Zeeshan Siddique Death Threat : NCP અજિત પવાર જુથના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઝીશાન બાબા સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ઝીશાનને ઈ-મેઈલના માધ્યમથી ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા મેઈલમાં લખ્યું હતું કે, ‘જે હાલ બાબા સિદ્દીકીનો કર્યો છે એવો જ હાલ તારો કરીશું.’ આ પછી પોલીસ ઍલર્ટમાં આવી હતી.
ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકી
બાબા સિદ્દીકીના દીકરા ઝીશાનને મેઈલના માધ્યમથી જાનથી મારી નાખવાની ધમકી મળી છે, ત્યારે મુંબઈની બ્રાન્દ્રા પોલીસ ઝીશાન સિદ્દીકીના ઘરે પહોંચીને તપાસમાં લાગી ગઈ છે. તમને જણાવી દઈએ કે, ઝીશાન સિદ્દીકીના પિતા અને પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગયા વર્ષે હત્યા કરવામાં આવી હતી. જેમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. ત્યારથી બાબા સિદ્દીકી પરિવારની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
સમગ્ર મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. મુજબ પોલીસ મુજબ, પૂર્વ ધારાસભ્ય ઝીશાન બાબા સિદ્દીકીને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. જ્યારે આ મામલે બ્રાન્દ્ર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ પણ વાંચો: ખડગેની જનસભામાં ભીડ એકઠી ન થતા કોંગ્રેસ નારાજ, બક્સરના જિલ્લા અધ્યક્ષ સસ્પેન્ડ
ગયા વર્ષે પણ ખતરો હતો
તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ પણ ઝીશાન સિદ્દીકીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. બાદમાં મુંબઈ પોલીસે આરોપીની નોઈડાથી ધરપકડ કરી હતી. આરોપીઓએ ફોન પર ઝીશાન સિદ્દીકીને મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી ઓફિસના લેન્ડલાઇન નંબર પર ફોન કરીને મળી હતી.