૬૦, ટીસીએસ રૂ.૪૯.૪૦ વધીને રૂ.૨૪૪૧.૧૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૭૮૫.૫૯ પોઈન્ટ ઉછળીને ૨૮૬૨૬.૭૬ બંધ રહ્યો હતો. 

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૭૦ પોઈન્ટ ઉછળ્યો : વારી રૂ.૩૦૪, પ્રીમિયર રૂ.૬૦, કેઈઆઈ રૂ.૧૮૭ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે વધુ કવરિંગ સાથે ફંડો તેજીમાં આવી ફ્રન્ટલાઈન શેરોમાં મોટી ખરીદી કરી હતી. વારી એનજીૅ રૂ.૩૦૪.૨૦ વધીને રૂ.૩૧૮૬.૧૫, પ્રીમિયર એનજીૅ રૂ.૫૯.૭૫ વધીને રૂ.૮૭૦.૪૫, કેઈઆઈ રૂ.૧૮૭.૧૦ વધીને રૂ.૪૩૯૯.૯૦, મઝગાંવ રૂ.૯૨.૫૫ વધીને રૂ.૨૪૫૬.૪૦, કોચીન શિપ રૂ.૫૨ વધીને રૂ.૧૪૧૨, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૪.૨૦ વધીને રૂ.૪૮૨.૮૦, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૪.૯૦ વધીને રૂ.૪૭૨૨.૭૦, પોલીકેબ રૂ.૧૯૧.૮૫ વધીને રૂ.૭૩૬૧.૧૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૬૯.૮૧ પોઈન્ટ ઉછળીને ૬૯૨૧૩.૪૨ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં સતત રિકવરી : ભારત ફોર્જ રૂ.૫૯, ટીઆઈ રૂ.૭૭, મહિન્દ્રા રૂ.૮૪, બજાજ રૂ.૧૬૧ વધ્યા

ક્રુડ ઓઈલની આયાત સુનિશ્ચિત કરવા સરકારે પેટ્રોલ, ડિઝલનો પુરવઠો પર્યાપ્ત હોવાનું આશ્વાસન આપતાં અને હોર્મુઝ સ્ટ્રેટ્સ ખાતે ફસાયેલા ક્રુડ ઓઈલ, એલપીજી ભરેલા જહાજો મુક્ત કરાવવા પ્રયાસો ચાલુ હોવાના આપેલા નિવેદન વચ્ચે આજે ઓટોમોબાઈલ શેરોમાં સતત ત્રીજા દિવસે ફંડો લેવાલ રહ્યા હતા. ભારત ફોર્જ રૂ.૫૮.૮૫ વધીને રૂ.૧૮૦૪.૧૦, ટીઆઈ ઈન્ડિયા રૂ.૭૭.૦૫ વધીને રૂ.૨૫૫૨.૬૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૮૪ વધીને રૂ.૩૨૧૪.૫૦, ટીવીએસ મોટર રૂ.૮૨.૮૦ વધીને રૂ.૩૫૮૦, એક્સાઈડ રૂ.૬.૩૦ વધીને રૂ.૩૦૮.૪૦, ઉનો મિન્ડા રૂ.૨૧.૬૦ વધીને રૂ.૧૦૭૫, બજાજ ઓટો રૂ.૧૬૦.૮૫ વધીને રૂ.૯૨૬૭.૧૫, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૫.૩૦ વદીને રૂ.૩૨૪.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૮૪.૧૯ પોઈન્ટ ઉછળીને ૫૬૬૩૯.૩૨ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં મંદીને બ્રેક લાગી ફંડો લેવાલ : બ્રિગેડ રૂ.૩૬, અનંતરાજ રૂ.૨૨, પ્રેસ્ટિજ રૂ.૫૪ વધ્યા

રિયાલ્ટી ક્ષેત્રે શેરોમાં મંદીને બ્રેક લાગી ફંડોની આજે શોર્ટ કવરિંગ સાથે વેલ્યુબાઈંગરૂપી લેવાલી રહી હતી. મિડલ ઈસ્ટમાં અશાંતીના પરિણામે આગામી દિવસોમાં ઘણા હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ભારતના મહાનગરો સહિતમાં પ્રોપર્ટી ક્ષેત્રે ખરીદી વધવાની અપેક્ષાએ પણ ફંડો પ્રોપર્ટી શેરોમાં લેવાલ બન્યાની ચર્ચા હતી. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૬.૪૦ વધીને રૂ.૬૮૬, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૨.૪૦ વધીને રૂ.૪૭૧.૨૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૫૩.૫૫ વધીને રૂ.૧૩૧૮.૧૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૫૭.૯૫ વધીને રૂ.૧૬૪૨.૭૦, ડીએલએફ રૂ.૧૪.૪૫ વધીને રૂ.૫૬૨.૫૦, ફિનિક્સ રૂ.૨૪.૨૫ વધીને રૂ.૧૬૧૮.૯૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૪૭.૮૪ પોઈનટ વધીને ૫૬૮૩.૩૬ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત આકર્ષણ : એયુ બેંક રૂ.૨૮ વધી રૂ.૯૩૦ : આઈડીએફસી, ફેડરલ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ વેચવાલી અટકી ઘટાડે સતત ફંડોની પસંદગીની ખરીદી વધતી જોવાઈ હતી. એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૨૭.૮૫ વધીને રૂ.૯૩૦.૧૦, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૧.૬૩ વધીને રૂ.૬૫.૨૫, ફેડરલ બેંક રૂ.૬.૬૫ વધીને રૂ.૨૭૧.૪૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૦.૧૫ વધીને રૂ.૮૪૧.૬૫, એક્સિસ બેંક રૂ.૨૩.૮૦ વધીને રૂ.૧૨૫૨.૯૦ રહ્યા હતા. અન્ય શેરોમાં ઉગ્રો કેપિટલ રૂ.૧૨.૫૫ વધીને રૂ.૯૯.૨૫, સીએસબી બેંક રૂ.૩૬.૪૦ વધીને રૂ.૩૮૯.૮૫, ડેમ કેપિટલ રૂ.૧૦.૭૫ વધીને રૂ.૧૩૨.૧૫, એન્જલ વન રૂ.૧૯.૧૦ વધીને રૂ.૨૩૬.૧૦, ઉજ્જિવન સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૪.૨૨ વધીને રૂ.૫૫.૫૯, પિલાની ઈન્વેસ્ટમેન્ટ રૂ.૩૫૫.૧૦ વધીને રૂ.૪૭૯૬ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૩૩.૩૯ પોઈન્ટ વધીને ૬૨૧૯૭.૨૦ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં સિલેક્ટિવ ખરીદી : ડિક્સન રૂ.૪૩૭ વધી રૂ.૧૦૭૧૮ : પીજી ઈલેક્ટ્રો, હવેલ્સ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે સિલેક્ટિવ ખરીદી ચાલુ રાખી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૪૩૭.૧૫ વધીને રૂ.૧૦૭૧૮.૨૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૧૩.૪૦ વધીને રૂ.૫૩૬.૯૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૦.૨૦ વધીને રૂ.૧૩૪૮.૪૫, કલ્યાણ જવેલર્સ રૂ.૫.૯૦ વધીને રૂ.૩૮૯.૫૫, ટાઈટન રૂ.૬૧.૫૦ વધીને રૂ.૪૧૫૧.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૭૪૮.૬૨ પોઈન્ટ વધીને ૫૬૨૫૮.૪૪ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં વેચવાલી અટકી ફંડોનું વેલ્યુબાઈંગ : બજાજ હેલ્થકેર, બ્લુજેટ, પેનેશિયા બાયો વધ્યા

હેલ્થકેર-ફાર્મા શેરોમાં પણ વેચવાલી અટકીને ફંડોએ ઘટાડે પસંદગીના શેરોમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. બજાજ હેલ્થકેર રૂ.૩૦.૯૫ વધીને રૂ.૩૦૯.૧૦, બ્લુજેટ રૂ.૩૧.૬૫ વધીને રૂ.૩૮૩.૮૦, પેનેશિયા બાયો રૂ.૨૩.૯૦ વધીને રૂ.૩૪૧.૩૫, સિગાચી રૂ.૧.૩૨ વધીને રૂ.૧૯.૯૧, સન ફાર્મા એડવાન્સ રૂ.૫.૪૦ વધીને રૂ.૧૨૦.૨૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૧૪.૧૬ પોઈન્ટ વધીને ૪૨૭૦૧.૭૬ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે વેલ્યુબાઈંગે માર્કેટબ્રેડથ ફરી પોઝિટીવ : ૩૧૬૯ શેરો પોઝિટીવ બંધ

સેન્સેક્સ, નિફટીમાં સતત ત્રીજા  દિવસે સુધારા સાથે આજે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક ખરીદી થતાં માર્કેટબ્રેડથ વધુ પોઝિટીવ બની હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૭  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૬૦થી વધીને ૩૧૬૯  અને ઘટનારની સંખ્યા ૧૭૮૪થી ઘટીને ૧૧૩૦  રહી હતી.

FPIs/FIIની કેશમાં રૂ.૨૭૧૪ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૩૨૫૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૨૭૧૪.૩૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૨,૭૯૮.૮૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૧૩.૧૫ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૩૨૫૩.૦૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૬,૧૦૫.૨૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૮૫૨.૧૭ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૯ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટીમાં સતત ત્રીજા  દિવસે ઉછાળાની સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આજે વ્યાપક તેજીએ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૫.૭૦ લાખ કરોડ વધીને રૂ.૪૩૯  લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…
Business

સતત છઠ્ઠા દિવસે સોનામાં કડાકો, આજે 1700 રૂપિયા તૂટ્યું, ચાંદીમાં 7300થી વધુનો ઘટાડો | Gold Silver Pr…

March 19, 2026
રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…
Business

રૂપિયામાં ઐતિહાસિક ગાબડું: ડૉલર સામે 93.13 ની રેકોર્ડબ્રેક નીચલી સપાટીએ, ક્રૂડ ઓઈલ $112 | Indian Rup…

March 19, 2026
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…
Business

મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો | Stock Market Cra…

March 19, 2026
Next Post
તિલકનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું, રીક્ષાની તોડફોડ | A fight broke out between two gr…

તિલકનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે ધીંગાણું ખેલાયું, રીક્ષાની તોડફોડ | A fight broke out between two gr...

નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest…

નડિયાદ એસ.ટી. ડેપો પાસેની હોટલમાંથી વિદેશી દારૂ સાથે પોરબંદરના બે ઝડપાયા | Two from Porbandar arrest...

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro…

પિતા પર હુમલો કરી ભાઈના રૂમમાં આગ લગાવીને ઘરવખરી ફૂંકી મારી | Attacked father set fire to brother ro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being …

પીકઅપ ડાલાના ચાલકે અડફેટે લેતા શ્રમિક પ્રૌઢનું ઘટના સ્થળે મોત | Worker dies on the spot after being …

4 months ago
પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

પીએમએલએ હેઠળ ડિજિટલ કે ઓનલાઇન ધરપકડ થતી નથી ઃ ઇડી | ed digital arrest guideline

5 months ago
ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

ભારતીય યુવાનોમાં યુરિક એસિડનું ચિંતાજનક પ્રમાણ ગંભીર બીમારીઓનું જોખમ વધારે છે

3 months ago
પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi…

પાલિતાણા ટાઉન પોલીસ મથકમાં જૈન યાત્રિકે ઝેરી દવા પી લેતા મોત | Jain pilgrim dies after consuming poi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News