
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ગુડફ્રાઈડે તથા બેન્ક હોલીડેના પગલે બુલિયન બજાર સત્તાવાર બંધ રહી હતી. બંધ બજારે સોના-ચોંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૨૩ વાળા વધી ઉંચામાં ભાવ ૪૮૦૦ ડોલર થઈ ૪૬૭૬થી ૪૬૭૭ ડોલર રહ્યા હતા.










