gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in Business
0 0
0
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : ઈરાન યુદ્વ મામલે  એક તરફ અમેરિકા યુદ્વનો અંત લાવવા ડિલ કરવા ઈચ્છતું હોવાના અને બેથી ત્રણ અઠવાડિયામાં યુદ્વનો અંત આવવાના ટ્રમ્પ શાસનના નિવેદન સામે ડિલ નહીં કરવાના સંજોગોમાં ઈરાન પર ભયંકર હુમલાની ચેતવણી અને બીજી તરફ યુદ્વમાં સાથ નહીં આપવા બદલ નાટો દેશો પર ભડકેલા ટ્રમ્પ નાટોને વિખેરવાની તૈયારીમાં હોવાના વાવડ સામે યુ.કે.ના પ્રધાનમંત્રી દ્વારા ઈરાન યુદ્વમાં નહીં જોડાવાના સ્પષ્ટ નિવેદન અને યુરોપીય યુનિયન (ઈયુ) સાથે સંબંધો મજબૂત કરવા શિખર મંત્રણા યોજવાનું અને સ્ટ્રેટ્સ ઓફ હોર્મુઝથી યુરોપીય દેશોના જહાજોના પરિવહનની સુરક્ષા માટે તજવીજ કરતાં આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. ફંડો, મહારથીઓએ વર્ષાંત ૨૦૨૫-૨૬ના વેચેલા શેરો પૈકી સારા શેરો આજે નવા વર્ષના પરત ખરીદી પોર્ટફોલિયોમાં સમાવેશ કરતાં શેરોમાં તેજી આવી હતી. 

નિફટી આરંભમાં ૬૧૦ પોઈન્ટ ઉછાળે ૨૨૯૪૧ અને : સેન્સેક્સ ૨૦૧૭ પોઈન્ટ વધી ૭૩૯૬૫ પહોંચ્યો

બજારમાં મોટી ખાનાખરાબી પૂરી થઈ હોઈ એમ આજે બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ, ઓટોમોબાઈલ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ-માઈનીંગ, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે ઘટાડે વેલ્યુબાઈંગ થયું હતું. જો કે ટ્રમ્પની વાત અને યુદ્વના અંત મામલે હજુ પણ કોઈને, બજારને પણ વિશ્વાસ નહીં હોઈ તેજીમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. સેન્સેક્સ આરંભિક તોફાની ઉછાળામાં ૨૦૧૭.૦૩ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૭૩૯૬૪.૫૮ સુધી પહોંચી પાછો ફરી નીચામાં ૭૨૯૭૧.૬૮ સુધી આવી અંતે ૧૧૮૬.૭૭ પોઈન્ટ વધીને ૭૩૧૩૪.૩૨ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૬૦૯.૯૦ પોઈન્ટના ઉછાળે ઉપરમાં ૨૨૯૪૧.૩૦ સુધી જઈ પાછો ફરી અંતે ૩૪૮ પોઈન્ટ વધીને ૨૨૬૭૯.૪૦ બંધ રહ્યો હતો.

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં શોર્ટ કવરિંગ : યુનિયન બેંક, ઈન્ડસઈન્ડ બેંક, સ્ટેટ બેંક, એયુ સ્મોલ બેંકમાં તેજી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે શોર્ટ કવરિંગની તેજી જોવાઈ હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૭.૬૫ વધીને રૂ.૧૭૧.૮૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ૩૨.૯૫ વધીને રૂ.૭૮૫.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩૮.૧૦ વધીને રૂ.૧૦૧૭.૯૦, એયુ બેંક રૂ.૩૧.૩૫ વધીને રૂ.૮૭૪.૧૦, પીએનબી રૂ.૩.૪૫ વધીને રૂ.૧૦૪, ફેડરલ બેંક રૂ.૮.૧૦ વધીને રૂ.૨૬૭.૪૫, કેનેરા બેંક રૂ.૩.૮૦ વધીને રૂ.૧૨૭.૩૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૩૦૨.૩૬ પોઈન્ટની ઉછાળે ૫૭૮૮૩.૧૦ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની ૨૧૧૭ પોઈન્ટની છલાંગ : મઝગાંવ ડોક રૂ.૨૫૩, કોચીન શિપ રૂ.૧૪૫ ઉછળ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે ફરી ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ફંડોએ મોટું વેલ્યુબાઈંગ કરતાં વ્યાપક તેજી જોવાઈ હતી. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ રૂ.૨૫૩.૧૦ ઉછળીને રૂ.૨૩૧૭.૨૫, કોચીન શિપ રૂ.૧૪૪.૭૦ વધીને રૂ.૧૩૩૮.૮૦, ભારત ડાયનામિક્સ રૂ.૧૦૭.૯૫ વધીને રૂ.૧૨૦૪.૮૫, આઈનોક્સ વિન્ડ રૂ.૫.૧૮ વધીને રૂ.૮૦.૬૦, જયોતી સીએનસી રૂ.૪૩.૧૫ વધીને રૂ.૭૬૫.૩૦, પ્રીમિયર એનજીૅ રૂ.૪૭.૪૦ વધીને રૂ.૯૩૭.૭૦, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૧૮૪.૩૦ વધીને રૂ.૩૬૭૦.૭૫, ઝેનટેક રૂ.૬૭.૩૦ વધીને રૂ.૧૩૪૫.૨૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૮.૨૦ વધીને રૂ.૪૧૮.૮૦, સીજી પાવર રૂ.૨૪.૪૦ વધીને રૂ.૬૮૦, પાવર ઈન્ડિયા રૂ.૮૪૧.૧૦ વધીને રૂ.૨૫૦૫૪.૨૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૧૧૬.૭૭ પોઈન્ટની છલાંગે ૬૬૩૬૦.૧૫ બંધ રહ્યો હતો.

માર્ચના વેચાણ આંકડાએ ઓટો શેરોમાં કવરિંગ : બોશ રૂ.૧૮૭૭, એક્સાઈડ રૂ.૧૨, આઈશર રૂ.૨૪૧ વધ્યા

યુદ્વનો અંત આવવાની આશાએ અને પેટ્રોલ, ડિઝલના ભાવમાં પ્રીમિયમ સેગ્મેન્ટમાં તીવ્ર વધારા છતાં આગામી દિવસોમાં યુદ્વ અંતના સંજોગોમાં ભાવ ઘટવાની અપેક્ષાએ અને માર્ચ મહિનાના વાહનોના  વેચાણના આંકડા અપેક્ષાથી સારા આવતાં આજે ઓટો શેરોમાં પણ કવરિંગની તેજી જોવાઈ હતી. બોશ રૂ.૧૮૭૭.૪૦ વધીને રૂ.૩૦૬૧૦.૫૦, અમરા રાજા એનજીૅ રૂ.૪૧.૩૦ વધીને રૂ.૭૧૪, એક્સાઈડ રૂ.૧૨ વધીને રૂ.૩૦૦, આઈશર મોટર્સ રૂ.૨૪૦.૮૦ વધીને રૂ.૬૮૨૫.૬૫, સોના કોમ રૂ.૧૫.૪૦ વધીને રૂ.૪૯૭.૧૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૭૪.૮૦ વધીને રૂ.૩૦૩૦.૯૫, મધરસન રૂ.૨.૪૫ વધીને રૂ.૧૦૭.૫૫, મારૂતી સુઝુકી રૂ.૨૦૯.૫૦ વધીને રૂ.૧૨,૫૦૮.૩૦, બજાજ ઓટો રૂ.૧૨૨.૩૫ વધીને રૂ.૮૮૯૯  રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૯૬૭.૮૫ પોઈન્ટ વધીને ૫૩૫૮૧.૮૩ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં સપોર્ટ : ડિક્સન રૂ.૫૮૧, ક્રોમ્પ્ટન રૂ.૯, કલ્યાણ જવેલર્સ રૂ.૧૧, ટાઈટન રૂ.૧૧૧ વધ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ મંદીની ઉડાઉડ અટકીને આજે ઘટાડે શોર્ટ કવરિંગ સાથે ખરીદીનો સપોર્ટ મળતો જોવાયો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૫૮૧.૨૦ વધીને રૂ.૧૦,૨૫૦.૭૦, ક્રોમ્પ્ટન રૂ.૮.૮૦ વધીને રૂ.૨૩૨.૨૫, કલ્યાણ જવેલર્સ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૩૮૭.૧૦, ટાઈટન રૂ.૧૧૧.૧૦ વધીને રૂ.૪૦૬૩.૨૦, એશીયન પેઈન્ટ રૂ.૫૯.૫૦ વધીને રૂ.૨૨૨૪ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૧૬૭.૦૧ પોઈન્ટ વધીને ૫૩૭૮૬.૦૩  બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ફરી તેજીના  ફૂંફાળા : લોઈડ્સ મેટલ રૂ.૭૭, અદાણી એન્ટરપ્રાઈસ રૂ.૮૩ વધ્યા

યુદ્વનો ટૂંક સમયમાં અંત આવવાના અહેવાલો અને જેનાથી મિડલ-ઈસ્ટ, વેસ્ટ એશીયાના દેશોમાં ફરી ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રવૃતિ વેગ પકડશે એવી અપેક્ષાએ મેટલની માંગ વધવાની અપેક્ષાએ ફંડો શેરોમાં ઘટાડે લેવાલ બન્યા હતા. લોઈડ્સ મેટલ રૂ.૭૭.૪૫ વધીને રૂ.૧૩૪૮.૧૫, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૮૨.૮૫ વધીને રૂ.૧૮૪૨.૫૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૨.૧૫ વધીને રૂ.૫૨૪.૩૫, નાલ્કો રૂ.૧૩.૪૦ વધીને રૂ.૩૯૯.૭૦, વેદાન્તા રૂ.૨૨.૫૫ વધીને રૂ.૬૭૭.૪૦, સેઈલ રૂ.૪.૬૦ વધીને રૂ.૧૫૫.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૮૬૬ પોઈન્ટ વધીને ૩૭૬૮૧.૯૩ બંધ રહ્યો હતો.

ટીસીએસની આગેવાનીએ તેજી : એનપીએસટી રૂ.૧૫૩, ઝેગલ રૂ.૩૦, જેનેસીસ રૂ.૩૧ વધ્યા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ટીસીએસની આગેવાનીએ ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. અમેરિકી શેર બજારોમાં ગઈકાલે નાસ્દાકમાં મોટા ઉછાળાની પણ પોઝિટીવ અસર જોવાઈ હતી. એનપીએસટી રૂ.૧૫૩.૩૫ વધીને રૂ.૧૧૧૧.૩૫, ઝેગલ રૂ.૨૯.૯૫ વધીને રૂ.૨૧૭.૧૦, જેનેસીસ રૂ.૩૦.૮૫ વધીને રૂ.૨૩૮.૩૦, ઓરિએન્ટ ટેકનોલોજી રૂ.૩૨.૫૫ વધીને રૂ.૨૫૬.૨૫, ક્વિક હિલ રૂ.૧૭.૨૫ વધીને રૂ.૧૪૩.૩૫,માસ્ટેક રૂ.૧૩૪.૫૦ વધીને રૂ.૧૪૭૭.૭૫, ટીસીએસ રૂ.૪૯.૨૫ વધીને રૂ.૨૪૦૮.૩૦, ઈન્ફોસીસ રૂ.૨૫.૦૫ વધીને રૂ.૧૨૭૬.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૬૭૦.૫૩ પોઈન્ટ ઉછળીને ૨૮૫૯૬.૮૫ બંધ રહ્યો હતો.

એફએમસીજી શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી : સુલા વિનયાર્ડ, ઈઆઈડી, વીએસટી, ગોદરેજ એગ્રો વધ્યા

એફએમસીજી શેરોમાં આજે ઘટાડે ફંડોએ સિલેક્ટિવ ખરીદી કરી હતી. સુલા વીનયાર્ડસ રૂ.૧૫.૮૫ વધીને રૂ.૧૫૫.૩૫, બીસીએલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨.૮૩ વધીને રૂ.૨૮.૯૦, ઝુઆરી ઈન્ડ રૂ.૧૮.૬૦ વધીને રૂ.૨૩૦.૬૦, વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૩૧૨.૨૫ વધીને રૂ.૪૪૦૩.૧૦, પરાગ મિલ્ક રૂ.૧૩.૧૦ વધીને રૂ.૧૯૨.૭૫, કેઆરબીએલ રૂ.૨૦.૫૦ વધીને રૂ.૩૦૨.૬૫,ઈઆઈડી પેરી રૂ.૩૮.૮૦ વધીને રૂ.૮૧૪, ગોદરેજ એગ્રો રૂ.૩૭.૪૫ વધીને રૂ.૫૭૧.૮૦,  ગોકુલ એગ્રો રૂ.૯.૯૫ વધીને રૂ.૧૯૦.૮૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૬૭.૩૦ પોઈન્ટ વધીને ૧૭૦૪૧.૫૭ બંધ રહ્યો હતો.

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોનું આકર્ષણ : પેટ્રોનેટ એલએનજી, અદાણી ગેસ, ગેઈલ, રિલાયન્સ વધ્યા

કમર્શિયલ એલપીજીના ભાવમાં વધારા અને જેટ ફ્યુલ તેમ જ પ્રીમિયમ પેટ્રોલ, ડિઝલના ભાવમાં ઓઈલ-માર્કેટિંગ કંપનીઓના ભાવ વધારાની પોઝિટીવ અસર અને ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વધતાં અટકીને ઘટાડા તરફી થતાં ફંડોની આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ પસંદગીની ખરીદી થઈ હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૯.૫૫ વધીને રૂ.૨૫૭.૯૦, અદાણી ટોટલ ગેસ રૂ.૧૧.૩૦ વદીને રૂ.૫૨૧.૧૦, ગેઈલ રૂ.૨.૯૫ વધીને રૂ.૧૪૦.૬૫, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૨૪.૬૦ વધીને રૂ.૧૩૬૮.૮૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૨૮૯.૨૦ પોઈન્ટ વધીને ૨૫૮૪૮.૬૯ બંધ રહ્યો હતો.

FPIs/FIIની કેશમાં રૂ.૮૩૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૧૭૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૮૩૩૧.૧૫ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૭,૯૫૮.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૬,૨૮૯.૨૨ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૭૧૭૧.૮૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી  રહી હતી. કુલ રૂ.૧૮,૫૩૬.૭૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૬૪.૯૩ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૯.૬૦ લાખ કરોડ વધીને ૪૨૨.૦૧ લાખ કરોડ

શેરોમાં આજે પ્રત્યાઘાતી વ્યાપક તેજીના ફૂંફાળાએ અનેક શેરો વધી આવતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૯.૬૦  લાખ કરોડ વધીને રૂ.૪૨૨.૦૧  લાખ કરોડ રહી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…
Business

યુદ્ધ અંગે ટ્રમ્પે ફરી મૂંઝવણ ઊભી કરી, આજે ફરી શેરબજારમાં મોટો કડાકો બોલાઈ જવાની શક્યતા | Gift Nifty…

April 2, 2026
વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…
Business

વાયદા બજારમાં ભૂકંપ: ચાંદીમાં ₹13,600 અને સોનામાં ₹2,500 થી વધુનો તોતિંગ કડાકો | Gold and Silver Pri…

April 2, 2026
શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…
Business

શેરબજારમાં ટ્રમ્પ ઈફેક્ટ : સેન્સેક્સમાં 1,526 અને નિફ્ટીમાં 470 પોઈન્ટનો તોતિંગ કડાકો | Stock Market…

April 2, 2026
Next Post
યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I…

યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન, જોઈ લો ઉદ્યોગો-ખેતપેદાશનું સરવૈયું | I...

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb…

ટુકડા ધારામાંથી શહેરી વિસ્તારોને મુક્તિ, 10 ગુંઠાનો સમાન નિયમ, સરકાર લાવી વટહુકમ | Gujarat Frees Urb...

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

ભાજપ કિસાન મોરચા દ્વારા પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ સેલના કન્વીનરોની નિમણૂક, જુઓ યાદી | BJP Kisan Mo…

3 weeks ago
PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ | PM Mod…

PM મોદીના ઈઝરાયલ પ્રવાસ મુદ્દે હંગામો, ભારતે પેલેસ્ટાઇનનો સાથ છોડ્યો હોવાનો કોંગ્રેસનો આરોપ | PM Mod…

1 month ago
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુ…

7 months ago
સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

સોનામાં આગઝરતી તેજી, અમદાવાદમાં સોનાનો ભાવ રૅકોર્ડ રૂ. 1,00,000 નજીક, ચાંદીમાં પણ ચમક | gold hits re…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News